Gujarat

ભાવનગરના પાંચ યુવાને સોલારકાર 'પૃથ્વી' બનાવી

ઈલેક્ટ્રીક સોલાર વેહિકલ ચેમ્પિયનશીપ - ૨૦૧૫માં ચસ્તોર યુનિર્વિસટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ૨૩ વિદ્યાર્થીઓ જોડાયા હતા. જેની ટીમ પૃથ્વીએ આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ વિદ્યાર્થીઓ દ્વારા કોઈપણ જાતના ઈંધણ વિના ચાલતી સોલાર કાર રજુ કરવામાં આવી હતી.

આ સ્પર્ધામાં ભાવનગરના પાંચ વિદ્યાર્થીઓ જોડાયા હતા. જેમાં રણજીતસિંહ પરમાર (મોટાસુરકા)એ વાઈસ કેપ્ટનનું પદ સંભાળ્યું હતું. જ્યારે કૌશિક ગોળકિયા (રામધરી) અને વિજય ડોબરિયા (ભાવનગર)એ કારની સસ્પેન્શન સીસ્ટમ સંભાળી હતી. જ્યારે ઈલેક્ટ્રીક્ટ ડિપાર્ટમેન્ટમાંથી ર્હાિદક ભાયાણી (ભાવનગર) અને કિશન મોરડિયા (જમણવાવ)એ ઈલેક્ટ્રીક સિસ્ટમમાં જવાબદારી સંભાળી હતી.

આ સ્પર્ધામાં કુલ ૧૧૩ ટીમોએ ભાગ લીધો હતો. જેમાંથી સ્પર્ધાના પ્રથમ વરચ્યુલ રાઉન્ડના માત્ર ૪૯ ટીમો જ પસંદ કરવામાં આવી હતી. જેમાં ટીમ પૃથ્વીએ કારની સમગ્ર કાલ્પનિક ડિઝાઈન અને સિસ્ટમને પ્રસ્તુત કરીને ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વરચ્યુલ પરિણામ આવતાં જ ટીમને ડાઈનેમિક રાઉન્ડ માટે કામ ચાલુ કરી દીધેલ.

ડાઈનેમિક રાઉન્ડ હરિયાણા રાજ્યના અમ્બાલા ખાતે આવેલી મહારિષિ માર્કેન્ડેશ્વર યુનિર્વિસટીમાં યોજાયેલ હતો. જેમાં ટીમે જબરદસ્ત પર્ફોરમન્સ સાથે પ્રથમ સ્થાન મેળવ્યુ હતુ. સ્પર્ધામાં પ્રથમ દિવસે ટેનીકલ ઈન્સપેકરાન અને બિઝનેસ પ્લાનનું પ્રેઝેન્ટેશન હતું. બીજા દિવસ બ્રેક સિસ્ટમ અને સ્પીડ ટેસ્ટ હતી. જેમાં ટિમ પૃથ્વી એ બીજુ સ્થાન મેળવવું હતું. સ્પર્ધાના ઓટોકોસ રાઉન્ડમાં માત્ર ૩૧.૪ સેકેન્ડમાં પાસ કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત બેટરી વિના માત્ર સોલાર પેનલથી જ ચલાવવાના રાઉન્ડમાં ટીમે ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે છેલ્લા દિવસે ઔક્યુરન્સ રાઉન્ડ હતી. જેમાં જે ટીમ દોઢ કલાકમાં સૌથી વધુ ચાલે તે વિજેતા બને એ રાઉન્ડમાં ટીમ પૃથ્વીની કાર ૪૩ લેપ સૌથી વધુ મારીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આવી રીતે કુલ ૧૦માંથી ૪ એવોર્ડ ટીમ પૃથ્વીએ પોતાને નામે કર્યા હતા. જેમાં ઓલ ઓવર સ્પર્ધા ચેમ્પિયન બેસ્ટ ડિઝાઈન એવોર્ડ, બેસ્ટ ઓટોકોસ એવોર્ડ અને બેસ્ટ એન્ડયુરન્સ સમાવેશ થાય છે. આ ઉપરાંત રોકડ રકમ તરીકે રૃપિયા ૧,૧૫,૦૦૦ પણ મેળવ્યા હતા.

Releated News