ટૂંક સમયમાં તમને FBમાં જોવા મળશે 'આ' નવી સર્વિસ, જેનાથી થશે લાભ જ લાભ

13 Apr, 2016

 ફેસબુકનાં માલિક માર્ક ઝુકરબર્ગ એક નવી એપને ફેસબુકમાં સ્થાન આપવા જઇ રહ્યા છે. ફેસબુક આગામી થોડા દિવસોમાં પોતાની ચેટિંગ એપ્લિકેશન મેસેન્જરમાં પે પાલ ટાઇપની મોબાઇલ મની ટ્રાન્સફર સર્વિસ શરૂ કરવા જઇ રહ્યુ છે. 

 
આ સર્વિસનો લાભ તમામ લોકો માટે ફ્રી હશે જેનો ઉપયોગ  કરવા માટે બન્ને બાજુથી તમારે ડેબિટ કાર્ડની વિગતો એન્ટર કરવાની રહેશે. હાલમાં અમેરિકામાં આ  સર્વિસનો ઉપયોગ શરૂ થઇ ચૂકયો છે. જો કે હવે અન્ય દેશોમાં આ એપની શરૂઆતની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. આ એપમાં મેસેન્જર થકી થનારા તમામ પેમેન્ટ પાસવર્ડ પ્રોટેકટેડ હશે.
 
ફેસબુક દ્વારા આ એપમાં અન્ય સલામતીનાં પગલાંની પણ વ્યવસ્થા કરેલી હશે એવું ફેસબુકનાં માલિક માર્ક ઝુકરબર્ગે જણાવ્યું છે. આ એપનો સીધો લાભ લેવા માટે વ્યકિતએ પોતાના પ્રોફાઇલમાં પેમેન્ટ વિભાગમાં જઇને પોતાના ડેબિટ કાર્ડની વિગતો ઉમેરવાની રહેશે. ત્યારબાદ કોઇ પણ પ્રકારની ચૂકવણી કરવા માટે અથવા પૈસા ટ્રાન્સફર કરવા માટે માત્ર પે નામનું બટન દબાવવાંનું રહેશે. આ પદ્વતિથી પૈસા મેળવવા માટે સ્ક્રીનના ઉપરના ભાગમાં દર્શાવાયેલું રિકવેસ્ટનું બટન દબાવવાનું રહેશે.