૮ મહિનાની રેપ પીડિતા બાળકીની ૩ કલાક ચાલી સર્જરી : બાળકીની ચીખોથી ગુંજીયુ હોસ્પિટલ

31 Jan, 2018

 કામથી લોટેલી માતાએ જયારે પોતાની ૮ મહિનાની બાળકીને જોઇ તો તેના હોંશ ઉડી ગયા. બાળકી ખુનથી લથપથ હતી. દર્દથી કણસતી હતી. માસુમ બાળકીની સાથે બળાત્કાર કેસમાં પિતરાઇ ભાઇની ધરપકડ કરવામાં આવી છે.  મંગળવારે કલાવતી સરન હોસ્પિટલમાં બાળકીની માતા અને પિતા આરોપીને સજા દેવા માટે આજીજી કરતા હતા. દિલ્હી મહિલા આયોગ અને બાળ કલ્યાણની ટીમ પણ હોસ્પિટલ પહોંચી અને બાળકીની હાલત જોઇ હતી. દિલ્હી પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી. મહિલા આયોગે મિટીંગ પણ કરી. આજે આ મામલે આયોગ કોઇ પગલું ઉઠાવશે.

બાળકીના પિતા મજૂરી કરે છે અને માતા ઘરોમાં સફાઇ કામ કરવા જાય છે. માતા રવિવારના રોજ સંબંધીના ભરોસે મૂકી કામ પર ગઇ હતી. બાળકીના પેરેન્ટસની આર્થિક સ્થિતિ જોતા દિલ્હી મહિલા આયોગ એ કોર્ટમાં કામચલાઉ વળતર આપવા માટે એપ્લિકેશન આપી, તેના પર સ્પેશ્યલ પૉક્સો કોર્ટ એ 75000 રૂપિયા વળતર આપી દીધું. આયોગ પેરેન્ટસને 50000 રૂપિયાની પણ મદદ આપશે.

મંગળવારે બાળકીની સ્થિતિ થોડીક સારી હતી. હોસ્પિટલ પહોંચેલા લોકોમાં પણ ઘટનાને લઇ ખૂબ ગુસ્સો દેખાયો. એક સ્ટાફ મેમ્બરે કહ્યું કે તેના તેણે જોયું હતું કે તેના ઘરવાળા કેટલાં પરેશાન હતા. બાળકીનો સતત રડવાનો અવાજ પણ સંભળાયા કરતો હતો. મેમ્બર એ રેપ કરનારને ફાંસીની સજા આપવાની વાત કહી. એક ગાર્ડ એ કહ્યું કે પહેલાં દિવસે તો તે રડયા જ કરતી હતી, હવે શાંત છે.

દિલ્હી મહિલા આયોગના ચીફ સ્વાતિ જય હિંદ એ ફરી કહ્યું કે દુષ્કર્મના દોષિતોને ફાંસી આપવી જોઇએ. સ્વાતિએ કહ્યું કે તેઓ એકદમ શૉકમાં છે. તેમણે કહ્યું કે 8 મહિનાની બાળકીની ત્રણ કલાક સુધી સર્જરી ચાલી. તેના પ્રાઇવેટ પાર્ટમાં ઇજા થઇ છે. બાળકી લાઇફ સપોર્ટ પર છે. સ્વાતિએ કહ્યું કે આ પ્રકારના કેસ માટે આયોગ છેલ્લાં બે વર્ષથી માંગણી કરી રહ્યું છે કે રેપિસ્ટને છ મહિનામાં જ ફાંસી આપી દેવી જોઇએ. પોલીસ સંસાધન વધારે. કેન્દ્ર, વિમેન સેફ્ટીને લઇ તાત્કાલિક હાઇ લેવલ કમિટી બનાવે. તેમાં એલજી, કેન્દ્ર, રાજ્ય સરકાર, દિલ્હી પોલીસ, અને દિલ્હી મહિલા આયોગ સામેલ હોય, પરંતુ ફાંસીની સજા તો શું, હજુ સુધી કમિટી બનાવા માટે પણ કોઇ પગલાં ઉઠાવામાં આવ્યા નથી.

નેતાજી સુભાષ પ્લેસ વિસ્તારની આ ઘટનામાં સ્વાતિએ કહ્યું કે આરોપી 28 વર્ષનો છે, આરોપી પરણેલો છો અને તેને એક દીકરો પણ છે. તેને એક દીકરી પણ હતી, તેનું ડેથ થઇ ચૂક્યું છે.