National

3D ટચ ફીચર સાથેનો આઇફોન 6S અને આઇફોન 6S PLUS લોન્ચ, આઈફોન ટીવી પણ બજારમાં

 વિશ્વની નંબર વન સ્માર્ટફોન કંપની એપલે  તેના નવા આઇફોન 6S અને આઇફોન 6S પ્લસ લોન્ચ કર્યા છે. નવા આઇફોનને લોંચ કરવાની ઇવેન્ટનું આયોજન સેન ફ્રાન્સિસકો ખાતે કરવામાં આવ્યું હતું અને ઇવેન્ટ ભારતીય સમયાનુસાર રાત્રે 10.30 વાગ્યે શરૂ થઇ હતી. ઇવેન્ટમાં પહેલા એપલ વોચ, આઇપેડ પ્રો અને એપલ ટીવી લોન્ચ કરાયા. બાદમાં આઇફોન 6S અને આઇફોન 6S પ્લસ લોન્ચ કરવામાં આવ્યા. બન્ને આઇફોનમા મલ્ટીટચ અને 3Dની સુવિધા આપવામાં આવી છે.
 

એપલે લોન્ચ કરેલી પ્રોડક્ટ પર એક નજર
 
આઇફોન 6S અને આઇફોન 6S PLUS લોન્ચ
 
એપલે આઇફોનના નવા હેન્ડસેટ આઇફોન 6S અને 6S પ્લસ લોન્ચ કર્યા છે. લોન્ચિંગ પહેલા તેના નામ પર સસ્પેન્સ રાખવામાં આવ્યું હતું. કેટલાક રિપોર્ટ્સમાં આઇફોન 7 પણ કહેવામાં આવી રહ્યું હતું. આ સ્માર્ટફોન એલ્યુમિનિયમ, કસ્ટમ એપલ એલોય, સિલ્વર, ગોલ્ડ, સ્પેસ ગ્રે અને રોજ ગોલ્ડ કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ રહેશે. તેની ડિસપ્લેમાં નવો બ્રૉન્ડ ગ્લાસ લગાવવામાં આવ્યા છે, જે કંપની અનુસાર Ion-X છે. આ વખતે આઇફોન 3D ટચ સાથે આવશે. 3D ટચ તમને અનેક ફીચર્સ જેમકે સ્ટેટસ અપડેટ, ટેક ફોટો, ચેક ઇન, સર્ચ જેવા અનેક ઓપ્શન કામ કરશે. આ  iOS 9 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.
 
કંપનીએ તેમાં પોતાના A9ની 3rd જનરેશન 64 બિટ ચિપસેટ આપ્યું છે, જે A8ની સરખામણીએ 70 ટકા વધારે ઝડપી છે. સાથે જ 90 ટકા વધારે ઝડપી ગ્રાફિક્સ છે. આઇફોન 6S અને 6S પ્લસમાં કેમેરાને પણ નવો કરવામાં આવ્યો છે. જેમાં 12 મેગા પિક્સલ આઇસાઇટ કેમેરા આપવામાં આવ્યા છે. જે જૂના કેમેરાની સરખામણીએ 50 ટાક વધારે સારી ક્વાલિટી આપશે. આ કેમેરામાં ખાસ ફીચર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તમારા ચહેરાને ઘૂંઘળો નહીં રહેવા દે. સાથે તે 4K વીડિયો રેકોર્ડિંગને પણ સપોર્ટ કરે છે. કંપનીએ દાવો કર્યો છેકે આ DLSR કેમેરા જેવી ક્વાલિટી આપશે. બીજી તરફ તેમાં 5 મેગા પિક્સલ HD ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
 
આ સ્માર્ટફોન 4G (LTE) બેન્ડને સપોર્ટ કરે છે. સાથે જ વાઇફાઇની સૌથી ઝડપી સ્પીડ આપે છે. જેમાં નવી એપ આપવામાં આવી છે, જે યુઝરને iOS પ્લેટફોર્મથી ગુગલ પ્લે સ્ટોર પર જવાની મંજૂરી આપે છે. જોકે, આ ફીચર્સ iOS 9 પર ઉપલબ્ધ હશે. આ બન્ને વેરિએન્ટ 16GB, 64GB અને 128GBની ત્રણ મેમરી વેરિએન્ટમાં આવશે. યુઝર્સ માટે આ સ્માર્ટફોન 25 સપ્ટેમ્બરે ઉપલબ્ધ રહેશે.
 
યુએસ યૂઝર્સ માટે બન્ને વેરિએન્ટની કિંમત 2 વર્ષના કોન્ટ્રાક્ટના આધારે આ પ્રકારે હશે
આઇફોન 6S કિંમત
16GB 199 ડોલર (અંદાજે 13,244 રૂપિયા)
64GB 299 ડોલર (અંદાજે 19,899 રૂપિયા)
128GB 399 ડોલર (અંદાજે 26,555 રૂપિયા)
 
આઇફોન 6S પ્લસ કિંમત
16GB 299 ડોલર (અંદાજે 19,899 રૂપિયા)
64GB 399 ડોલર (અંદાજે 26,555 રૂપિયા)
128GB 499 ડોલર (અંદાજે 33,210 રૂપિયા)
એપલ આઇપેડ પ્રો

એપલે આ ઇવેન્ટમાં નવું આઇપેડ પ્રો પણ લોન્ચ કર્યું. આઇપેડ પ્રોના ફીચર્સ ફિલ શિલરે જણાવ્યા. આ આઇપેડને મોટી સ્ક્રીન સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીનો દાવો છેકે આ iOS પર કામ કરનારી સૌથી પાવરફૂલ ડિવાઇસ છે. સાથે જ તેમાં ફુલ સાઇઝનું કી બોર્ડ રહેશે. આઇપેડ પ્રોમાં 12.9 ઇંચ સ્ક્રીન આપવામાં આવી છે. જે 5.6 મિલિયન પિક્સલ ડિસપ્લે રેઝોલ્યુશન આપશે. જેની રેટિના મેકબુક પ્રોથી વધારે છે. એટલે કે એપલ દ્વારા અત્યારસુધી બનાવવામાં આવેલી કોઇપણ ડિવાઇસની બેસ્ટ ડિસપ્લે ક્વાલિટીવાળી પ્રોડક્ટ છે. કંપનીનો એવો દાવો છેકે આ બાળકોને ઘરે જ રમવા માટે મજબૂર કરી દેશે. આ ડિવાઇસમાં કસ્ટમ ટાઇમિંગ કન્ટ્રોલર આપવામાં આવ્યું છે.
 
તેની હાર્ડવેરની વાત કરીએ તો તેમાં 3rd જનરેશનનું 64 બિટ ચિપસેટ છે. જે બેગણી બેન્ડવિથ  A8X સાથે સ્ટોરેજ પરફોર્મન્સ પણ બે ગણી વધારી દેશે. આમ તેનું પરફોર્મન્સ એક ડેસ્કટોપ પીસી જેવી હશે. ડિવાઇસમાં કંસોલ-ક્લાસ જીપીયુ આપવામાં આવ્યું છે. જેની મદથી યૂઝર્સની ગ્રાફિક્સ પર 22X સ્પીડ મળશે. આ એક પ્રોટેબ અને પીસીથી 80 ગળી વધારે છે. તેની બેટરી 10 કલાક લાંબું બેકઅપ આપશે. આ સાથે તેમાં ચાર સ્પીકર આપ્યા છે. જે તેના ચારેય ખૂણે છે. જેમાં 8 મેગા પિક્સલ આઇસાઇટ કેમેરા છે. તેમજ 4જી કનેક્ટિવિટી સાથે આવશે. જેની સ્પીડ 150 Mbps હશે.
 
આઇપેડ પ્રો 6.9mm પાતળો છે. જ્યારે એર 2 6.1mm પાતળો હતો. આ ડિવાઇસનું વજન 1.57  Lb એટલે લગભગ 712 ગ્રામ છે. આ ડિવાઇસ 32 જીબી અને 128 જીબીની બે વેરિએન્ટ (વાઇ-ફાઇ અને વાઇ-ફાઇ+સિમ)માં આવશે. આઇપેડ પ્રો નવેમ્બરથી યૂઝર્સ માટે ઉપલબ્ધ રહેશે. યૂઝર આ પેડ સથે એપલનું ફિઝીકલ કી બોર્ડ લગાવી શકે છે. આ કી બોર્ડને પણ કંપનીએ ઇવેન્ટમાં લોન્ચ કર્યું.
 
આઇપેડ પ્રોની કિંમત

32GB (વાઇફાઇ) : 799 ડોલર (લગભગ 53,177 રૂપિયા)
128GB (વાઇફાઇ) : 949 ડોલર (લગભગ 63,160 રૂપિયા)
128GB (વાઇફાઇ+સિમ) : 1079 ડોલર (લગભગ 71,812 રૂપિયા)
કી-બોર્ડ: 169 ડોલર (લગભગ 11,247 રૂપિયા)
 
એપલ ટીવી

કંપનીએ ઇવેન્ટ દરમિયાન પોતનું ફ્યૂચર એપલ ટીવી પણ લોન્ચ કર્યું. આ ટીવી એપ થકી કામ કરશે. આ ટચ સરફેસ રિમોટ કંટ્રોલ સાથે આવશે. આ રિમોટ પર ગ્લાસ ટચ સરફેસ થકી યૂઝર મ્યૂટ બટન, ડિસપ્લે બટન, સિરી બટન, પ્લે/પોઝ, વોલ્યૂમ જેવા ફિચર્સ મળશે. આ ટીવીને એપલની બીજી ડિવાઇસ જેમકે આઇફોન, આઇપેડ તેમજ એપલ પેન્સિલ થકી પણ ઓપરેટ કરી શકાશે. આ કોઇ XBOX One અને PS 4ની જેમ કામ કરશે. યૂઝર તેની મદદથી ઓનલાઇન શોપિંગ પણ કરી શકાશે.
 
શું છે એપલ ટીવી

એપલ ટીવી એક પ્રકારની ડિજીટલ મીડિયા પ્લેયર અથવા સેટ ટોપ બોક્સ છે. આ દેખાવે નાનું છે. ઇન્ટરનેટથી કનેક્ટ થતા આ ડિવાઇસ ટીવી સ્ક્રીન પર ઇન્ટરનેટથી વીડિયો સ્ટ્રીમ કરી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો તેની મદદથી ઇન્ટરનેટના લાઇવ ટીવી ચેનલ્સ અને મૂવી વેબસાઇટ્સ જેમ કે નેટફ્લિક્સ અને એચબીઓની ફિલ્મો ઉપરાંત ઓનલાઇનર ટીવી શો અને વીડિયો ટીવી પર જોઇ શકો છો. એપલ ટીવી થકી સ્ટ્રીમ કરવામાં આવેલા કોન્ટેન્ટની ક્વોલિટી ઘણી સારી હોય છે.
એપલ ટીવી યૂઝર્સ માટે ઓક્ટોબરના અંત સુધીમાં ઉપલબ્ધ હશે. આ બે વેરિએન્ટ 32GB અને 65GB મેમરીમાં આવશે. 32GBની કિંમત 149 ડોલર એટલે કે લગભગ 9916 રૂપિયા અને 65GBની કિંમત 199 ડોલર એટલે કો 13,244 રૂપિયા હશે.
 
એપલ વોચ

ઇવેન્ટની શરૂઆત એપલના સીઇઓ ટીમ કૂકે કરી. તેમણે સૌથી પહેલા એપલ વોચને લોન્ચ કરી. આ વખતે વોચને દમદાર બેટરી બેકઅપ સાથે રજૂ કરવામાં આવી છે. કંપનીએ એવો દાવો કર્યો છેકે હવે તેને દરરોજ રાત્રે ચાર્જ કરવાની જરૂર નતી. તેમાથી મેસેજ કરવા અને કોલ કરવા ઘણા જ સહેલા બની ગયા છે. કુકે જણાવ્યું કે એપલ વોચે 97 ટકા લોકોની લાઇફમાં બદલાવ કર્યા છે.
 
એપલ વોચમાં શુ છે ખાસ
- 3rd પાર્ટી કોમ્પલિકેશન
- ટાઇમ ટ્રાવેલ
- 10 હજાર એપલ એપ
ફેસબુક મેસેન્જર
- ગોપ્રો અને ટ્રાંસિટ
 
એપલ વોચના ફીચર્સ

આ વખતની એપલ વોચ ઘણા જ ખાસ ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. તેમાં સૌથી ખાસ 3rd પાર્ટી કોમ્પલિકેશન આપવામાં આવ્યું છે. આ ફીચર્સના કારણે તમે માત્ર એ જ અન્ય નોટિફિકેશન નહીં મળે. એટલે કે માનીલો તમે કોઇ શહેર અંગે સર્ચ કરી રહ્યાં છો તો એ શહેર સંબંધિત જાણકારી જ મળશે. તેના ટાઇમ ટ્રાવેલ ફીચરના કારણે યૂઝરને લેટેસ્ટ ન્યૂઝ અને એરલાઇન ડિપાર્ચરની જાણકારી મળશે. આ સાથે જ તેમાં ટ્રાંઝિટ ડિરેક્શન મેપ્સને એડ કરવામાં આવ્યું છે. યૂઝર્સને એપલ વોચમાં 10 હજાર કરતા વધારે એપ મળશે. એપની મદદથી તેના પર વીડિયો પણ જોઇ શકાશે.
 
ફેસબુક યૂઝર્સ માટે સૌથી સારી વાત એ છેકે આ વખતે વોચમાં ફેસબુક મેસેન્જર આપવામાં આવ્યું છે. તેના માટે આઇ ટ્રાન્સલેટ ફીચર્સ અપાયું છે. વોચમાં ગોપ્રો ફીચર્સની મદદથી યૂઝરને લોકેશન ફાઇન્ડ કરવામાં મદદ મળશે વોચમાં મેડિકલ એરસ્ટ્રિપ એપ આપવામાં આવી છે. તેના માટે ડોક્ટર કેમરૂન પાવેલે જણાવ્યું કે આ કોઇપણ યૂઝરના હેલ્થ માટે ગેમ ચેન્જર સાબિત થશે. આ અંગે એપલ વોચને અનેક કલરફૂલ મોડલ્સ સાથે લેધર બેન્ડમાં પણ લોન્ચ કરવામાં આવી છે.
 
એપલ વોચની કિંમત 349 ડોલર એટલે લગભગ 32,217 રૂપિયાથી 17 હજાર ડોલર એટલે કે 11,30925 રૂપિયા સુધી હશે યૂઝર્સ માટે આ વોચ 16 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે.

Releated News