ફેબ્રુઆરીમાં ભાવનગરમાં યોજાશે આર્મીનો ભરતી મેળો

21 Jan, 2015

આર્મી રીફ્રુટમેન્ટ જામનગર દ્વારા સિટી પોલીસ હેડકવાટર્સ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે તા.18-2થી તા.24-2 સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને દિવ વિસ્તારમાં વસતા યુવાનો માટે મીલીટરીના સોલ્જર જી.ડી., સોલ્જર ટેક્નિશિયન, સોલ્જર (નર્સીંગ આસીસ્ટન્ટ), સોલ્જર (કલાર્ક-એસ.કે.ટી.) કેટેગરીની ભરતી કરવા માટે જિલ્લાવાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

વધુમાં સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લા માટે તા.19-2-2015, જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લા માટે તા.19-2, ભાવનગર અને દિવ માટે તા.20-2, અમરેલી, રાજકોટ અને મોરબી જિલ્લા માટે તા.22-2 જુનાગઢ અને પોરબંદર જિલ્લા માટે તા.23-2 તથા બોટાદ અને ગીર સોમનાથ જિલ્લા માટે તા.24-2-2015ના રોજ ભરતી મેળો રાખવામાં આવેલ છે.

આ ભરતી મેળામાં રસ ધરાવનાર સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવ વિસ્તારમાં વસતા યુવકોએ જે તે જિલ્લા મુજબ નક્કી કરેલ તારીખે સવારે 4.30 કલાકે સિટી પોલીસ હેડકવાટર્સ ગ્રાઉન્ડ - રાજકોટ ખાતે પોતાના જરૃરી અભ્યાસના પ્રમાણપત્રો, દાખલા અસલ તથા તેની પ્રમાણિત ઝેરોક્ષ નકલો, ડોમીસાઈલ પ્રમાણપત્ર તેમજ તાજેતરના ફોટોગ્રાફ નંગ-16 તથા અન્ય પ્રમાણપત્રો સાથે જે તે તારીખે અને સમયે હાજર રહેવા જણાવાયું છે.