ચીનનો આ કલાકાર છે જોરદાર, બનાવે છે અવનવા રેકોર્ડ

05 Dec, 2014

ચીનના એક ૪૩ વર્ષના ચીની કલાકાર અદીલી વોકસરે સેંકડો ફૂટની ઊંચાઈ પર હવામાં દરોડા પર ચાલવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ રજૂ કર્યો હતો. ચીનના ઝિજિયાંગ પ્રાંતના નાજિયાશિંગ શહેરમાં વોકસર અને તેમના સાથીએ ૨૬૦ ફૂટની ઊંચાઈએ બે ઈમારતો વચ્ચે બાંધેલ ૩૩૦ ફૂટ લાંબા દોરડા પર ચાલીને લોકોને મંત્રમુગ્ધ કર્યાં હતાં. અદીબી વોકસર 'પ્રિન્સ ઓફ ધી ટાઇટરોપ'ના નામે ઓળખવામાં આવે છે.

આ સ્ટન્ટના વીડિયોમાં વોકસરે લાલ રંગનો ડ્રેસ પહેરી રસ્તાની ઉપર સેંકડો ફૂટની ઊંચાઈએ દોરડા પર ચાલવાનો વિક્રમ સર્જ્યો હતો. કોઈ પણ જાતની સલાતમી વિના અડધું દોરડું પાર કર્યા બાદ સામે છેડેથી તેમના સાથીએ દોરડા પર ચાલવાની શરૃઆત કરી. થોડા અંતરે જઈ વોક્સરનોસાથી દોરડા પર જ સૂઈ ગયો. વોકસર તેના પરથી દોરડા પર આગળ વધ્યો.

આ અદ્ભુત કરિશ્મો જોવા આજુબાજુના રસ્તા પર લોકો આશ્ચર્યચકિત રહી ગયાં હતાં. ૨૦૧૦માં બર્ડ્સ નેસ્ટ સ્ટેડિયમમાં ૬૦ દિવસ સુધી દોરડા પર ચાલ્યા હતા. ત્રણ વર્ષ પહેલાં તેમણે નદીને ૩૩૦ ફૂટ ઊંચાઈએથી ૧,૬૪૦ ફૂટ લાંબો પ્રવાસ પૂરો કર્યો હતો