National

રેલવે બજેટમાં કોકાકોલા એક્સપ્રેસ જેવી ટ્રેનોની શક્યતા

રેલવે પ્રધાન સુરેશ પ્રભુના પ્રથમ રેલવે બજેટમાં ટ્રેનોના બ્રાન્ડિંગનો પ્રયાસ કરાય તેવી શક્યતા છે. ટ્રેનો પર જાણીતી બ્રાન્ડની જાહેરાત મુકી વધારાને આવક ઊભી કરવાનો પ્રયાસ કરાય તેવી ધારણા છે. આ ઉપરાંત આખી ટ્રેનોના બ્રાન્ડિંગ સાથે કોકાકોલા એક્સપ્રેસ અને હલદીરામ એક્સપ્રેસ જેવા નામ ટ્રેનોને અપાય તેવી ચર્ચા થઈ રહી છે.

નાણાભીડ હળવી કરવા રેલવેપ્રધાન બજેટમાં 100 કરતાં ઓછી નવી ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરે તેવી શક્યતા છે.  કારણ કે નાણાકીય સમસ્યાને લીધે રેલવેના અનેક પ્રોજેક્ટસ વર્ષોથી અટકી પડ્યા છે. સામાન્ય રીતે રેલવે બજેટમાં 150થી 180 ટ્રેનોની જાહેરાત કરાય છે. ગત રેલવે બજેટમાં 160 નવી ટ્રેનોની ઘોષણા કરવામાં આવી હતી.

આ ઉપરાંત કેટલાક જાણીતા માર્ગો જેમ કે રાજધાની એક્સપ્રેસ જેવા માર્ગો પર રીઝર્વેનશન વગરની જન સાધારણ એક્સપ્રેસ ટ્રેનો શરૂ થવાની પણ શક્યતા છે.

બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી પણ આ રાજ્યને પ્રાધાન્ય અપાત તેવી ગણતરી મૂકાય છે.

Releated News