ફલોરિડાની ખુશીએ જુનિયર વર્લ્ડ ગોલ્ફમાં ત્રીજું સ્થાન મેળવતાં આણંદમાં ખૂશી

03 Aug, 2015

મૂળ આણંદની અને હાલ કેલિફોર્નિયા ખાતે રહેતી 13 વર્ષીય ખુશી પટેલે તાજેતરમાં યુએસએ ખાતે યોજાયેલ ત્રિપલ એ જુનિયર વર્લ્ડ ઓલિમ્પિક ગોલ્ફ ચેમ્પિયનશિપમાં ભાગ લઈને સમગ્ર ચરોતર પંથકનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે.

 કેલિફોર્નિયાના પીએએસયુ ઇન્ડિયા ગોલ્ફ સેન્ટર ખાતે તા. 21થી 24 જુલાઈના રોજ થયા હતા. આ કોમ્પિટિશનમાં 7થી 13 વર્ષનાં બાળકો વચ્ચે 20 દેશોના બાળકોએ ભાગ લીધો હતો. કેલિફોર્નિયાની ખુશી પટેલ ઉં. 13 જે વેલ ઇન્ડિયા હાઈસ્કૂલમાં 8 ગ્રેડમાં અભ્યાસ કરે છે જે ગોલ્ફ સ્પર્ધામાં ત્રીજા નંબરે વિજેતા થયેલ છે.

 ખુશીના પિતા પણ ગોલ્ફ ચેમ્પિયન છે. તેના માતા-પિતા અને પિતા અનુજભાઈ અને વિનિતાબેન ખૂબ જ પ્રોત્સાહન અને સમયનો ભોગ આપી રહ્યા છે. હવે ફ્લોરિડામાં થનારી સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારી કરે છે. આ સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયા, મેક્સિકો, મોંગોલિયા, યુએસએ, ચીન, જાપાન સહિત દેશોના ખેલાડીઓ ભાગ લેશે.