બધી મોટી બેંકોએ એટીએમના ઉપયોગ પર લગાવ્યા ચાર્જ

10 Nov, 2014

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ફ્રી એટીએમ ટ્રાંજેક્શનને લઇને ગાઇડ લાઇન જાહેર કર્યા બાદ દેશની ઘણી બેંકોએ તેને ભલે તરત જ લાગૂ ન કરી હતી પરંતુ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બાદ હવે એચડીએફસી, એક્સિસ બેંક અને યૂનિયન બેંક જેવી મોટો બેંકોએ લાગૂ કરવાનો નિર્ણય કરી લીધો છે.

હવે 1 ડિસેમ્બરથી એચડીએફસી અને એક્સિસ બેંક એટીએમમાંથી 5 વખત ફ્રી ટ્રાંજેક્શનની સુવિધા આપશે. ત્યારબાદ દરેક ટ્રાંજેક્શન પર 20 રૂપિયા અને ટેક્સ આપવો પડશે.

એટલું જ નહી હવે કસ્ટમર બીજી બેંકના એટીએમમાંથી પણ મહિનામાં ત્રણ વખત ફ્રી ટ્રાંજેક્શન કરી શકશે. આ નિયમ મેટ્રો શહેર દિલ્હી, મુંબઇ, કલકત્તા, ચેન્નઇ, બેંગ્લોર અને હૈદ્વાબાદમાં લાગૂ થશે.

તો બીજી તરફ યૂનિયન બેંક પોતાના ગ્રાહકોને 8 વખત ફ્રી ટ્રાંજેક્શનની સુવિધા આપશે. ત્યારબાદ તે દરેક ટ્રાંજેક્શન પર 15 રૂપિયાનો ચાર્ચ અને ટેક્સ આપવો પડશે. સાથે જ બીજી બેંકોના એટીએમમાંથી ફ્રી ટ્રાંજેક્શનની મર્યાદા મહિનામાં 3 વખત જ રહેશે.

તમને જણાવી દઇએ કે ગત મહિને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ કહ્યું હતું કે 1 નવેમ્બરથી બેંક 6 મેટ્રો શહેરો દિલ્હી, મુંબઇ, કલકત્તા, ચેન્નઇ, હૈદ્વાબાદ અને બેંગ્લોરમાં ખાતાધારકો પાસેથી મહિનામાં 5થી વધુ વખત એટીએમનો ઉપયોગ કરવા પર તેમની પાસે ચાર્જ લઇ શકે છે.

સાથે જ બીજી બેંકના એટીએમમાંથી મહિનામાં 5 વખત મફત ટ્રાંજેક્શનની મર્યાદા ઘટાડીને ત્રણ વખત કરી દેવામાં આવી હતી, પરંતુ સ્ટેટ બેંક, એચડીએફ અને આઇસીઆઇસીઆઇ જેવી બેંકોએ પોતાના ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખતાં આમ ન કરવાની જાહેરાત કરી હતી પરંતુ હવે આ બધી બેંકોએ તેમની લિમિટ નક્કી કરવાનો નિર્ણય લઇ લીધો છે.