સિંગાપુરમાં બની રહ્યું છે એવું એરપોર્ટ કે, જ્યાં તમને વારંવાર જવાનું થશે મન

12 Dec, 2014

સિંગાપુરે વિશ્વના શ્રેષ્ઠ એવા ઇંગ્લેન્ડના હિથરો એરપોર્ટથી પણ શ્રેષ્ઠ નવું એરપોર્ટ ર્ટિમનલ બનાવવાનો નિર્ણય લીધો છે. સિંગાપુરના જ્વેલ ચાંગી એરપોર્ટ પર બની રહેલું આ ર્ટિમનલ સંપૂર્ણપણે ગ્લાસ અને સ્ટીલનું બનાવવામાં આવશે. હાલમાં તેનું કન્સ્ટ્રક્શન ચાલુ થઈ ગયું છે. 10 માળના બનવા જઈ રહેલાં આ નવાં ર્ટિમનલની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેની અંદર વિશ્વનો સૌથી મોટો ઇન્ડોર વોટરફોલ અને પાર્ક બનાવવામાં આવશે. વોટરફોલની ઊંચાઈ 130 ફૂટની હશે.

તેની અંદર આવેલા વિશાળ પાર્કમાં સ્થાનિક વૃક્ષો અને છોડ, ચાલવા માટેના રસ્તાઓ જેવી સુવિધાઓ હશે. ચેકઇન અને મુસાફરોના ટ્રાન્સફર માટે સુવિધા રહે તે માટે આ વિશાળ પાર્કનું નિર્માણ કરવાનું આયોજન છે. આ સમગ્ર પ્રોજેક્ટને 'પ્રોજેક્ટ જ્વેલ' નામ આપવામાં આવ્યું છે, જેનાં નિર્માણકાર્યનો ખર્ચ 726 મિલિયન યૂરો અંદાજવામાં આવ્યો છે. આ નવું ર્ટિમનલ પ્રથમ ર્ટિમનલની બાજુમાં જ બનશે. 21મી સદીનું આ અત્યાધુનિક એરપોર્ટ તૈયાર થઈ ગયા બાદ મુસાફરોને સમાવવાની તેની ર્વાષિક કેપેસિટી 1.77 કરોડથી વધીને 2.4 કરોડ થઈ જશે.

વર્ષ 2018માં આ ર્ટિમનલ તૈયાર થઈ જશે, 1.4 મિલિયન સ્ક્વેરફૂટમાં ફેલાયેલાં આ ર્ટિમનલના પાંચ માળ જમીનની અંદર અને પાંચ માળ જમીનની ઉપર છે, અત્યાર સુધીમાં આપણે એરપોર્ટની આસપાસ જે કંઈ ચીજો જોતા હતા તે ચીજો આ ગોળ આકારનાં એરપોર્ટની અંદર સમાવી લેવામાં આવી છે, અત્યાર સુધીમાં કોઈ એરપોર્ટની આવી રચના થઈ શકી નથી. આ એરપોર્ટની અંદર મોટા શોપિંગમોલ સહિત 130 રૂમની એક હોટેલનું પણ નિર્માણ થઈ રહ્યું છે.

એરપોર્ટમાં ફોરેસ્ટ વેલી
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નવાં ર્ટિમનલમાં વિવિધ પ્લાન્ટ્સનું સૌથી મોટું કલેક્શન કરવામાં આવશે, તેનું મુખ્ય આકર્ષણ ફોરેસ્ટ વેલી હશે. પાંચ માળના ગાર્ડનમાં હજારો વૃક્ષો, પ્લાન્ટ્સ, વેલાઓ અને શ્રબ્સ ઉગાડવામાં આવશે. અહીં મુસાફરો એરકન્ડિશન્ડ ફોરેસ્ટ વેલીમાં ફરવાનો આનંદ માણી શકશે. ર્ટિમનલની મધ્યમાં આ પાર્ક અને વોટરફોલ બનાવવામાં આવશે અને અહીં દરરોજ લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કરાશે.