ઇલેક્ટ્રિક અને ફ્યૂચર કારોની હશે બોલબાલા

05 Jan, 2016

 લાસ વેગાસમાં 6થી 9 જાન્યુઆરીએ યોજાનારો કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ (CES) માત્ર સ્માર્ટ ગેજેટ્સ અને પ્રોડક્ટ્સને કારણે જ ચર્ચામાં નહીં રહે. પરંતુ આ વર્ષે તેમાં એવી કાર જોવા મળશે જેની આખી દુનિયા રાહ જોઈ રહી છે. આમાં નવી ટેકનોલોજી, લેટેસ્ટ ફિચર વગેરે પણ હશે.

 
* ઑડીની ડ્રાઈવરલેસ કાર
ટેક કંપની ગૂગલથી લઈને ઑટોમોબાઇલ કંપનીઓ ડ્રાઇવરલેસ કાર બનાવવામાં વ્યસ્ત છે. માનવામાં આવે છે કે આવતાં અઠવાડિયે શરૂ થનારા ટેક શૉમાં ઑડી પોતાની સેલ્ફ ડ્રાઇવિંગ કાર રજૂ કરી શકે છે. ઑડીમાં આ સેલ્ફ ડ્રાઇવિંગ ટેકનોલોજી ઓટોમેટિવ ટેક કંપની ડેલ્ફીએ આપી છે.
 
* જનરલ મોટર્સ
જનરલ મોટર્સ પોતાની ઑલ ઇલેક્ટ્રિક્સ શેવરલે બેલ્ટ રજૂ કરશે. ગયા વર્ષે ડેટ્રૉયટ ઑટો શોમાં કંપનીને ઑલ-ઇલેક્ટ્રિક SUV શેવરેલે બોલ્ટ કાર રજૂ કરી હતી. CESમાં કંપની પોતાનું પ્રોડક્શન મૉડલ લઇને આવશે. કારની રેન્જ 200 કિલોમીટર પ્રતિ ચાર્જ હશે. આનું પ્રોડક્શન 2017થી શરૂ થશે, કિંમત 38 હજાર ડૉલર છે.
 
* ફૉક્સવૈગન
કંપની નવી કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક્સ વ્હિકલ રજૂ કરશે, જે પ્રોડક્શન કાર નથી. હાલ તો ફૉક્સવેગને કાર સાથે જોડાયેલી કોઈ માહિતી શેર કરી નથી. ઇન્ટરેનટ પર લીક થયેલી તસવીરોથી જાણવા મળ્યું છે કે કંપની દ્વારા નવી માઇક્રોબસ રજૂ કરવામાં આવશે. તેનું મૉડલ હિસ્ટોરિક સામ્બા બસ પર આધારિત છે. નવી કૉન્સેપ્ટ કારનું મોડેલ બુલી કૉન્સેપ્ટ પર આધારિત હશે,  જેને કંપનીએ 2011માં જિનેવા ઑટો શોમાં રજૂ કર્યુ હતું.
 
* ટોયોટા
તાજેતરમાં જ ટોયોટા કંપનીએ ડિજિટલ મેપ્સ લાવવાની જાહેરાત કરી હતી. CESમાં ડિજિટલ મેપ રજૂ કરવામાં આવશે. ગૂગલની જેમ જ કંપની ડિજિટલ મેપિંગ કારને રસ્તા પર લાવવાને બદલે ટોયોટા GPS અને કેમેરાનો ઉપયોગ ફ્યૂચર પ્રોડક્શન વ્હીકલમાં કરશે.
 
* ફોર્ડ
ફોર્ડ GTમાં ગ્રેટ એરોડાયનમિક્સ જોવા મળશે. આ સુપરકારમાં કેટલાક ખાસ ફિચર જોવા મળી શકે છે. જેમ કે સ્લીક ટૂ - ડોર કૂપે બૉડી શૈલ, જેની બનાવટમાં કાર્બન ફાઈબર અને એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાઈટવેટ છે, તેમાં પાવરફુલ ટ્વિન ટર્બોચાર્જ્ડ ઇકોબૂસ્ટ V6 એન્જિન છે. આટલું એન્જિન 600 હૉર્સપાવર આપવામાં સક્ષમ છે. તેની લાઈટવેટ ડિઝાઈનને કારણે જ કારમાં એરોડાયનામિક્સ એફિશિયંસી છે. આનાથી કારમાં ડ્રેગિંગની સમસ્યાથી રાહત મળે છે. ડાઉનફોર્સ અને સ્ટેબિલિટી સારી થાય છે.
 
* BMW
BMWએ નવી વિઝન કારની જાહેરાત અને ટીઝર રજૂ કર્યું છે. આમાં કારના ઇન્ટિરિયર અને ડ્રાઈવરની સાથે ઇન્ટરફેસ સાફ જોવા મળશે. BMW એ 7-સીરિઝમાં જેશ્ચર કંટ્રોલ ફિચર રજૂ કર્યું છે. હવે પછીની કારમાં કંપની એરટચ ફિચર લઈને આવશે. આમાં ડેશબોર્ડ પર સેન્સર હશે, જેના લીધે કારને 3D કંટ્રોલની સુવિધા મળશે.

Loading...

Loading...