હવે ફેસબુક પર ૧ લખીને મેસેજ મોકલો ને હેપી બર્થ-ડે વિશ કરો

01 Aug, 2015

આપણામાંથી અઢળક લોકો એવા હશે જેમનો દિવસ ફેસબુક પર યારદોસ્‍તોને હેપી બર્થ-ડે વિશ કરવાથી જ શરૂ થતો હશે. ફેસબુકના આગમનથી ઘણાબધા દોસ્‍તોના જન્‍મદિવસ યાદ રાખવાનું પણ સરળ બની ગયું છે. સોશ્‍યલ નેટવર્કિંગ જાયન્‍ટની આ પ્રક્રિયાને ઓર સરળ બનાવવાના હેતુસર ફેસબુક હવે નવું ફીચર લાવી રહ્યું છે. એમાં તમારે જેનો જન્‍મદિવસ હોય તેને માત્ર ૧ લખીને એસએમએસ જ મોકલવાનો રહેશે. આટલું કરવા માત્રથી તે વ્‍યકિતને તમારા તરફથી હેપી બર્થ-ડેની વધામણી મળી જશે. આ સુવિધા ફેસબુકની એસએમએસ નોટિફીકેશન્‍સ ફંકશનાલીટીમાં જ ઉપલબ્‍ધ છે. એને તમે ફેસબુકના સેટિંગ્‍સમાં મોબાઇલ અને એમાં એડ અ ફોન વિભાગમાં જઇને શરૂ કરી શકો છો. એનાથી મિત્રોને વિશ કરવાનું સરળ બનશે. જો કે નિષ્‍ણાતો કહી રહ્યા છે કે એનાથી પર્સનલાઇઝડ મેસેજનો ઘડો લાડવો થઇ જશે.

Loading...

Loading...