નકલી નોટોને અટકાવવા માટે લેવાયો મોટો નિર્ણય, તમને પણ થશે અસર

18 Dec, 2014

આરબીઆઇએ ચલણી નોટોને બજારમાં ફરતી કરવા માટે અનેક પગલાં ભર્યા છે. આરબીઆઇએ વર્ષ 2005 પહેલાની નોટોને ચલણમાંથી હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વર્ષ 2005 પહેલા છપાયેલી ચલણી નોટને વ્યવહારમાંથી બહાર કરાશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2005 પહેલાની 100, 500 અને 1,000 આગામી વર્ષમાં ચલણમાંથી નિકળી જશે. આવી નોટ નવા વર્ષમાં માત્ર કાગળમાં જ ફેરવાઇ જશે. ભારતીય રિઝર્વ બેંકે 1 જાન્યુઆરી 2015થી આવી નોટો સ્વીકારવાની ના પાડી દીધી છે. નકલી નોટો પર રોક લગાવવાના હેતુથી ગત વર્ષે જ કેન્દ્ર સરકારે વર્ષ 2005 પહેલા છપાયેલી નોટો પરત લેવાનું કહ્યું હતું.

સરકારે પહેલા નોટ પરત આપવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2014 રાખી હતી, પરંતુ બાદમાં તેની મુદત વધારીને 1 જાન્યુઆરી, 2015 કરવામાં આવી હતી. જો હવે તમે 1 જાન્યુઆરી સુધી નોટ પરત કરશો નહીં તો તે નોટ નકામી થઈ જશે.

Loading...

Loading...