National

લગ્ન પછી અચાનક કેમ વધે છે વજન, જાણો તેનું રસપ્રદ કારણ

 લગ્ન પછી દરેકની જિંદગી બદલાય જાય છે, એ બાબતે કોઈ બેમત નથી. કેટલાક લોકોના તો શરીરના આકાર બદલાય જાય છે એટલે કે તેઓ વધારે જાડા થઈ જાય છે. જાણો કેમ? લગ્ન થતાં જ અચાનક લોકોનું વજન વધી જાય છે. એક સંશોધન પ્રમાણે તેમની લાઈફસ્ટાઈલમાં ફેરફાર થવાને કારણે આવું બનતું હોય છે.

 
નવ યુરોપિયન દેશમાં થયેલાં અધ્યયનમાં સંશોધનકારોને જાણવા મળ્યું છે કે બેચલર કરતાં લગ્ન કરેલાં યુગલોનો આહાર વધારે સારો હોય છે. સારા આહાર સાથે તેમની સ્પોર્ટ્સ એક્ટિવિટી કે ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જાય છે. આ કારણને લીધે તેમનું વજન વધતું રહે છે. સંશોધન પ્રમાણે લગ્ન કરેલા યુગલો ઓર્ગેનિક અને ટ્રેડ ફૂડની ખરીદી વધારે કરે છે. યુનિવર્સિટી ઓફ બેસલમાં હેલ્થ સાઈકોલોજીની આસિસ્ટન્ટ પ્રોફેસર જુટ્ટા માટાના કહેવા પ્રમાણે લાંબા સમયથી સંબંધમાં રહેનાર વ્યક્તિઓ ખાવાપીવામાં વધારે સજાગ થઈ જાય છે. આ કારણે તેઓ પહેલા કરતાં વધારે સ્વસ્થ રહે છે.
 
સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે બેચલર કરતાં લગ્ન કરેલાં યુગલોમાં વધારે બીએમઆઈ હોય છે. જોકે સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે યુગલોના લગ્ન પછી શારીરિક કામ બેચલરની તુલનામાં ઓછું થઈ જાય છે.
Source By : Sandesh

Releated News