7 સિક્યુરિટિ ફીચર્સ સાથે આવશે કરન્સી નોટ, નંબર પેટર્ન પણ હશે અલગ

17 Sep, 2015

 નકલી નોટ પર નિયંત્રણ લાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નવી નોટર બહાર પાડવા જઈ રહી છે. તેમાં 1000 અને 500 રૂપિયાની નોટ પણ સામેલ હશે. સૌથી ખાસ વાત એ છે કે, તમામ નવી નોટ હવે નવી નંબર સિસ્ટમ અને 7 નવા સિક્યુરિટિ ફીચર્સ સાથે આવશે. તેના કારણે અસલી અને નકલી નોટની ઓળખ સરળતાથી કરી શકાય છે. ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રા. લિ. અને સિક્યુરિટી ફીચર્સ પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડે રિવાઈઝ્ડ નંબર સિસ્ટમ અને 7 નવા સિક્યુરિટી ફીચર્સવાળા આ નોટોનું છાપકામ વિશે જાણકારી આપી છે. 


સૌથી પહેલા આ નોટ આવશે

નકલી નોટના ચલણ પર નિયંત્રણ લગાવવા માટે સૌથી પહેલ નવા ફીચર્સની સાથે 1000 અને 500ની નોટ આવશે. ત્યાર બાદ અન્ય નોટ પર આ સિક્યુરિટી ફીચર્સનો ઉપયોગ કરવામાં આવશે. આ નોટ આવતા વર્ષે મે સુધીમાં બજારમાં આવી જશે. 

શું હશે નવું

સૂત્રો અનુસાર આ નોટના બન્ને નંબર પેનલના આંકડા હવે ડાબેથી જમણી તરફ ચઢતા ક્રમમાં હશે, જ્યારે પ્રથમ ત્રણ આલ્ફાન્યૂમેરિક કેરેક્ટર્સ (પ્રિફિક્સ)નો આકાર પહેલા જેવો જ હશે. રૂપિયાનો સિમ્બોલ પણ રહશે. બન્ને નંબરિંગ પેનલની અંદર R લખેલ હશે. નોટમાં આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજનની સહીની સાથે છાપકામનું વર્ષ 2015 છપાયેલ હશે. 

Loading...

Loading...