અમદાવાદનો અજબ કિસ્સો :જે 20 વર્ષીય મિત્રને સહારો આપ્યો એ જ તેની ૪૬ વર્ષની માને પ્રેમમાં ફસાવી ભગાડી ગયો

29 Jan, 2018

 ઘરમાંથી કાઢી મુકાયેલા મિત્રને મદદ કરવા માટે એક યુવકે ભલમણસાઇ બતાવીને ઘરમાં આશ્રય આપ્યો. જો કે આ યુવકની ભલમણસાઇ તેને જ ખુબ ભારે પડી. ઘરમાં રહેવા આવેલો મિત્ર આશરો આપનારા યુવકની ૪૬ વર્ષીય માતાના પ્રેમમાં પડયો. આમ એક મહિલા ર૦ વર્ષીય પુત્રના ર૦ વર્ષીય મિત્રના પ્રેમ પડી હોવાનો કિસ્સો બહાર આવતા અમદાવાદમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ બન્નેના પ્રેમ પ્રકરણની ખબર પડતા તે મહિલાના પતિએ પુત્રના મિત્રને ઘરમાંથી જતા રહેવાનું કહેતા ૪૬ વર્ષીય મહિલા ર૦ વર્ષીય પ્રેમી સાથે ભાગી પોતાની બહેનના ઘરે ચાલી ગઇ હતી. અંતે પતિએ મહિલા હેલ્પલાઇન ૧૮૧ અભ્યમની મદદ માંગી લગ્નેતર સંબંધ છોડાવી વિરવિખેર થતું ઘર બચાવ્યું હતું.

વેસ્ટ વિસ્તારમાં રહેતો ર૦ વર્ષીય મહેશ(નામ બદલાવેલ છે...) અને ર૦ વર્ષીય નરેશ(નામ બદલાવેલ છે...) બન્ને એકબીજાના પાકા મિત્ર હતા. મહેશના પિતા સાથે ઝઘડો થતા તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મુકયો હતો.
નરેશે પોતાના માતાપિતાની રજા લઇને મહેશને પોતાના ઘરે આશરો આપ્યો હતો. છેલ્લા થોડાક મહિનાથી મહેશ નરેશના ઘરમાં જ રહેતો હતો.
નરેશના પિતા ટ્રાન્સપોર્ટમાં કામ કરતા હોવાથી મોટાભાગે બહારગામ જ રહેતા હતા. નરેશની કોલેજ ચાલુ હતી અને નરેશની માતા ૪૬ વર્ષીય ભાવના(નામ બદલાવેલ છે...) ઘરે એકલી હતી. આ દરમ્યાન મહેશ અને ભાવના એકબીજાના પ્રેમમાં પડયાં. જેની જાણ ભાવનાના પતિ મનોજ(નામ બદલાવેલ છે...)ને થતા તેણે મહેશને ઘરમાંથી જતા રહેવાનું કહયું તો ભાવનાએ જીદે ભરાઇને કહયું જો એને કાઢી મુકશો તો હું પણ નહીં રહું અને ભાવના મહેશ સાથે ભાગીને બહેનના ઘરે ચાલી ગઇ, ત્યારે સાઢુ ભાઇએ મનોજને ફોન કરી રહયું આ બન્ને અહીં આવ્યા છે.
ત્યારબાદ ભાવનાને તેની બહેનને ત્યાંથી લઇ આવી મનોજે મહિલા હેલ્પલાઇન ૧૮૧ની મદદ માંગતા કાઉન્સીલરને ત્યાં પહોંચ્યા હતાં. ત્યારે ભાવનાએ કહયું હતું કે પતિ મારી સાથે મારઝુડ કરે છે અને મને સમજતો નથી. જયારે મહેશ મારા તમામ કામ કરે છે અંતે મનોજે ખાતરી આપી હતી કે ભાવના સાથે મારકૂટ નહીં કરે તેમજ ભાવનાએ મહેશ સાથે સંબંધ ટુંકાવ્યો હતો. જયારે મહેશને પરિવારે સુરત સંબંધીના ઘરે મોકલી દીધો હતો.