જૂન 2016માં ભારતમાં લોન્ચ થશે આ બાઈક, સ્પીડ 170 કિમી/કલાક

24 Dec, 2015

ભારતને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે બાઈક

 
ઈટાલીની સુપર બાઈક કંપની ડીએસકે-બેનેલ્લી ભારતમાં તેની ફૂલ ફેયર્ડ બાઈક લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. પહેલીવાર કંપનીએ મિલાનમાં 2015 EICMA ઓટો શો દરમિયાન નવી મોટર સાયકલ ટોર્નેડો 302ને લિયોનસીનો અને ટીઆરકે 502 સાથે રજૂ કરી હતી. રિપોર્ટ મુજબ ટીએનટી 302નું ફૂલ ફેયર્ડ વર્ઝન જૂન, 2016માં ભારતીય માર્કેટમાં આવવાની આશા છે. કંપનીએ બાઈકની કિંમત કેટલી હશે તે અંગે જણાવ્યું નથી.
 
ટોર્નેડો 302 બાઈકને ભારતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. કંપનીના જણાવ્યા મુજબ  આ બાઈક 170 કિમી/કલાકની ઝડપે દોડે છે.
 
ઓટો એક્સપોમાં જોવા મળશે ફાઈનલ પ્રોડક્શન વર્ઝન
 
2016 ઓટો એક્સપો દરમિયાન આ બાઈકનું ફાઈનલ પ્રોડક્શન વર્ઝન જોવા મળી શકે છે. ટોર્નેડો 302 ઈનલાઈન ટ્વિન સિલિન્ડર 4 સ્ટ્રોક ડબલ ઓવરહેડ કેમશાફ્ટ 300 સીસી એન્જિન 35.5PS પાવર અને 27Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.
 

Loading...

Loading...