ગુજરાતી છોકરીના પ્રેમમાં પડશો, તો આ ફાયદા થશે...

28 Dec, 2015

વિશ્વ હવે નાનું થઇ ગયું છે. અને વિશ્વભરમાં તમામ જગ્યાએ તમને ક્યાંક ને ક્યાંક કોઇને કોઇ ગુજરાતી વ્યક્તિ મળી જ જશે. તો વળી બીજી બાજુ આપણે પણ બહાર અનેક જગ્યાએ ભણવા કે નોકરી કરવા જઇએ છીએ અને ધણીવાર કોઇને કોઇ વ્યક્તિના પ્રેમમાં પડતા હોઇએ છીએ. તો જો તમે પણ કોઇ ગુજરાતી છોકરીના પ્રેમમાં પડ્યા હોવ કે પછી ગુજરાતી છોકરીના પ્રેમમાં પડવા ઇચ્છતા હોવ તો આ આર્ટીકલ છે તમારા માટે. કારણ કે આજે અમે તમને જણાવાના છીએ કે કેમ ગુજરાતી છોકરીઓ હોય છે બેસ્ટ. જો કે આ દ્વારા અમે તેમ બિલકુલ પણ કહેવા નથી માંગતા કે અન્ય રાજ્યની છોકરીઓ કોઇ પણ રીતે ઓછી છે. કારણ કે વ્યક્તિ જન્મજાત તો સરસ જ હોય છે પણ તેના આસપાસના સંજોગો અને તેની પરિસ્થિતિ તેને બદલે છે. તો જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો શું શું ફાયદા છે ગુજરાતી છોકરીના પ્રેમમાં પડવાના...

ઓપન માઇન્ડેડ
ગુજરાતી છોકરીઓ ખુલ્લા વિચારોની હોય છે. અને તેમને તેમના વિચારો અને પોતાનું માન સાચવતા આવડે છે.

મોર્ડન અને સંસ્કારી
ગુજરાતી છોકરીઓની આ ખાસિયત છે તેમને શોર્ટ સ્કર્ટ પહેરીને પાર્ટી કરતા પણ આવડે છે અને ઘેરદાર ચણિયો પહેરીને ગરબા કરતા પણ આવડે છે.

સમજૂ અને સુશીલ
ગુજરાતી છોકરીઓ પ્રેક્ટિલ હોય છે. વળી ગૌરવંતી ગુજરાતની આ દિકરીઓ સમજદાર હોવાથી સાથે સુશીલ પણ હોય છે.

સુંદર
મોટાભાગની ગુજરાતી છોકરીઓ ધઉંવર્ણી હોય છે અતિશય ગૌરી પણ નહીં અને શ્યામ પણ નહીં. વળી તેમનો બાંધો પણ માપનો હોય છે જે તેમની એક નમણાશ અને સુંદરતાને વધારે છે.

ભણતર
મોટાભાગની ગુજરાતી છોકરીઓ સારું ભણતર ધરાવતી હોય છે.

પગભર
ગુજરાતી છોકરીઓ વેપારી પરિવારમાંથી કે પછી નોકરીયાત પરિવારમાંથી આવતી હોય છે અને તેમને પગભર થવાની આવડત જન્મજાત હોય છે. તે વેપાર પણ કરી જાણે છે અને નોકરી સાથે ઘર પણ સાચવી જાણે છે.

સ્ટાઇલીશ
ગુજરાતી છોકરીઓ સ્ટાઇલીશ હોય છે. તેમના શું પહેરવું, કેવી રીતે પહેરવું અને ક્યાં શું પહેરવું તે વાતનું સારું ભાન હોય છે.

ખાય અને ખવડાવે
ગુજરાતી હોવાના કારણે તેમને ખાવા પીવાનો સારો શોખ હોય છે અને ધણી ગુજરાતી છોકરીઓ અનેક જાતના વ્યજંન અને રાંધણકળાનો શોખ હોય છે.

ફરવાનો શોખ
ગુજરાતી મા-બાપ નાનપણથી તેમના બાળકોને હરવા ફરવા લઇ જતા હોય છે અને આ શોખ આ છોકરીઓમાં જન્મ જાત હોય છે.

મહેનતુ
ગુજરાતી છોકરીઓ ભારે મહેનતુ હોય છે તે પછી પોતાનો વેપાર ઊભો કરવાની વાત હોય કે ઘરમાં કામ કરવાની વાત. તેમને ગંદકી નથી ગમતી અને તે બધી રીતે નિપૂર્ણ હોય છે.

સાથ આપનારી
ગુજરાતી છોકરીઓ જીવનના તડકા છાંયડામાં પતિ કે પાટર્નરનો સાથ આપવામાં માને છે.

પાટર્નરને ખુશ રાખતા આવડે
ગુજરાતી છોકરીઓ તેમના જીવનસાથીની સારી મિત્ર બનતા અને તેના પાટર્નરને ખુશ રાખતા આવડે છે.

કુટેવ નહીં
ગુજરાતી છોકરીઓમાં કોઇ ખાસ કુટેવ નથી હોતી.

મળતાવડી
કોઇ પણ ગુજરાતીને ક્યાં પણ નાખો તે પોતાની રીતે હળીભળી જશે. તેમના આ મળતાવડો સ્વભાવ તેમને કોઇ પણ સમુદાય કે સંજોગામાં એડજેસ્ટ કરવામાં મદદરૂપ થાય છે

પૈસાની કિંમત
ગુજરાતી છોકરીઓ ઉડાવ નથી હોતી. તેમને પૈસાની કિંમત ખબર હોય છે. તેમને ઝલસો કરતા પણ આવડે છે અને બચત કરતા પણ.