ભારતમાં કરિયાણું વેચશે એમેઝોન?

28 Mar, 2015

ઈ કોમર્સ કંપની એમેઝોન ઇન્ડિયાએ હવે ઓનલાઈન કરિયાણું વેચવાનું શરૂ કરી દીધું છે. આ કંપનીએ ઓનલાઈન વેચાણ માટે કિરાના નાઉ સર્વિસ લોન્ચ કરી છે, જેનાથી તે રોજિંદી જરૂરિયાતવાળી ચીજવસ્તુઓની ફટાફટ ડિલિવરી કરી શકશે. એમેજોનના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમારું એવું લક્ષ્ય છે કે ભારતની પ્રજા કોઈ પણ સમયે અને સ્થાને સસ્તી ચીજવસ્તુઓની ઓનલાઈન ખરીદી કરી શકે. તે ઉપરાંત ભારતના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોનો વિકાસ કરવા માટે અમે હવે અગ્રેસર થઈ રહ્યા છીએ, જેમાં કિરાના નાઉ ર્સિવસ જેવી સર્વિસો અમારું પહેલું પગલું છે. પ્રવક્તાએ એવું કહ્યું કે આ સર્વિસથી ભારતનાં લોકોને કોઈ કરિયાણાની ચીજ ખરીદવા માટે દુકાને જવાની જગ્યાએ એક જ ક્લિકમાં ઘરે બેઠાં ચીજ મળી જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

એમેઝોન આ સર્વિસને પાઇલોટ પ્રોજેક્ટ માની રહી છે. આ સર્વિસ માત્ર મોબાઇલ દ્વારા એવેલેબલ થશે. એમેઝોનનો એવો પ્રયાસ રહેશે કે તે કિરાના નાઉ દ્વારા 2-4 કલાકમાં સામનની ડિલેવરી આપી શકે. એમેઝોન ઉપર બીજા સેલર્સની જેમ વિક્રેતાઓની લીસ્ટ આપવામાં આવશે. એમેરિકામાં એમેઝોન પહેલેથી જ એમેજોન ફ્રેશના નામે આવી સર્વિસ ચલાવી રહી છે.