એટલી વાર દેખવામાં આવ્યો આ વીડિયો કે હવે યુ-ટ્યુબે પણ ગણતરી કરી બંધ, તમે જોયો?

05 Dec, 2014

દક્ષિણ કોરિયાઈ પોપસ્ટાર સાઈના હિટ સોંગ ગંગનમ સ્ટાઈલને યુ-ટ્યુબ પર એટલી બધી વાર દેખવામાં આવ્યો છે કે હવે યુ-ટ્યુબે વ્યુ-કાઉન્ટર પણ બંધ કરી દીધું છે. આ વીડિયો 2,14,74,83,647 દેખવામાં આવ્યો છે. આ વીડયો 2 અબજથી પણ વધારે લોકો દ્વારા દેખવામાં આવ્યો હોવાથી સાઈટે તેના સોફ્ટવેરને પણ અપગ્રેડ કરવુ પડ્યું છે.

યુ-ટ્યુબ ચલાવતી એક કંપની ગુગલે એક બ્લોગમાં લખ્યું છે કે, તેમણે કદી નહતું વિચાર્યું એક વીડિયોને 32 બિટના હિસાબથી 2 અબજ 14 કરોડ વખત દેખવામાં આવ્યો છે. જોકે હવે તો ગંગનમ સ્ટાઈલના આ વીડિયોએ આ ગણતરી પણ પાર કરી લીધી છે અને હવે એટલે હવે યુ-ટ્યુબે તેના વ્યુ-કાઉન્ટર બદલવા પડ્યાં છે.

ગુગલના પ્રવક્તા મેટ મેકલેરનોને કહ્યું છે કે, યુ-ટ્યુબના સોફ્ટવેર એન્જિનિયરે દેખ્યું કે પરેશાની આવી રહી છે તેથી તેમણે તાજેતરમાં જ 64 બીટ વ્યુ-કાઉન્ટરને સમગ્ર સાઈટ પર અપડેટ કરી દેવામાં આવ્યાં છે. હવે આ વીડિયોને 9,223,372,036,854,775,808 વાર દેખવામાં આવે તો પણ વાંધો નથી.