બ્રેસ્ટ કેન્સર થવાના ખતરાથી બચવા માટે, રોજ ખાઓ આ 15માંથી 1 સુપરફૂડ

24 Oct, 2015

બ્રેસ્ટ કેન્સર એ મહિલાઓમાં જોવા મળતા કેન્સરનો સૌથી જાણીતો પ્રકાર છે અને મહિલાઓમાં કેન્સરને કારણે મૃત્યુની બાબતે તે બીજા ક્રમનું સૌથી મોટું કારણ છે. મહિલાના જીવનકાળમાં 9ની સામે 1 કિસ્સામાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ રહેલું છે. જો પરિવારમાં ભૂતકાળમાં કોઈને સ્તન કેન્સર થયું હોય ખાસ કરીને નિકટના સ્વજનોમાં તો સ્તન કેન્સર થવાની સંભાવના વધી જાય છે. જોકે યોગ્ય ટ્રીટમેન્ટ દ્વારા આ રોગને ઠીક કરી શકાય છે.
 
પરંતુ સ્ત્રીઓમાં આ ખતરનાક બીમારી વધવાથી રોકવા માટે સૌથી સારો ઉપાય છે રોજિંદાના ડાયટમાં કેટલાક આહારનું સેવન કરવુ. ન્યૂટ્રિશનથી ભરપૂર હેલ્ધી વસ્તુઓને ખાવાથી બ્રેસ્ટ કેન્સર થવાના ખતરાને રોકી શકા છે. કેટલાક ખોરાક એવા હોય છે જેમાં એન્ટી કેન્સર કમ્પાઉન્ડ હોય છે જે કેન્સર સામે રક્ષણ કરે છે.
સાબૂત અનાજ
 
સાબૂત અનાજ જેમ કે બ્રાઉન રાઈસ, ઘઉં, જવ, દળિયા, ઓટ્સ, કોર્ન વગેરે માં ફાઈબર અને કેટલાક જરૂરી વિટામિન અને મિનરલ્સ હોય છે. જો દરરોજ થોડી માત્રામાં આવા ખોરાકનું સેવન કરવામાં આવે તો સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવનાને ઓછી કરી શકાય છે.
 
દાળો
 
એસ્ટ્રોજન હોર્મોન જે બ્રેસ્ટ ટિશ્યૂને ડેમેજ કરી કેન્સરનું કારણ બને છે. આને દૂર કરવા માટે ડાયટમાં દાળોને સામેલ કરો. ફાઈબર હોવાની સાથે દાળોમાં ફોલિક એસિડ અને કેટલાક પ્રકારના ન્યૂટ્રિશન હોય છે જે બ્રેસ્ટ કેન્સરના ખતરાને દૂર કરે છે. જેથી રોજ વિવિધ દાળોનું સેવન કરો.
 
દાડમ
 
દાડમમાં પોલિફિનોલ હોય છે જે એક પ્રકારનું ઈલોજિક એસિડ હોય છે, સાથે જ તે એન્ટીઓક્સિડેન્ટથી પણ ભરપૂર હોય છે. આ બન્ને તત્વો બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ આપે છે.
 
આગળ વાંચો અન્ય ખોરાકો વિશે જે સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સર થવાના ખતરાથી બચાવે છે.

સફરજન
 
એન્ટીઓક્સિડેન્ટ અને ફાઈબરથી ભરપૂર સફરજન રોજ ખાવું જોઈએ. તેનાથી ઈમ્યૂન સિસ્ટમ સ્ટ્રોન્ગ બને છે. સ્ત્રીઓએ તેનું સેવન ચોક્કસથી કરવું જોઈએ, આનાથી બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના ઓછી થઈ જાય છે.
 
લીલાં શાકભાજીઓ
 
લીલાં શાકભાજીઓમાં એ તમામ ન્યૂટ્રિશન્સ હોય છે જે તમારા શરીર માટે જરૂરી હોય છે. લીલાં પાનવાળી શાકભાજીઓમાં ફાઈટોકેમિકલ્સ, ક્લોરોફિલ, ફાઈબર અને વિટામિન બી ખાસ હોય છે. જે શરીરને સ્વસ્થ રાખે છે અને સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ આપે છે.
 
કેરોટિન ફૂડ્સ
 
સંતરા, ગાજર, પપૈયું, કોળું અને તરબૂત જેવા ફળોમાં કેરોટિનાયડટ્સની ભરપૂર માત્રા હોય છે. જે એક એન્ટીઓક્સિડેન્ટ તરીકે કામ કરે છે. બીટા કેરોટિન, લ્યૂટીન અને જિજોન્થિન જેવા કેરોટિનોયડ્સ બ્રેસ્ટ કેન્સર જેવી બીમારીઓને દૂર રાખે છે અને સાથે જ કેન્સર સેલ્સને બનતા પણ રોકે છે. આ સિવાય તે શરીરમાં ઈમ્યૂનિટી પણ વધારે છે.


અળસી
 
અળસીમાં રહેલું ઓમેગા-3 ફેટી એસિડ, લિગનન્સ અને ફાઈબર કેન્સર સેલ્સને વધતા રોકે છે. જે બ્રેસ્ટ કેન્સર માટે જવાબદાર હોય છે. અળસી અને તેના તેલનો ઉપયોગ તમે સલાડ, મુખવાસ, કુકીઝમાં પણ કરી શકો છો.
 
શતાવરી
 
શતાવરીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર, વિટામિન એ, સી, ઈ, કે, ફોલેટ અને ક્રોમિયમ હોય છે જે શરીરમાં હેલ્ધી સેલ્સ બનાવવાનું કામ કરે છે અને સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ આપે છે. સાથે જ તેમાં ગ્લૂટાથિઓનિન ડિટોક્સીફાઈંગ તત્વ હોય છે જે કારસિનોજેન્સ જેવા હાનિકારક તત્વોને વધતાં અટકાવે છે. જે ફ્રી રેડિકલ્સ અને બ્રેસ્ટ કેન્સર માટે જવાબદાર હોય છે.
 
ક્રૂસિફેરસ વેજિટેબલ્સ
 
શાકભાજીઓ જેમ કે બ્રોકોલી, ફ્લાવર, કોબીજ વગેરેમાં ફાઈટોકેમિકલ્સ, વિટામિન અને મિનરલ્સ હોય છે. બ્રોકોલીમાં સલ્ફોરોફન તત્વ હોય છે જે કેન્સર સામે રક્ષણ કરે છે અને બ્રેસ્ટ કેન્સર માટે જવાબદાર સેલ્સને વધતાં અટકાવે છે.

ગ્રીન ટી
 
ગ્રીન ટીમાં પોલીફિનોલ્સ હોય છે જે એક એન્ટીકેન્સર તત્વ છે. રિસર્ચ પ્રમાણે દરરોજ બે કપ ગ્રીન ટી પીવાથી બ્રેસ્ટ કેન્સરના ખતરાને દૂર કરી શકાય છે.
 
લસણ
 
લસણમાં રહેલું એલિયમ તત્વ એન્ટીકેન્સર તત્વ તરીકે જાણીતું છે, જે શરીરમાં કોઈપણ પ્રકારના ટ્યૂમરને બનતા રોકે છે. સાથે જ આનું સેવન સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવનાને ઓછી કરે છે.
 
મરચું
 
લીલાં મરચાંથી લઈને લાલ મરચાં સુધી બધાં પ્રકારના મરચાં કેન્સર સેલ્સને વધતાં અટકાવે છે. સિમલા મરચાંનો ઉપયોગ બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ કરે છે. લીલાં સિમલા મિર્ચમાં ક્લોરોફિલ હોય છે. લાલ સિમલા મિર્ચમાં કેપસાઈસિન અને એન્ટીઓક્સિડેન્ટ કેરોટિનોયડ્સ હોય છે જે બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ કરે છે.


હળદર
 
હળદરને કેન્સર ફાઈટિંગ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. હળદરનું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સરની સાથે સ્કિન, પેટ અને ફેફસાંમાં થતાં ખતરનાક કેન્સર સેલ્સ વધતાં અટકાવે છે.
 
અખરોટ
 
અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ, નેચરલ ફાઈટોકેમિકલ્સ અને એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ત્રણેય તત્વો મળીને કેન્સર સામે લડે છે.
 
બેરીઝ
 
સ્ટ્રોબેરી, રાસબેરી અને બ્લૂબેરી જેવી બેરીઝમાં ફાઈટોકેમિકલ્સ અને એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર હોય છે. સાથે જે તેમાં ઈલોજિક એસિડ પણ હોય છે. જે બ્રેસ્ટ કેન્સર સામે લડવામાં મદદ કરે છે.
 

Loading...

Loading...