‘ચલો ગુજરાત...' ગુજરાત ખીલ્‍યું, ગુજરાતીઓ ધબક્‍યા, જ્ઞાન વહ્યું, કલા નીખરી... દુનિયા દંગ બની

05 Aug, 2015

ગુરુપૂર્ણિમાના શુભ દિવસે આખરે બધાની આતુરતાનો અંત આવી જ ગયો. ચાલો ગુજરાતે  જુલાઈ ૧  અને શુક્રવારે બધાને રેરીટન એક્સ્પો સેન્ટર પહોંચાડી જ દીધા. એક્સ્પો હોલમાં પ્રવેશવા આતુર લાંબી લાઈન ધીમે ધીમે આગળ વધીને હોલમાં પ્રવેશી.
      સાઇડકાર વાળું સ્કૂટર, ફિયાટ કાર અને ટ્રક જોઇને બધા ફોટા પડાવવા ઉભા રહી જતાં હતાં. એવી જ રીતે દૂધનું કેન, ચાની કીટલી જોઇને પણ બધા સેલફોનથી ફોટા પાડતા હતાં. કચ્છનું નાનકડું ગામડું જેમાં એ લોકોના ટ્રેડીશનલ ઘર, કુવો અને આંગણામાં ખાટલો ઢાળેલો જોઇને પણ બધા અટકી જતાં હતાં. ત્યાં બેસતા, ફોટા પડાવતા અને કોઈ કોઈ તો વળી છેલ્લે ક્યારે કચ્છ ગયા હતાં એ પણ યાદ કરતાં હતાં. 
      પ્રોગ્રામ શરુ થતા પહેલાં જ આખો હોલ ભરાઈ ગાયો હતો. કવિ તુષાર શુક્લ અને દેવકીની જુગલબંધીએ આખા પ્રોગ્રામ દરમ્યાન આવનાર બીજા પ્રોગ્રામની માહિતી સાથે ઘણી બધી મીઠી વાતો કરી હતી અમેરિકન અને ઇન્ડિયન નેશનલ એન્થમની સેરીમની પત્યાં બાદ શ્રી APJ અબ્દુલ કલામની યાદમાં બધાએ બે મિનીટ મૌન પાળ્યું હતું.   
      ત્યી બાદ આમંત્રિત બધા  ડીગનીટરીસ અને સ્પોન્સર્સને વારાફરતી સ્ટેજ પર બોલાવીને બે શબ્દ બોલવાનું કહ્યું હતું    પછી હંમેશાની જેમ જ ન્યુજર્સીના કોંગ્રેસમેન ફ્રેંક પલ્લોન, હર્ષ બ્રહ્મભટ્ટ, ગુજરાતના BJP ચિફ પુરષોત્તમ રૂપાલા વગેરેનો સમાવેશ થયો હતો. ત્યાર બાદ ત્યારબાદ શ્રી ભુપ્રેન્દ્રભાઈ પંડ્યાએ આશીર્વચન કહ્યા હતાં. અને આખરે સુનીલ નાયકે પ્રેક્ષકોનો આભાર માણ્યો અને પ્રોગ્રામ શરુ થયો. ત્યાર પછી તો સૂર કલ્યાણ પ્રોગ્રામમાં શ્યામલ મુનશી અને સૌમિલ મુનશીને સાંભળવાનો લ્હાવો મળ્યો .  પછી ક્રેઝી કુટુંબ વાળા archn ત્રિવેદી અને એમનો પરિવાર થયો હતો. કસ્તુરબા નાટક શરુ થતાં જ હોલમાં શાંતિ છવાઈ ગઈ હતી. નાટક બધાને ઘણું જ પસંદ આવ્યું હતું.
      ત્યાર બાદ સેલિબ્રેટી ટોકમાં ઉપેન પટેલ અને કરિશ્મા તન્નાને  સાંભળવું પબ્લિકને ગમે એવું  હતું. માટીબાની ગ્રૂપના પરફોર્મન્સ પછી ગાંધીજીના પૌત્ર શ્રી રાજમોહન ગાંધી સાથે કાજલના ઓઝા વૈદે સવાલ જવાબ કર્યા હતાં. અને ત્યાર બાદ ક્રમવાર હિન્દી ફિલ્મી ડાયરો અને રોક ડાયરાએ ધીમે ધીમે બધાને તાનમાં લાવી દીધા હતાં.
      ચાલુ પ્રોગ્રામેં જ  ડીનર માટે  બધાને  લાંબી લાઈનનો સામનો કરવો પડ્યો હતો. ફૂડના સ્ટોલ આગળ પણ ઘણા જ લોકો ટોલે વળેલા નજરે ચઢ્યા હતાં .હોલની ચારેવ બાજુએ અનેક નાના મોટા બૂથ હતાં જેમાં કપડા, દાગીના, રજાઈ,પેન્ટિંગસ, ફૂડ વગેરે હોવાથી આવનાર મહેમાનોને મજા પડી ગઈ હતી    

      

      શનિવાર ઓગસ્ટ ૧ ૨૦૧૫, ચાલો ગુજરાતના ત્રણ દિવસ માંથી બીજો અને અત્યંત બિઝી દિવસ! શનિવારે લગભગ બધાને રજા હોવાથી હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો. સવારે ૧૦.૩૦ના પ્રોગ્રામ શરુ થવાના કારણે વેન્યુની બહાર લાઈન એક કલાક પહેલા જ જોવા મળતી હતી. આજે આખો દિવસ પ્રોગ્રામ માણવો હોય તો સારી જગ્યાએ બેસવા મળે એ હેતુથી સમય પહેલાં જ હોલ ભરાઈ ગયો હતો.
      પ્રોગ્રામની શરૂઆત ભક્તિ સંગીતથી થઇ હતી. આલાપ દેસાઈ, લલીતા ઘોડાદ્રા અને ઓસ્માણ મીરના ગીતોને બધાએ મન ભરીને માણ્યા હતાં. ભક્તિગીતો પછી શ્રી ભૂપેન્દ્ર પંડ્યા અને શ્રી વ્રજરાજકુમારે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈને આશિર્વચન આપ્યાં. શ્રી ભૂપેન્દ્ર પંડ્યાએ આજની જનરેશનને ધર્મ સાથે જોડી રાખવા માટે મા-બાપને થોડી ટીપ્સ પણ  આપીને સમજાવ્યાં હતાં. થોડા થોડા પ્રોગ્રામ વચ્ચે RJ દેવકી એના જોડકણા , ઉખાણા અને અનેક પ્રકારના સવાલ પૂછીને પ્રેક્ષકોને એક ગ્રામ સોનાના સિક્કા ઇનામ રૂપે આપતી રહેતી હતી. ત્યારબાદ લંચ બ્રેક હોવાથી હોલ ખાલી થવા માંડ્યો અને લોકો લંચ પતાવીને બહાર મૂકેલાં પ્રોપ્સ સાથે ફોટા પડાવતાં હતાં. અને દરેક વેન્ડર્સના બૂથની વિઝીટ લેતાં હતાં. પછી ફ્રી પ્રોગ્રામની શરૂઆત ઈન્ડિયાથી પહેલી વાર વિદેશ આવેલા તબલા તાલીમ સંસ્થાના બાળકોએ બેસ્ટ તબલા પરફોર્મન્સ આપીને કરી હતી. જેમાં નાનામાં નાની ૭ વર્ષની દીકરી હતી. ત્યાર બાદ સ્ટેજ પર ડૉ રાજ ભયાની સાથે શ્રી દિગ્વિજય ગાયકવાડે આવીને આજની જનરેશનને પોલિટિક્સમાં ઈન્ટરેસ્ટ લઈને ઇન્વોલ્વ થવા માટે ખાસ જણાવ્યું હતું.  અનીલ ચાવડા, ભાવેશ ભટ્ટ, રઈશ મણિયાર, હર્ષ બ્રહ્મભટ્ટ, તુષાર ભટ્ટ, કૃષ્ણા દવેના કવિ સંમેલનથી ખુશ થઈને પ્રેક્ષકો વન્સમોર બોલ્યાં હતાં. સૂફી સોંગ્સ ગાઈને મિરાન્દે,અક્ષત પરીખ, વરેન્યમ અને કચ્છી આર્ટીસ્ટ મોરલાલાએ ચાલો ગુજરાતના પ્લેટફોર્મ પર ખુબજ સરસ પરફોર્મન્સ કર્યું હતું. બાદમાં ટોક શો હોસ્ટ રજત શર્માની  ઇન્ટરેસ્ટિંગ વાતો ૨૦ મિનીટ સુધી ચાલી હતી. ત્યારબાદ ચિત્રલેખા સર્વેસર્વા વજુભાઈ કોટકના લાઈફ વિશે ૨૦ મીનીટની ફિલ્મ બતાવવામાં આવી હતી અને એમના જ પુસ્તકનું વિમોચન શ્રી પુરષોત્તમ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. એ સમયે ચિત્રલેખા તરફથી મોલિક કોટક, ભરત ઘેલાણી, કેતન મિસ્ત્રી, કાજલ ઓઝા તથા ધૃતિકા સંજીવ હાજર હતાં. ત્યારબાદ કોમેડી ફેક્ટરીના મનન દેસાઈ અને ઓજસ તથા લંડન સ્થિત પ્લેનેટ પાર્લેના  હિલેરીય્સ પરફોર્મન્સ થયા હતાં. પાર્થિવ ગોહિલનું જબરજસ્ત પરફોર્મન્સથી બધા ખુશ થઇ ગયા હતાં. પછી તો અસલ ગુજરાતી ડીનર પીરસવામાં આવ્યું હોવાથી બધા જ જમીને પોતપોતાની સીટ પર ગોઠવાઈ ગયા હતાં. આ વખતે શનિવારની શાન મલ્ટીમીડિયા શો હતો. જેમાં ગુજરાતની ઐતિહાસિક અને માયથોલોજીક્લ વાતોની માહિતી સાથે સ્ટેજ પર બે ન્યુજર્સીના જ ગ્રૂપના આર્ટીસ્ટએ ડાન્સ/ગરબા કર્યા હતાં. ત્યારબાદ માટીબાની ગ્રૂપનું ફ્યુઝન પરફોર્મન્સ થયું. અને છેક છલ્લે સુગમસંગીતમાં તુષાર શુક્લના કોમ્પેરીંગ હેઠળ રિયા શાહ, મિરાન્દે, શ્યામલ-સૌમિલ, પાયલ વખારિયા, ખુશલ ચોકસી અને પાર્થ ઓઝાએ બધાને લગભગ ૨ કલાક બધાને મજા કરાવી હતી.                                                                     

      

      ચાલો ગુજરાત ઇવેન્ટનો ત્રીજો દિવસ ગરબાની રમઝટ સાથે સમાપ્ત થયો. રવિવાર, ઓગસ્ટ ૨ તારીખે સવારે ૧૦:૩૦ શરૂ થયેલાં આ ઇવેન્ટના છેલ્લા દિવસને રાત્રે ૧:૩૦ વાગે સમાપ્ત કર્યો.
      પ્રોગ્રામની શરૂઆત ભક્તિસંગીતથી થઇ હતી. મન પ્રફુલ્લિત કરી દે એવા સુંદર ભક્તિ ગીતોની શરૂઆત શ્યામલ-સૌમિલ-આરતી મુનશી અને આલાપ દેસાઈના સ્વરથી થઇ હતી . બેક ટુ બેક અનેક પ્રોગ્રામમાં અર્ચન ત્રિવેદીનું ક્રેઝી કુટુંબ, મનન દેસાઈ અને ઓજસની કોમેડી ફેક્ટરી બધાને મજા કરાવી ગઈ. સંજય છેલે  ગુજરાતીઓનું બોલીવુડમાં પ્રદાન પર રસપ્રદ વાતો બેક સ્ક્રીન પર વિઝ્યુઅલ અને મ્યુઝિક સાથે કરી હતી. ઓસ્માણ મીર અને પાર્થિવ ગોહિલના ગીતો આમ પણ બધાના ફેવરિટ જ હોય છે. એ બંને સ્ટેજ પર હોય ત્યારે વન્સમોરના અવાજ હંમેશા સંભળાય જ...આજે પણ સંભળાયા જ હતાં. માધવી ભુતા એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે અનેક એવી અજાણ અને રસપ્રદ વાતો કરી હતી. દર્શન ઝરીવાલાનું એકાકી નાટક ‘મને આંખોથી વાત કરતાં આવડે છે’ ઘણું જ સરસ રહ્યું.
      ચાલો ગુજરાતના બીજા દિવસે થયેલાં કવિ સન્મેલનમાં પ્રેક્ષકોને વધારે સમય માટે બધા કવિઓને માણવા હતાં પણ સમયના અભાવને કારણે એ શક્ય બન્યું ન હતું. એટલે ત્યારે અનાઉન્સ કર્યું હતું કે એ ત્રીજા દિવસે ફરી કોન્ફોરન્સ હોલમાં આયોજન રાખવામાં આવશે. અખો હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો આ કવિ સંમેલન સાંભળવા માટે. લગભગ દોઢ કલાક ચાલેલા આ કવિ સંમેલનમાં લંચ લેવાનો સમય જતો કરીને બધા કવિતા સાંભળવા જ બેસી રહ્યાં હતાં. કવિ કૃષ્ણા દવે, રઈશ મણીયાર, અનીલ ચાવડા, ઇલ્યાસ શૈખ, ભાવેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ, તુષાર ભટ્ટ, સંજય છેલ શ્યામલ મુનશીએ સુંદર કવિતાઓ સાંભળવાનો લ્હાવો દોઢ કલાક મળ્યો હતો. જ્યારે બીજી બાજુ સ્ટેજ પર જય વસાવડાએ ‘અત્ર તત્ર સર્વત્ર’ પર શાનદાર વક્તવ્ય આપ્યું. એમની વાક્ચાતુર્યથી લોકો એટલા પ્રભાવિત થયા હતાં કે એમનો સમય સમાપ્ત થતાં એમણે જ્યારે સ્ટેજ પરથી વિદાય લીધી ત્યારે બધાએ એમને  પાછા સ્ટેજ પર આવવા મજબુર કર્યા હતાં. જય વસાવડાએ પાછા આવીને  બધાને  સમજાવવા પડ્યા હતાં કે સમયની અનુકુળતા હશે તો પાછા આવીને એ જરૂરથી બધાની માંગ પૂરી કરશે.
      સાથે સાથે મલ્ટીમીડિયા શો, રાજકોટની જીવદયા સંસ્થાનું પરફોર્મન્સ, ફ્યુઝન મ્યુઝિક, માટીબાનીનું અનોખુ સંગીત પણ મનમોહક રહ્યું.  સુનીલ નાયકે ટીમ ઇન્ડિયા અને ટીમ USAના સભ્ય તથા બીજા અનેક લોકોને સ્ટેજ પર બોલાવ્યાં જે ચલો ગુજરાત ઇવેન્ટને સક્સેસફૂલ બનાવવામાં મદદરૂપ રહ્યા હતાં. છેલ્લે ડીનર પત્યાં પછી ફરીથી સાઈરામે બધાને પેટ પકડીને એમની આગવી શૈલીથી હસાવ્યા હતાં. અને ત્યાર બાદ ફરીથી શ્યામલ-સૌમિલ-આરતી મુનશી, પાયલ અખારીયા, પાર્થ ઓઝા, મિરાન્દે, રિયા શાહે સુગમ સંગીત પ્રસ્તુત કર્યું હતું. ગરબા પહેલાં  પ્લેનેટ પાર્લેનું સ્ટેજ પર પરફોર્મન્સ બધાને ખડખડાટ હસાવ્યા. મંદિરમાં  અને છેલ્લે ગરબાની રમઝટથી આ ત્રણ દિવસના ધમાકેદાર ઇવેન્ટની પુર્ણાહુતી થઇ.