લગ્ન બાદ આ 7 સમસ્યા દરેક કપલે અનુભવ કરી હશે!

15 Jul, 2015

દરરોજ વિશ્વના કોઇના કોઇ ખૂણે કોઇને કોઇ વ્યક્તિ લગ્નગ્રંથીએ બંધાય છે. અને સાથે જ તે કેટલાક તેના સુખો અને દુખોમાંથી પસાર થાય છે જે આ પહેલા પણ અનેક દંપતીઓ ભોગવી ચૂક્યો છે અને જે તે બાદ પણ અનેક દંપતીઓને ભોગવાના છે. કહેવાય છે ને કે લગ્નનો લાડવો છે જે ખાય તે પસ્તાય અને ન ખાય તે પણ. માટે જ તો લગ્ન બાદ તમામ કપલને ક્યારેકને ક્યારેક આ સાત સમસ્યાઓમાંથી પસાર થવું જ પડે છે. ADVERTISEMENT તો તમે પણ આ લેખ વાંચો અને જાણો નીચેમાંથી કંઇક સમસ્યાઓનો ભાગ તમે પણ બની ચૂક્યા છો. અને કંઇ સમસ્યાઓ હજી તમારી રાહ જોઇને બેઠી છે. તો લગ્નજીવન અને તેની તડકી છાયડીને બતાવતો આ લેખ અને ફોટોસ્લાઇડર વાંચો અહીં...

ઇન લો
આ દુખ મોટાભાગના કપલને હોય છે. કોઇને બન્ને સાઇડથી એટલે કે સાસરી અને પીયર બન્નેથી દુખ હોય છે. તો કોઇ વળી લકી હોય છે કે તેમને કોઇ એક બાજુનું જ દુખ ઝેલવું પડતું હોય છે. પણ તેવા કોઇ ભાગ્યેજ હોય છે જે બન્ને સાઇડથી સુખી હોય.

ફેમીલી પ્લાનિંગ
આ એક તેવા મુદ્દો છે જેમાં કપલ કરતા બીજા બધા જ લોકોને સૌથી વધુ રસ હોય છે. અને ધણીવાર કપલ માટે પણ તે નક્કી કરવું વિકટ પ્રશ્ન બની જતું હોય છે કે ક્યારે બાળક કરવું છે.

નાણાંકીય સમસ્યા
દરેક કપલને ક્યારેકને ક્યારેક નાણાંકીય ભીડનો સામનો કરવો પડે છે. અને ધણીવાર નાણાંકીય તંગી છૂટાછેડા સુધી પણ લઇ જાય છે.

બાળઉછેર
ધણીવાર દરેક વાતમાં એકબીજાને સપોર્ટ કરતા કપલ પણ બાળઉછેર મામલે વિભન્ન મતભેદ ધરાવતા હોય છે. અને તેના કારણે જ કેટલીક વાર બાળઉછેર મામલે કપલ વચ્ચે તીવ્ર મતભેદ સર્જાતો હોય છે.

બેડરૂમની સમસ્યાઓ
લગ્નજીવનમાં સમસ્યોના વાવાઝોડાની શરૂઆત બેડરૂમથી જ થાય છે. અનેક કારણો કે પછી શારિરીક સમસ્યાઓના કારણે જ્યારે બે જણા વચ્ચે અંતર સર્જાય છે ત્યારે આ અંતર ધીરે ધીરે તમામ વસ્તુઓમાં દેખાવા લાગે છે.

સરખામણી
લગ્ન અને હનીમૂન સમય બાદ બસ થોડા જ સમયમાં આપણે આપણા જીવનની અને આપણા જીવનસાથીની સરખામણી કરવા લાગીએ છીએ. ત્યારે દૂરથી ડુંગર રણિયામણાં જેવી સ્થિતિમાં આપણે આપણા જીવનસાથીને આપણા મિત્રના પતિ કે આપણા એક્સ સાથે સરખાવીને જોતે જ દુખ નોતરીએ છીએ.

નીરસતા
જ્યારે કોઇ એક વ્યક્તિને લાંબો સમય એક જ જેવું કામ કરવું પડે છે. જેમ કે પત્નીને ઘરનું કામકાજ અને બાળકોની સાચવણી અને પતિને આર્થિક સદ્ધરતા માટે પ્રયાસ કરતા રહેવું પડે છે ત્યારે એક જ પ્રકારના કામને કરીને લાંબાગાળે એક નીરસતા આવે છે. ત્યારે બન્નેએ વચ્ચે વચ્ચે જવાબદારીઓને એક્સચેન્ઝ કરતા રહેવું જોઇએ.