નવી શોધાયેલી ટોય હેટ તમારું જુઠ્ઠાણું તરત જ પકડી પાડશે

05 Dec, 2014

જાપાનના કેટલાક સંશોધકોએ વ્યક્તિનું જુઠ્ઠાણું પકડી પાડવા માટે 'કોકોરો સ્કેનર' નામનું એક અદ્ભુત ગેજેટ શોધી કાઢયું છે. આ લાઇ ડિટેક્ટર હેટ જેવા સ્કેનરને કપાળે પહેરવાનું રહે છે, જે તેને પહેરનારના હૃદયના ધબકારા માપી તે વ્યક્તિ સાચું બોલે છે કે, જુઠ્ઠું તે પકડી પાડે છે. આ હેટમાં આગળ આવેલી લાઇટ તેનો રંગ બદલી સાચા-જુઠ્ઠાનો જવાબ આપે છે. વ્યક્તિ જો સાચું બોલતી હશે તો ગેજેટ લીલા રંગની લાઇટ બતાવશે પરંતુ જો વ્યક્તિ જુઠ્ઠું બોલતી હશે તો તે પીળા રંગની લાઇટ બતાવશે, જોકે મજાની વાત એ છે કે, ગેજેટને એમ લાગશે કે વ્યક્તિ ચોક્કસપણે જુઠ્ઠું બોલી રહી છે તો તે લાલ રંગની લાઇટ બતાવશે. આ ગેજેટને ટોકિયોસ્થિત ટકારા ટોમી નામની એક રમકડાંની કંપનીએ બનાવ્યું છે. એમ માનવામાં આવે છે કે, આ ગેજેટ પોલિગ્રાફ ટેસ્ટનું સસ્તું વર્ઝન છે. આ ડિવાઇઝની કિંમત ૪૫ યુએસ ડોલર છે અને તેની સાથે ૧૫ પ્રશ્નોની એક પ્રશ્નાવલી પણ આપવામાં આવે છે.

લાઇ ડિટેક્શન ટેસ્ટથી બચાય?

ગત વર્ષે વૈજ્ઞાાનિકોેએ શોધી કાઢયું હતું કે, કેટલીક સક્ષમ વ્યક્તિઓ પોતાનાં મગજની યાદ રાખવાની કેટલીક ક્રિયાઓનું દમન કરી શકે છે અને નિર્દોષ હોવાનો ડોળ કરી આવા લાઇ ડિટેક્શન ટેસ્ટમાંથી પાર ઊતરી શકે છે. પ્રયોગમાં સાબિત થઈ શક્યું કે, મગજની ગતિવિધિઓને કન્ટ્રોલ કરી શકાય છે.