ગુજરાતી ફિલ્‍મ ‘બે યાર' દુબઇમાં રિલીઝ : દુબઇમાં પ્રથમ વખત કોઇ ગુજરાતી મુવી રીલીઝ થઇ

26 Nov, 2014

ગ્‍લોબલ ગુજરાતીઝ ઇન દુબઈ નામ ના એક ગ્રુપ દ્વારા મળેલ માહિતી અનુસાર દુબઈ માં વસતા ગુજરાતીઓ માટે ૨૧ નવેમ્‍બર ૨૦૧૪ એક ઐતિહાસિક દિવસ બની ગયો હતો. ઈમ્‍પલ્‍સ એન્‍ટરટેઇનમેન્‍ટ નામ ની ઇવેન્‍ટ મેનેજમેન્‍ટ કંપની ના માલિક અને એક ગુજરાતી શ્રી જવાહરભાઈ મેહતા સાથે મળીને ગ્‍લોબલ ગુજરાતીઝ ઇન દુબઈ ના સભ્‍યો શ્રી ડો. શૈલેશ ઉપાધ્‍યાય, દુબઈ માં ગુજરાતી પુસ્‍તકાલય ચલાવતા શ્રી ધર્મેશ વ્‍યાસ અને કોમ્‍પ્‍યુટર પ્રોફેશનલ શ્રી કંદર્પ દેવયશ્રી એ ગુજરાત માં ખુબ જ સફળ ગયેલી ગુજરાતી ફિલ્‍મ ‘બે યાર'ને દુબઈ માં રીલીઝ કરવા વિચાર્યું. ‘બે યાર'ના ડાયરેક્‍ટ શ્રી અભિષેક જૈન પાસે થી જરૂરી પેપર વર્ક પૂર્ણ કરીને ગુજરાતી ફિલ્‍મ ને દુબઈ ના સિનેમા માં રજુ કરવા જરૂરી પરવાનગીઓ મેળવવા પ્રયત્‍નો ચાલુ કર્યા. સેન્‍સર બોર્ડ નું એપ્રુવલ જરૂરી હોય અને અરેબિક સબટાઈટલ ની જરૂરિયાત પડતા સ્‍ક્રેબલ ડીજીટલ નામ ની કંપની ના સી.ઓ.ઓ. શ્રી પૃથુ શાહ નો સંપર્ક કર્યો અને એમના થકી જરૂરી એપ્રુવલ મેળવ્‍યું. ફેસબુક અને ઈમેઈલ થકી દુબઈ, શારજાહ, અબુધાબી, અલ એઇન વસતા ગુજરાતીઓ સુધી ‘બે યાર'ના દુબઈ માં સ્‍ક્રીનીંગ માટે ની વાત લોકો સુધી પહોંચાડી અને ૨૧ નવેમ્‍બર અને શુક્રવાર નો દિવસ કે જયારે લગભગ મિત્રો આખા અઠવાડિયા નો આરામ ઓગળતા હોય અને સવારે લેઈટ ઉઠતા હોય ત્‍યારે સવારે ૯ વાગ્‍યે બધા ગુજરાતીઓ ને સિનેમા સુધી ખેંચી લાવવા પ્રેર્યા અને લોકો ના ખુબ જ સરસ સહકાર ને લીધે એક ને બદલે ૩ સ્‍ક્રીન માં ‘બે યાર' રજુ થયું. દુબઈ ના સિનેમા માં હિન્‍દી ફિલ્‍મો માં પણ સીટીઓ ના અવાજ ક્‍યારેક જ સંભાળવા મળે છે, જયારે ‘બે યાર'ના સ્‍ક્રીનીંગ માં જાણે ગુજરાત નો માહોલ સર્જાયો. ૩-૪ વરસ ના બાળકો થી લઈને ૮૫ વર્ષ ના વડીલો એ સાથે બેસી ને ગુજરાતી મુવી માણ્‍યું અને ઘણા ગુજરાતી મિત્રોએ જીવન માં પ્રથમ વખત ગુજરાતી ફિલ્‍મ જોઈ અને ખુબ વખાણી.

    ગ્‍લોબલ ગુજરાતીઝ ઇન દુબઈ દ્વારા દુબઈ - યુ.એ.ઈ. માં રહેતા ગુજરાતી મિત્રો માટે ઉતરાયણ અને બીજા પણ ઘણા ઇવેન્‍ટ નું આયોજન થઇ રહ્યું છે. ફેસબુક પર “Global Gujaratis in Dubai” સર્ચ કરવાથી આ ગુજરાતી ગ્રુપ અને તેમની આવનારી ઇવેન્‍ટ વિશે વધારે માહિતી મેળવી શકાશે.

   ક્‍યા સિનેમા માં મુવી રીલીઝ થયું?

   દુબઈ માં આવેલા અને વિશ્વ ના સૌથી મોટા મોલ એવા ‘દુબઈ મોલ'ના રીલ સિનેમા ના ૩ અલગ અલગ સ્‍ક્રીન પર એક સાથે ‘બે યાર' રીલીઝ થયું.

   કેમ અત્‍યાર સુધી કોઈ ગુજરાતી મુવી નહોતા આવેલા?

   ઘણા કારણો હોય શકે, ગુજરાતી ફિલ્‍મો જોવા વાળો વર્ગ અત્‍યાર સુધી બહુ ઓછો હતો. થોડા સમય થી ગુજરાતી ફિલ્‍મો નવી જનરેશન પસંદ કરે એવી બની રહી છે. ‘બે યાર' પહેલે થી જ લોકો ના મોઢે પહોંચી ગયેલ. અને બીજું કારણ એ કે અહિયા મુવી રીલીઝ કરવા માટે ઘણી લીગલ ફોર્માલીટી છે, જે કદાચ કોઈ ને પૂરી કરવાની મહેનત ના કરવી હોઈ. પણ ‘ગ્‍લોબલ ગુજરાતીઝ ઇન દુબઈ'ના મિત્રોએ જહેમતથી આ શક્‍ય બનાવ્‍યું.

   ફિલ્‍મ જોયા પછી  લોકોના પ્રતિભાવો

   દરેક ઉંમરના વ્‍યકિત એ મુવીને પસંદ કર્યું. ‘ગ્‍લોબલ ગુજરાતીઝ ઇન દુબઇ'ની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપ્‍યા કે જેમને કારણે દુબઇમાં પ્રથમ વખત કોઇ ગુજરાતી મુવી જોવાનું શકય બનેલું.