ઈન્ક્રેડિબલ ઈન્ડિયા: પ્રિયંકા- અમિતાભ બનશે બ્રાન્ડ એમ્બેસેડર

21 Jan, 2016

 ઈન્ક્રેડિબલ ઈન્ડિયા કેમ્પેઈનના બ્રાન્ડ એમ્બેસેડર માટે એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને અમિતાભ બચ્ચનના નામને ફાઈનલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, ટૂરિઝમ વિભાગે મિનિસ્ટ્રીને ગુરુવારે જ આ પ્રમાણેની ચિઠ્ઠી મોકલી હતી. 26 જાન્યુઆરી પછી બંનેના નામની જાહેરાત કરવામાં આવશે.

 
ક્યા ચાર નામ સજેસ્ટ કરવામાં આવ્યા હતા
 
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિતાભ, પ્રિયંકા સિવાય દિપીકા પાદુકોણ અને અક્ષય કુમારનું નામ પણ લિસ્ટમાં હતું.
- ગુરુવારે મિનિસ્ટ્રી તરફથી પ્રિયંકા અને અમિતાભના નામની ચિઠ્ઠી મોકલવામાં આવી હતી.
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને એક્ટર ત્રણ વર્ષ સુધી ઈન્ક્રેડિબલ ઈન્ડિયા માટે જાહેરાત કરશે.
- આ કેમ્પેઈન માટે બંને સરકાર પાસેથી કોઈ પેમેન્ટ નહીં લે.
 
અમિતાભ જ કેમ?
 
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કેમ્પેઈન માટે અમિતાભ પહેલી પસંદ હતા.
- અમિતાભ ગુજરાત સરકારના પણ બ્રાન્ડ એમ્બેસેડર છે. તે કેમ્પેઈન પણ ખૂબ સફળ રહ્યું છે. 
- અમિતાભ હંમેશા વિવાદોથી દૂર રહેતા હોવાથી તેમને આ કેમ્પેઈન માટે પસંદ કર્યા હોવાનું મોટુ કારણ માનવામાં આવે છે. 
 
#Intoleranceના નિવેદન પછી હટાવવામાં આવ્યા આમિર
 
- નવેમ્બરેમાં આમિર ખાને કહ્યું હતું કે, દેશનું માહોલ જોઈને એક વાર તો પત્નીએ પુછ્યું હતું કે, શું આપણે દેશ છોડી દેવો જોઈએ? કિરણ બાળકોના ભવિષ્યને લઈને ડરે છે?
- આમિર ખાનના આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર તેનો ખૂબ વિરોધ થયો હતો. 
- ત્યારપછી આમિરને ટૂરિઝમ મિનિસ્ટ્રીના એડ કેમ્પેઈનથી હટાવી દેવામાં આવ્યો હતો.
 
આમિર ખાન 'ઈન્ક્રેડિબલ ઈન્ડિયા'ના નહીં, અતિથિ દેવો ભવના બ્રાન્ડ એમ્બેસેડર હતા
 
- આમિર ખાનને ટૂરિઝમ મિનિસ્ટ્રીની જે એડ કેમ્પેઈનથી હટાવ્યા પછી વિવાદ થયો છે તે ઈન્ક્રેડિબલ ઈન્ડિયા નહીં પરંતુ અતિથિ દેવો ભવ: હતો
- ઈન્ક્રેડિબલ ઈન્ડિયા કેમ્પેઈનને 'ઓ એન્ડ એમ ઈન્ડિયા'એ તૈયાર કર્યો હતો.
- આમિર અતિથિ દેવો ભવ: કેમ્પેઈનના બ્રાન્ડ એમ્બેસેડર હતા. જે વિદેશી ટૂરિસ્ટો સાથે સારા વર્તનને પ્રોત્સાહન માટે શરૂ કરાયો હતો. 
 

Loading...

Loading...