Gujarat

FB પર સમય વેડફતા યુવાનોને આદર્શ 'દિશા' આપતી બે સુરતી શ્રીમંત મહિલા

ફેસબુક, વોટ્સઅપ અને ટ્વીટર પર પોતાનો કિંમતી સમય વેડફી નાખનારા યુવાધનને શહેરની એક સંસ્થા આદર્શ દિશા ચિંધી રહ્યું છે.દિશા ફાઉન્ડેશન નામની આ સંસ્થાએ શહેરના પીપલોદ તથા વેસુ જેવા પોશી વિસ્તારમાં રખડતાં, મજૂરી કામ કરતા તેમજ અભ્યાસ માટે રૂપિયા નહિં ખર્ચી શકનાર બાળકોને શોધી શિક્ષણ આપવાનું ભગીરથ બીડું ઝડપ્યું છે. રોજ એક કલાક આ સંસ્થા ૧૧૦ જેટલા બાળકોને જ્ઞાન આપવાનું કામ કરે છે.
 
શહેરની બે યુવતીઓ દ્વારા એક વર્ષ અગાઉ અનન્ય ઉદેશ્ય 'ઇચ વન..ટીચ વન..'ના ધ્યેય સાથે શરૂ કરવામાં આવેલી દિશા ફાઉન્ડેશનમાં આજે ૨૫થી વધુ મહિલાઓ અને યુવતીઓ સક્રિય છે. સીટીલાઇટ-પીપલોદ અને વેસુ જેવા પોશ વિસ્તારમાં રહેતી આ ગૃહિણીઓ, નોકરિયાત યુવતીઓ સહિત શિક્ષિકાઓ પોતાના વિસ્તારની આસપાસના વિસ્તારમાં રહેતા રખડતાં, મજુરી કામ કરતા તેમજ અભ્યાસ માટે રૂપિયા નહિં ખર્ચી શકનાર બાળકોને શોધી કાઢી પ્રતિદિન સાંજે એક કલાક નિયમિત રીતે શિક્ષણ આપવાની સાથે સાથે તેઓના પાઠ્યપુસ્તક, સ્કુલબેગ અને નાસ્તા સહિતની સુવિધા પણ પુરી પાડે છે.

સંસ્થામાં સક્રિય મહિલાઓમાં મોટાભાગના ધનાઢ્ય અને શ્રીમંત પરિવારના
 
અનેક પડકારો વચ્ચે છેલ્લા એક વર્ષથી સતત આગળ વધી રહેલી આ સંસ્થા હાલના તબ્બકે ૧૦૦ વિઘાર્થીઓને અક્ષરજ્ઞાન આપી રહી છે. આ સંસ્થામાં સક્રિય મહિલાઓમાં મોટાભાગના ધનાઢ્ય અને શ્રીમંત પરિવારના હોવા છતાં ગરીબ અને મજૂર પરિવારના બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટેની કટિબધ્ધતા જોતાં એક જ વર્ષમાં આ સંસ્થાના સક્રિય કાર્યકર્તાઓની સંખ્યા બે થી વધીને ૧૦૦ પર પહોંચી ગઇ છે. આ બાળકોને અક્ષરજ્ઞાનની સાથે સાથે ડ્રોઇંગ, કરાટે તથા ડાન્સિંગ પણ શીખવવામાં આવે છે.

રખડતાં બાળકોને અક્ષરજ્ઞાન આપવાનું ભગીરથ કામ કર્યું

 શરૂઆતના સમયમાં જ્યારે આ સંસ્થા દ્વારા બે-ત્રણ બાળકોને ભણાવવામાં આવતા ત્યારે રસ્તે જતાં કેટલાક લોકો તેમના પર હસીને જતાં હતા.તેમ છતા સંસ્થાના ફાઉન્ડર શ્રૃતિજૈન તથા ફરહા સંચાવાલાએ પોતાના ધ્યેયને લક્ષમાં રાખીને આ રખડતાં બાળકોને અક્ષરજ્ઞાન આપવાનું ભગીરથ કામ કર્યું હતું.
 
કોઇ બાળકોને ભેટ આપવા કરતા તેમને અક્ષરજ્ઞાન આપવું તે એક મહાન કાર્ય છે. આજે અમારી સંસ્થામાં ૨૫ મહિલાઓ ૧૧૦ જેટલા રખડતાં બાળકોને અક્ષરજ્ઞાન આપી રહ્યા છે. આ ભગીરથ કાર્યમાં અમારી સાથે કેટલીક સ્કુલના ટીચરો પણ જોડાયા છે.
- શ્રૃતિ જૈન ( દિશા ફાઉન્ડેશન સંસ્થા ફાઉન્ડર)
Source By : Ha Ame Gujarati

Releated News