આગ્રા અને મથુરામાં દોડશે રેડિઓ ટેક્સીઓ

12 Mar, 2015

ઉત્તર પ્રદેશના તાજમહેલ શહેર આગ્રામાં અને મથુરામાં પણ હવે રેડિઓ ટેક્સી સેવાઓ શરૂ કરવામાં આવી છે. મથુરા જિલ્લાના જતીપુરા ખાતે આવેલા રૂદ્ર કુંડને સમારકામ બાદ ખુલ્લો મુકતી વખતેઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે 10 હાઈટેક રેડિઓ ટેક્સીઓને પણ લોંચ કરી હતી. જીપીએસ સીસ્ટમથી સજ્જ આ ટેક્ષીઓ મથુરા ઉપરાંત તાજ સીટી આગ્રામાં પણ દોડશે.

ટેક્ષીના દરો કેટલાં હશે તે અંગે જાણવા મળ્યા પ્રમાણે મોટે ભાગે સ્થાનિક ધોરણે દર લાગુ પડશે. સામાન્ય રીતે પહેલાં બે કી.મી. સુધી રૂ. 50  અને પછી કી.મી. દીઠ રૂ. 20 જેટલો રહેશે.