Gujarat

ખુશ ખબર: બે મહિનામાં ગુજરાતનાં નવ શહેરને જોડતી હવાઈસેવા શરૂ થશે

વ્યાપાર કે ઉદ્યોગ સંબંધીત કામથી રાજ્યના વિવિધ શહેરોમાં મુસાફરી કરતા વ્યાપારીઅોનો સમય બચે અને તેમની મુસાફરી ઝડપી બને તે હેતુથી ગુજરાત સરકારે આગામી બે મહિનામાં રાજ્યના અમદાવાદ સહિત 9 શહેરને જોડતી હવાઈ મુસાફરી આપતી રીજીયોનલ એરસર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે.

નાગરીક ઉડ્ડયન મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે ‘રાજ્યના અગ્રણી ઉદ્યોગકારો તેમજ વ્યાપારીઓ અમદાવાદથી સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ જેવા સ્થળોએ અવારનવાર મુસાફરી કરતા હોય છે. અન્ય લોકો પણ પોતાના ધંધા રોજગાર અર્થે મુસાફરી કરતા હોય છે. આ તમામ લોકો સમયનો બચાવ કરી તેમના વ્યાપાર ક્ષેત્રના કાર્યો ટુંકા સમયમાં પુર્ણ કરી શકે અને કેટલાક આકસ્મિક સંજોગોમાં પણ રાજ્યના દૂર-દૂરના સ્થળે જવા માટેની મુસાફરી વધું ઝડપી બની શકે તે હેતુથી રાજ્ય સરકારે આ એક મહત્વનું પગલું ભર્યું છે.’’

સૌરભ પટેલે જણાવ્યું કે, ‘આંતર રાજ્ય હવાઈ મુસાફરી અમલી બને તે માટે રાજ્યની ગુજરાત સ્ટેટ એવીએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લી. દ્વારા ટેન્ડ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને મેરીટાઈમ એનર્જી હેલી એર સર્વીસીસ (મેહેર) કંપનીની પસંદગી કરવામાં આવી છે. આ રીજીઓનલ એરલાઈનની સેવા પુરી પાડવા માટે 9થી 19 સીટ ધરાવતા ઓછામાં ઓછા બે વિમાનોથી અમદાવાદ, સુરત, જામનગર, ભાવનગર, ભૂજ, કંડલા, કેશોદ, પોરબંદર અને રાજકોટ જેવા નવ શહેરોને સાંકળતી હવાઈ સેવા શરૂ કરાશે. મેહેર કંપનીએ તેમના વિમાનોને રાખવા માટે હાલના તબક્કે સુરત, અમદાવાદની પસંદગી કરી છે.’

Releated News