સુંદર પરંતુ હોરર છે ભારતના આ ડેસ્ટિનેશન...

01 Dec, 2015

અનૂઠી સંસ્કૃતિ, વિવિધતા અને વિશેષતા ઉપરાંત રહસ્યવાદ અને અંધવિશ્વાસ પણ ભારતનું એક અભિન્ન અંગ છે જેના પ્રત્યે બિલકૂલ અભાનતા દાખવી શકાય નહીં. આજે દેશમાં એવા ઘણા શહેરો છે જેના સંબંધમાં કોઇને કોઇ વાર્તા, માન્યતા, કે રહસ્ય ગોળાયેલું છે. ઘણી વાર આ રહસ્યો ઘણા સવાલો ઊભા કરે છે તો ઘણી વાર તે ડરાવી દે છે. આજે આપણામાંથી એવા ઘણા લોકો છે જેઓ સુંદર અને રમણીય સ્થળો પર જઇને રજા માણવાનું પસંદ કરતા હોય છે, પરંતુ આપણી વચ્ચે એવા લોકો પણ છે જેઓ હંમેશા કંઇક અલગ જોવાનું અને કરવાના ઉત્સુક રહેતા હોય છે. અને આવા લોકો એડવેંચરને પસંદ કરે છે. આજે અમે અમારા આ લેખમાં આપને ભારતના કેટલાક આવા જ ડેસ્ટિનેશનોથી અવગત કરાવીશું જે હૉન્ટેડ તો છે જ પરંતુ સાથે જ તે ખૂબ જ સુંદર અને અનોખા પણ છે જેના કારણે લોકો તેના તરફ આકર્ષાઇ આવે છે.

ડુમસ

સુરતના દક્ષિણ-પશ્ચિમમાં મુખ્ય શહેરથી 16 કિમીના અંતર પર આવેલ ડુમસ પ્રવાસીઓની વચ્ચે પણ એક લોકપ્રિય સ્થળ છે અને પોતાની કાળી રેત માટે પ્રસિદ્ધ છે. આ શાંત બીચની પાસે દરિયા ગણેશ મંદિર પણ છે જ્યાં આપે ચોક્કસ જવું જોઇએ. અત્રે આવનારા પ્રવાસીઓને એ ચેતવણી આપવામાં આવે છે કે તેઓ સાંજ થતા પહેલા આ બીચ પરથી જતા રહે. કહેવામાં આવે છે કે ક્યારેક આ બીચ પાસે એક સ્મશાન હતું, અને આજે પણ રાતના સમયે આ બીચ પર આત્માઓને કોઇને કોઇ સ્વરૂપે જોઇ શકાય છે.

ભાનગઢ કિલ્લો

રાજસ્થાનના અલવર જિલ્લામાં સ્થિત ભાનગઢ કિલ્લો, જે ભૂતિયા વાર્તાને લઇને ખૂબ જ ચર્ચામાં છે. ભાનગઢ કિલ્લો સત્તરમી સદીમાં બનાવવામાં આવ્યો હતો. ચારેકોર પર્વતોથી ઘરેલાયેલા આ કિલ્લામાં શ્રેષ્ઠ શિલ્પકલાઓનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ કિલ્લામાં ભગવાન શિવ, હનુમાન વગેરેના શ્રેષ્ઠ અને અતિ પ્રાચિન મંદિરો આવેલા છે. જાદૂગર સિંઘિયા એ જ રાજ્યમાં રહેતો હતો અને કાળા જાદૂનો મહારથી હતો. એવું જણાવવામાં આવે છે કે તે રાજકુમારીના રૂપનો દિવાનો હતો અને તેણે પ્રગાઢ પ્રેમ કરતો હતો. તે કોઇપણ રીતે રાજકુમારીને હાંસલ કરવા માગતો હતો. જોકે તેનો જાદુ રાજકુમારી રત્નાવતી પર ચાલ્યો નહીં અને પોતાના કાળા જાદુમાં જ તે ફસાઇ ગયો અને મરતા મરતા તેણે શાપ આપ્યો કે અહીં કોઇ જીવતું નહીં રહે અને બધાની આત્મા ભટકશે.

કુલધારા

સ્વર્ણ નગરી જેસલમેરથી લગભગ 25 કિલોમીટરના અંતરે આવેલ કુલધારા અંગે પ્રચલિત છે કે આ ગામ એક જાલિમ દીવાન સાલિમ સિંહના કારણે શાપિત છે. આજે પણ આ ગામ પર તે સમયે રહેનારા પાલીવાલ બ્રાહ્મણોનો શાપ છે. ભવન નિર્માણ આ બ્રાહ્મણોને મુખ્ય વ્યવસાય હતો અને તે સમયે તેમના નિપૂણાની ચર્ચા હતી. આજે કુલધારા ભારતનો એક એવું ગામ છે જ્યાં એક સમયે સુંદર હતું પરંતુ આજે અહીં ભયાવહ શાંતિ છે. જો આપ જેસલમેરની આસપાસ હોવ તો આ ગામની યાત્રા ચોક્કસ કરો.

અગ્રસેનની બાવલી

દિલ્હીમાં અગ્રસેનની બાવડી એક અદ્વિતિય અને રોચક સ્મારક છે. શહેરની ઊંચી અને આધુનિક ઇમારતોથી ગ્રહણગ્રસ્ત, માત્ર થોડાક જ લોકો રાષ્ટ્રીય રાજધાનીના વિસ્તારમાં આવેલ આ ઐતિહાસિક સીડીઓવાળા કૂવા અંગે જાણે છે. અગ્રસેનની બાવડી એક ઐતિહાસિક સ્મારક છે જેની દેખભાળ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ કરે છે. કનોટ પ્લેસની પાસે હેલી રોડ પર સ્થિત આ 15 મીટર પહોળા અને 60 મીટર લાંબો કલાત્મક સીડીઓવાળો કૂવો છે. તેના નિર્માણ કરાવનાર અંગે કોઇ નથી જાણતું પરંતુ કિવદંતી છે કે તેનું નિર્માણ મહાભારત કાળના મહાન રાજા અગ્રસેને કરાવ્યું હતું અને અગ્રવાલ સમુદાયના સભ્યો દ્વારા 14મી સદીમાં તેનું પુન:નિર્માણ કરાવ્યું હતું.

કુક્કર હલ્લી તળાવ

આ સ્થાન અંગે અમે આપને સૌથી છેલ્લે બતાવી રહ્યા છીએ, એટલા માટે કારણ કે આ ખૂબ જ ખાસ છે. મૈસૂર નજીક સ્થિત કુક્કર હલ્લી તળાવ અંગે કહેવાય છે કે તળાવ એક હોન્ટેડ અથવા ભયાવહ તળાવ છે. આ તળાવ પોતાની સુંદરતાના કારણે લાખો પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. પરંતુ રાત્રિના સમયે આ તળાવ કોઇને પણ ભયભીત કરવા માટે પૂરતું છે. એકલા બાઇક પર જતા લોકોને એવો અનુભવ થયો છેકે કોઇ બીજી વ્યક્તિ તેમની પાછળ બેઠી છે.

Loading...

Loading...