Gujarat

વોટ્સએપના નવા વર્ઝનના ફિચર્સ જાણીને તરત જ કરી લેશો ડાઉનલોડ

વોટ્સએપએ પોતાના એન્ડ્રોઇડ યૂઝર્સ માટે નવું વઝર્ન 2.12.250 હમણાં જ લોન્ચ કર્યું. આ વર્ઝનનો મોટામાં મોટો ફાયદો એ છે કે અહીં તમને પાંચ પાંચ નવા ફીચર્સ આપવામાં આવ્યાં છે, આનો સૌથી મોટો ફાયદો એ છે કે નવું વર્ઝન અપડેટ કરવાથી વોટ્સએપની વપરાશ દરમિયાન પહેલાં કરતાં ઓછું ઇન્ટરનેટ વપરાશે જેના કરતાં પહેલાં થોડા સમયમાં જ પૂરો થઇ જતો તમારો ડેટા હવે વધુ દિવસ સુધી બચશે. ચાલો જાણી લઇએ વોટ્સએપનાં નવાં વર્ઝન વિશે થોડીઘણી માહિતી.
માર્ક એઝ અનરીડ
હાલ વોટ્સએપમાં રીડ કરેલા મેસેજમાં બ્લૂ ટીક થઇ જાય છે. મતલબ સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય કે મેસેજ રીડ થઇ ગયો છે જ્યારે નવાં વર્ઝનમાં એક નવી ફસિલિટી અવેલેબલ થઇ છે, જેમાં તમે રીડ કરેલા મેસેજ માર્ક એઝ રીડ કરીને મેસેજ નથી વાંચ્યો તેવું બીજા લોકોને લાગે છે, આમ તમે વાંચેલા મેસેજનો જો જવાબ આપવા ન માગતાં હો તો તેને માર્ક એઝ અનરીડ કરી શકો છે.
કસ્ટમ નોટિફિકેશન્સ
આ ફીચર દ્વારા તમે તમારા ફોનમાં જેટલા નંબર સેવ છે તેટલાં લોકો માટે અલગ અલગ નોટિફિકેશન રિંંગટોન તૈયાર કરી શકો છો, વળી માત્ર રિંંગટોન જ નહીં સાથે સાથે અલગ કલરની લાઇટ અને વાઇબ્રેશન પણ જુદા પ્રકારનું સેટ કરી શકો છો, આમ વ્યક્તિવિશેષ પ્રમાણે તમે રિંંગટોન સેટ કરી શકો છો, આ કારણે ઇચ્છિત વ્યક્તિના આવેલા મેસેજ વિશે તરત જ ખબર પડી જાય છે. આ ફીચર વિશે તો લગભગ દરેક લોકોએ વિચાર્યું જ હશે, બસ તો જોઇ લો વોટ્સએપ એ તમારા વિચારને હકીકતમાં પલટાવી નાખ્યો છે.
અનવોન્ટેડ કોન્ટેક્ટને મ્યુટ કરો
હમણાં સુધી માત્ર તમે ગ્રૂપને મ્યુટ કરી શકતા હતા જ્યારે હવે તમે કોન્ટેક્ટને પણ મ્યુટ કરી શકો છો. અમુક લોકો વધારે પડતા ફોર્વર્ડ મેસેજ કરતા હોય તો તમે તે વ્યક્તિના નંબરને સેટિંંગ્સમાં જઇની મ્યુટ કરી શકો છો, જે કારણે તમને પરેશાનીનો સામનો ન કરવો પડે.
વોટ્સએપ કોલમાં ઓછામાં ઓછો ડેટા વ્યય
હાલ એક વોટ્સએપ કોલ કરવાથી કેટલોય ઇન્ટરનેટ ડેટા વપરાય જાય છે જ્યારે નવા વોટ્સએપ વર્ઝનમાં વોટ્સએપ કોલમાં ઓછામાં ઓછા ડેટા વપરાય છે, જેને કારણે નેટનો બચાવ સરળતાથી થઇ જાય છે.
ન્યૂ ઇમોઝી અને સ્કિનટોન
વોટ્સએપએ પોતાનાં નવાં વર્ઝનમાં નવી ઇમોઝી અને સ્કિનટોનનો પણ સમાવેશ કર્યો છે, જેને કારણે તમે તમારા વોટ્સએપને હવે કાયમ કરતાં વધારે ઇન્ટ્રેસ્ટિંગ બનાવીને નવી ઇમોઝી અને સ્કિનટોન સેટ કરી શકો છો.

Releated News