ગુજરાતના આ ગામની આગળ ફેઇલ છે દેશના ઘણા મોટા શહેર!

19 Nov, 2014

ગુજરાતના અમદાવાદથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલા એક ગામમાં એ તમામ સુવિધાઓ છે, જે આપને લગભગ દેશના મોટા મોટા શહેરોમાં પણ ના મળે. આ ગામમાં સીસીટીવી કેમેરાથી લઇને વોટર પ્યૂરીફાઇંગ પ્લાંટ્સ, એસી સ્કૂલ, વાઇ-ફાઇ અને બાયોમેટ્રિક મશીન જેવી તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ગામની આટલી પ્રગતિનો શ્રેય સરપંચને જાય છે, જેમણે માત્ર આઠ વર્ષમાં જ આ ગામને સ્માર્ટ વિલેજ બનાવી દીધું. આ સપનાને પૂરું કરવામાં 16 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો.
ગામના લોકોને આવી સુવિધા પૂરી પાડવાની જવાબદારી અત્રેના 31 વર્ષીય સરપંચ હિમાંશુ પટેલે ઉઠાવી. હિમાંશુએ ગુજરાત યુનિવર્સિટીથી પોતાનું ગ્રેજ્યુએશન કર્યું હતું અને વર્ષ 2006માં માત્ર તેઓ 23 વર્ષની ઉંમરમાં સરપંચ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. આઠ વર્ષ પહેલા આ ગામમાં વીજળી-પાણીની સમસ્યા હતી અને રસ્તાઓના ઠેકાણા ન્હોતા.
પટેલે જણાવ્યું કે ગામના વિકાસ માટે રૂપિયા ઘણા છે, પરંતુ આ રૂપિયાનો યોગ્ય ઉપયોગ નથી કરવામાં આવી રહ્યો. આવનારા આઠ વર્ષોમાં પટેલે જિલ્લા પ્રસાસનની સાથે મળીને જિલ્લા યોજના પંચ, પછાત ક્ષેત્રીય અનુદાન નિધિ, 12માં નાણા પંચ, સ્વય સહાયતા સમૂહ યોજના જેવી સંસ્થાઓ અને કાર્યક્રમો દ્વારા રૂપિયા એકત્રિત કર્યા, જેને તેમણે ગામના વિકાસ માટે ઉપયોગમાં લીધા.
હાલમાં જ ગાવના વિકાસને જોતા ગ્રામીણ અને શહેરી વિકાસના કેન્દ્રીય મંત્રાલયોની ટીમ 'પુંસારી મોડલ'ને નજીકથી જોવા માટે ગામની મુલાકાત માટે આવી હતી. શિક્ષણના મહત્વને સમજતા ગામના સરપંચ હિમાંશુ પટેલે ગામમાં શાળાના નિર્માણ પર વિશેષ ધ્યાન આપ્યું છે. અત્રે વર્ષ 2006માં 300 બાળકો શાળાએ જતા હતા, જ્યારે અત્યારે આ સંખ્યા બેગણી થઇ ગઇ છે. ગામની શાળામાં માત્ર એસી જ નહીં પરંતુ કમ્પ્યુટર અને પ્રોજેક્ટર્સ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.