હવે 'વીડિયો'ને પણ બનાવી શકાશે FB પ્રોફાઇલ પીક, ફેસબુકે કર્યા 4 મોટો ફેરફાર

02 Oct, 2015

જેટ ડેસ્કઃ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે પોતાની ડિઝાઇન અને વિકલ્પોમાં કેટલાક ફેરફારો કર્યા છે. ફેસબુક ચાર મોટા ફેરફારો કર્યા છે, જે અંતર્ગત હવે યૂઝર્સ પોતાની ફેસબુક પ્રોફાઇલ પીકમાં વીડિયોને પણ સેટ કરી શકે છે, આ ફેરફારો ખાસ કરીને મોબાઇલ યૂઝર્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે.

1. પ્રોફાઇલ પિક્ચરમાં વીડિયો સેટ કરી શકાશે
ફેસબુક પહેલીવાર યૂઝર્સને આવું શાનદાર ફિચર્સ આપ્યું છે કે જેનાથી યૂઝર્સ એનિમેટેડ ફોટોઝને પણ પ્રોફાઇલ પિક્ચર બનાવી શકે છે. ફોટાની જગ્યાએ યૂઝર્સ 7 સેકન્ડનો નાનો વીડિયો એટેચ કરી શકે છે. જ્યારે કોઇ તમારી પ્રોફાઇલ પર જશે ત્યારે આ વીડિયો લૂપમાં પ્લે થશે. એટલેકે વારંવાર પ્લે થતો રહેશે. આ પહેલાથી રેકોર્ડેડ વીડિયો હોઇ શકે છે અથવા તો ‘ટેક અ ન્યૂ પ્રોફાઇલ વીડિયો’ પર ક્લિક કરીને રેકોર્ડ કરી શકાય છે. ફેસબુકે યૂઝર્સ માટે પ્રોફાઇલને રિડિઝાઇન કરી છે.

2. ટેમ્પરરી પ્રોફાઇલ પીક
 ફેસબુકે ટેમ્પરરી પ્રોફાઇલ પીકનું ઓપ્શન આપ્યું છે. આ નવા ઓપ્શનની મદદથી તમે તમારા પ્રોફાઇલ પિક્ચરને થોડા સમય માટે બદલી શકો છો. એટલે કે આ ઓપ્શનમાં ટાઇમ સેટ કરવાથી તમારી નિશ્ચિત સમય પછી આપોઆપ પહેલા જેવી પ્રોફાઇલ પીકમાં કન્વર્ટ થઇ જશે. ઉદાહરણ તરીકે તમે રજાઓ પર હોય ત્યારે રજાઓના કોઇ ફોટાને ‘મેક ટેમ્પરરી’ પર ક્લિક કરીને થોડાક સમય માટે પ્રોફાઇલ પીક બનાવી શકો છો. 

3. મોબાઇલ પ્રોફાઇલ ડિઝાઇન
 અત્યારે મોબાઇલ પર ફેસબુકનો ઉપયોગ વધ્યો છે જેને ધ્યાનમાં રાખીને ફેસબુકે આ ફેરફાર કર્યો છે. ફેસબુક પ્રોફાઇલ પેજને મોબાઇલ ફ્રેન્ડલી ડિઝાઇન કર્યું છે. આનાથી હવે બધી માહિતી (અબાઉટ ઇન્ફો) વધારે સરળતાથી એડિટ કરી શકાશે અને એકદમ સ્પષ્ટ દેખાશે. અહીં 100 શબ્દોમાં બોયોનો ઓપ્શન પણ એડ કર્યો છે. આ ઉપરાંત પ્રોફાઇલ ફોટો સેન્ટર પહેલા કરતા વધુ મોટો દેખાશે.

4. ફિચર્સ ફોટોઝ
 ફેસબુક હવે તમને તમારા પાંચ મનગમતા ફોટોઝને પ્રોફાઇલમાં ઉપર પ્રદર્શિત કરવાની સુવિધા આપે છે. આ ઓપ્શનનું નામ ‘ફિચર્ડ ફોટોઝ’ છે. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે કોઇ નવી ફ્રેન્ડ્ઝ રિક્વેસ્ટ પર તમને આખા આલ્બમની તપાસ નહીં કરવી પડે અને ફક્ત પાંચ ફોટા જોઇને જ તમે રિક્વેસ્ટ મોકલનારની રૂચિને સમજી શકશો.