અમદાવાદઃ ટ્રાફિક નિયમો પાળો અને જાણીતી હોટેલમાં મેળવો 20% ડિસ્કાઉન્ટ

12 Nov, 2014

અત્યાર સુધી ટ્રાફિક નિયમોના ભંગ બદલ મેમો પકડાવતી પોલીસે હવે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા લોકોને હોટેલોમાં 20 ટકા ડિસ્કાઉન્ટ અપાવશે. નવીન લાગતી આ પહેલા શહેરમાં રખિયાલ પોલીસે શરૂ કરી છે.જે લોકો નિયમિત રીતે કાયદાનું પાલન કરે છે તેઓને પોલીસ દ્વારા સન્માન કરીને પ્રોત્સાહીત કરશે. પોલીસ આ લોકોને કુપન આપશે જેની મદદથી શહેરની નક્કી કરેલી ચાર જેટલી હોટેલમાં 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે.
 
પોલીસ દ્વારા અપાયેલી આ ખાસ કુપનની મદદથી લોકોને અજીતમિલ ચાર રસ્તા ખાતે આવેલી હોટલ સીટી પોઈન્ટ, મીજબાની, બાગે શ્રી તેમજ નીલકંઠ હોટેલ ખાતે 20 ડિસ્કાઉન્ટ મળશે. આ કુપન અપાયા બાદ વાહનચાલક દ્વારા નક્કી કરાયેલી તારીક પહેલા તેનો ઉપયોગ કરવાનો રહેશે. હાલ પોલીસ દ્વારા આ યોજના રખિયાલમાં કાર્યરત કરાઈ છે.