150થી વધુ ચમત્કારી ઉપાય, દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ!

03 Oct, 2015

 ચમત્કારી ઉપાય, દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ!

 
જો તમે જ્યોતિષશાસ્ત્ર ઉપર વિશ્વાસ કરો છો તો અહીં તમારા માટે ખાસ જ્યોતિષિય ઉપાય બતાવ્યા છે. આ ઉપાયોથી તમે તમારી કુંડળીના ગ્રહદોષોની શાંતિ કરી શકો છો અને ખરાબ સમયને દૂર કરી શકો છો. સાથે જ તમારા જીવનમાં દુઃખો ચાલી રહ્યા હોય તેને દૂર કરી શકો છો. આ ઉપાયોને શ્રદ્ધાપૂર્વક કરવાથી ધાર્યું ફળ પ્રાપ્ત કરી શકાય છે.
 
મેષ રાશિના અન્ય ઉપાયોઃ-
 
મેષ રાશિવાળાને જો કોઈ કાર્યમાં અડચણ આવતી હોય કે કોઈ દુઃખ પરેશાન કરી રહ્યા હોય કે ધન સંબંધી કોઈ સમસ્યા હોય તો અહીં આવેલ ઉપાય કરો ચોક્કસ લાભ થશેઃ
 
-પોતાના હાથમાં હંમેશા લાલ રંગનો રૂમાલ રાખો.
-સાંજના સમયે ઘઉં-ગોળ જરૂરિયાતમંદ બાળકોને દાન કરો.
-ડાબા હાથમાં ચાંદીની વિંટી પહેરો.
-ગુરુ, માતા-પિતા અને વડીલોની ક્યારેય બદુઆ ન લો, તેમને હંમેશા ખુશ રાખો.
-ગળી વસ્તુઓન કારબારથી બચવું.
-ઘરમાં લીંમડાનું ઝાડ વાવો.
-રાતના સમયે માથાની પાસે ગ્લાસ પાણી ભરીને રાખો અને સવારે તે પાણીને કુંડામાં નાખી દો.
-ધર્મ-કર્મમાં મન લગાવો.
-બહેન, ફોઈ, પુત્રીને ઉપહાર આપતા રહો.
-રોજ એક ગળી રોટલી ગાયને ખવડાવો.
-હાથી દાંતથી બનેલી વસ્તુ ઘરમાં ન રાખો.
-સદાચારનું પાલન કરો.
-અધાર્મિક કૃત્યથી બચવું.
 
-----
 
વૃષભ રાશિના અન્ય ઉપાયોઃ-
 
સમસ્યાઓ બધાના જીવનમાં નિરંતર ચાલતી રહે છે. કોઈના જીવનમાં ઓછી સમસ્યાઓ હોય છે તો કોઈના જીવનમાં વધુ. જો તમારી રાશિ વૃષભ છે અને તમારા જીવનમાં થોડી વધુ સમસ્યા હોય અને તમે તેને ઓછી કરવા માગતા હોવ તો આ ઉપાય કરોઃ
 
-શનિવારે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવો.
-સરસિયા અને તલના તેલનું દાન કરો.
-મગની દાળ તથા ગાયનું દાન કરો કે ગાયને રોજ ઘાસ ખવડાવો.
-કોઈપણ મંદિરમાં ઘીનો દીવો દરરોજ પ્રગટાવો.
-ચાંદીની વીંટી પહેરો.
-હંમેશા થોડા ચોખા પોતાની પાસે રાખો.
-ઘરમાં મની પ્લાન્ટ લગાવો.
-દરરોજ કોઈ જરૂરિયાતમંદને દાન કરતા રહો.
-બુરાઈઓથી બચો.
-મહિલાઓ પ્રત્યે ખરાબ ભાવનાઓ મન ન લાવો.
-પૂર્ણતઃ ધાર્મિક આચરણ રાખો.
-આ ઉપાય શ્રદ્ધાપૂર્વક નિયમિત કરવાથી ચોક્કસપણે થોડા દિવસોમાં આશ્ચર્યજક પરિણામ પ્રાપ્ત થશે.
 
-----
 
મિથુન રાશિના અન્ય ઉપાયોઃ-
 
મિથુન રાશિન લોકોને જો સમસ્યાઓ ઘેરી રહી હોય તો તેઓ પોતાનો સમય સુધારવા માટે આ ઉપાય કરો.
 
-માંસ મદિરાથી દૂર રહેવું.
-દરરોજ ફટકડીથી દાંત સાફ કરો.
-માતા દૂર્ગાની પૂજા આરાધના કરો.
-દરરોજ માછાલીઓને લોટની ગોળી બનાવી ખવડાવો.
-ડાબા હાથમાં ચાંદીની વિંટી પહેરો.
-માટલીમાં દૂધ ભરીને કોઈ એકાંત જગ્યાએ જમીનમાં દાટી આવો.
-લેધરના બેલ્ટનો ઉપયોગ ન કરો.
-મગ કબૂતરોને ખવડાવો.
-ચોખા અને દૂધ મંદિરોમાં દાન કરો.
-ગરીબોનો ભોજન કરાવો.
-સૂર્યદેવ સંબંધી પૂજા કરો.
-સૂર્યદેને રોજ જળ ચઢાવો.
-સૂર્યનમસ્કાર આસન રોજ કરો.
-દેવગુરુ બૃહસ્પતિની પૂજા કરો.
 
-----
 
કર્ક રાશિના અન્ય ઉપાયોઃ-
 
રાશિવાળા વ્યક્તિઓ માટે કેટલાક જ્યોતિષિય ટોટકા બતાવ્યા છે તેને કરવાથી એશ્વર્યવાન અને ધનવાન તો થશો જ સાથે સુખ અને સમૃદ્ધિ પણ પ્રાપ્ત થશે.
 
-પોતાના પલંગમાં હંમેશા એક તાંબાનો ટુકડો લગાવી દો.
-પોતાની સાથે ચાંદી અને ચોખાને હંમેશા રાખો.
-ચાંદીના વાસણમાં દૂધ પીવો.
-માતા દુર્ગાનો પાઠ તથા પૂજા કરો.
-માતા-પિતાનો ક્યારેય અનાદન ન કરો.
-પૂર્ણતઃ ધાર્મિક આચરણ બનાવી રાખો.
-પરિવારના લોકોને તીર્થ યાત્રા કરાવો.
-પક્ષીઓને અન્ન ખવડાવો.
-ગરીબોની નિઃશુલ્ક મદદ કરો.
-નદીમાં તાંબાને પ્રવાહિત કરો.
-ચોખા, ચાંદી અને દૂધ પોતાની પુત્રી અને બહેનોને આપો.
-શિવજીની પૂજા કરો.
-રોજ મંદિર જાઓ અને દાન કરો.
-કોઈની પણ સાથે અસમાનતાપૂર્ણ વ્યવહાર ન કરો.
 
-----
 
સિંહ રાશિના અન્ય ઉપાયોઃ-
 
-જો કોઈ વ્યક્તિ સિંહ રાશિનો છે અને તેને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો અહીં કેટલાક ઉપાય આપવામાં આવ્યા છે. તેને અપનાવીને સમસ્યાઓનો ચોક્કસપણે નિરાકરણ લાવી શકે છે.
-આ રાશિના લોકોને ચોખા, ચાંદી તથા દૂધનું દાન કરવું જોઈએ.
-ક્યારેય પણ કોઈ વસ્તુ મફતમાં કે વગર કારણે ન લો.
-દરરોજ માતા તથા દાદીના ચરણને સ્પર્શ કરો.
-કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને સમયે-સમયે ભોજન કરાવો.
-માંસ, મદિરાનું સેવન ન કરો.
-સત્ય બોલો તથા પોતાના દ્વારા કરવામાં આવેલ વચનોનું પાલન કરો.
-જો તમારો કોઈ સાળો, જમાઈ કે ભાણેજ હોય તો તેને કોઈ ઉપહાર આપો.
-વાંદરાઓને ચણા-ગોળ ખવડવો.
-દરરોજ સૂર્યને જળ ચઢાવો.
-દરરોજ ગળી વસ્તુ ખાઈ ઘરેથી નિકળો.
-ગાય તથા કૂતરાને રોટલી ખવડાવો.
-કોઈ બ્રાહ્ણને પીળા વસ્ત્ર દાન કરો.
-કોઈ મંદિરમાં ગુપ્ત દાન કરો.
-હનુમાન ચાલીસાનો પાઠ કરો.
 
-----
 
કન્યા રાશિઃ-
 
જ્યોતિષ પ્રમાણે કન્યા રાશિનો સ્વામી બુધ બતાવ્યો છે અને તેને દ્વિસ્વભાવ રાશિ પણ માનવામાં આવે છે. આ રાશિના લોકની પરેશાનીઓને દૂર કરવા માટે આ પ્રમાણે ઉપાય કરો.
 
-પોતાની માતા, બહેન, પુત્રી અને અન્ય સ્ત્રીઓને સદૈવ સન્માન કરો.
-શનિવાર અને શનિદેવની વિશેષ પૂજા કરો.
-શનિનું દાન કરો.
-પૂર્ણતઃ ધાર્મિક આચરણ રાખો.
-દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો.
-પોતાની પાસે લીલા રંગનો રૂમાલ રાખો.
-માંસ-મદિરાથી દૂર રહેવું.
-એક માટલી ઢાકણી સહિત નદીમાં પ્રવાહિત કરી દો.
-શનિ સંબંધી વસ્તુ ઉપહાર કે દાનમાં સ્વીકાર ન કરો.
-કાળા ઘોડાની નાળની વિંટી બનાવી જમણા હાથની મધ્યમા આંગળીમાં ધારણ કરો.
-મંગળવારે વ્રત રાખો.
-દરરોજ મંદિર જાઓ અને બ્રાહ્મણને ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિને ધન વગેરે દાન કરો.
-પીપળાના ઝાડ ઉપર રોજ જળ ચઢાવો અને 7 પરિક્રમા કરો.
 
-----
 
તુલા રાશિના જ્યોતિષિય ઉપાયોઃ-
 
-જો તુલા રાશિના લોકો પોતોના જીવનને વધુ સુખમય અને સમૃદ્ધશાળી બનવવા માગતા હોય તો આ પ્રમાણે જ્યોતિષિય ઉપાય કરો.
-ગાય તથા અન્ય પશુ-પક્ષિઓને ભોજન કરાવો.
-સાસરીપક્ષથી આપવામાં આવેલ ચાંદીનો સિક્કો પોતાની પાસે રાખો.
-ગાયને ઘાસ ખવડાવો અને ગોમૂત્રનું પાન કરો.
-સરસિયાનું દાન કરો.
-માખણ, બટાકા અને દહીંનું દાન કરો.
-પૂર્ણતઃ ધાર્મિક આચરણ કરો.
-માતા-પિતા તથા અન્ય લોકોની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરો.
-સ્ત્રીઓને હંમેશા સન્માનની નજરે જુઓ.
-ધ્યાન રાખવું કે પરિવારની કોઈ સ્ત્રી ઉઘાડા પગે ન ચાલે.
-દરરોજ મંદિર જાઓ.
-બ્રાહ્મણ તથા જરૂરિયાત લોકોને ભોજન કરાવો.
-નદીમાં ફૂલ અને તાંબાના સિક્કા પ્રવાહિત કરો.
-માંસ-મદિરાનો ત્યાગ કરો.
-ઘરના પશ્ચિમ દિવાલ અન્ય દિવાલોથી કાચી રાખો.
-તવો, ચીપીયો, આડણી-વેલણ બ્રાહ્મણને દાન કરો.
 
-----
 
વૃશ્ચિક રાશિના જ્યોતિષિય ઉપાયોઃ-
 
-આજને આપણા જીવનમાં જેટલી સુવિધાઓ વધેલી છે, એટલી વદુ પરેશાનીઓ વધી ગઈ છે. આ પરેશાનીઓને લીધે માનસિક તણાવ થાય છે અને આ તણાવને લીધે આપણે ભૌતિક સુખ-સુવિધાઓનો લાભ નથી મેળવી શકતા. જો તમારી રાશિ વૃશ્ચિક હોય તો આ પરેશાનીઓથી છુટકારો મેળવવા નીચે પ્રમાણે ઉપાય કરો.
 
પીપળાના ઝાડને રોજ જળ ચઢાવો અને પીપળાની સાત પરિક્રમા કરો.
-દરરોજ સૂતા પહેલા હનુમાન ચાલીસાના પાઠ કરો.
-પરિવારના કોઈપણ સદસ્ય કે અન્ય કોઈ વ્યક્તિને કોઈ દુઃખ ન પહોંચાડો.
-લાલ રંગના રૂમાલ સદૈવ પોતાની પાસે રાખો.
-દરરોજ સવારે મધનું સેવન કરો.
-મંગળવારે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવો.
-દરરોજ મંદિર જાઓ અને બ્રાહ્મણને કે કોઈ ગરીબને જરૂરિયાતમંદને દાન કરો.
-અઠવાડિયામાં એકવાર લાલ ગુલાબ, મધ, સિંદૂર અને મસૂરની દાળને નદીમાં પ્રવાહિત કરો.
-શનિવારે શનિનું દાન કરો.
-ઘરમાં દૂધ બળવા ન દો.
-માંસ-મદિરાનો ત્યાગ કરો.
-પૂર્ણતઃ ધાર્મિક આચરણ કરો.
 
-----
 
ધન રાશિના જ્યોતિષિય ઉપાયોઃ-
 
-જો તમારી ધન રાશિ હોય તો પોતાના જીવની સમસ્યાઓને દૂર કરવા માટે આ પ્રમાણે ઉપાય કરો.
-43 દિવસો સુધી દરરોજ એક તાંબાના સિક્કાને નદીમાં પ્રવાહિત કરો. ચમત્કારી પરિણામ મળશે.
-પીળા રૂમાલને સદૈવ પોતાની પાસે રાખો.
-દરરોજ પીપળાના ઝાડને જળ ચઢાવો અને સાત પરિક્રમા કરો.
-ઘરમાં પીળા રંગના ફૂલનો છોડ વાવો.
-દરરોજ શિવ મંદિર જાઓ અને બ્રાહ્ણણ કે અન્ય કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિને ધનનું દાન કરો.
-ગુરુવારનું વ્રત કરો.
-માંસ મદિરાનો ત્યાગ કરો.
-પૂર્ણતઃ ધાર્મિક આચરણ કરો.
-દહીં, ઘી, બટાકા અને કર્પૂરનું દાન કરો.
-માતા-પિતા અને અય કોઈ વ્યક્તિનો નિરાદર ન કરો.
 
-----
 
મકર રાશિના ઉપાયોઃ-
 
-મકર રાશિવાળાને કેટલાક ઉપાય કરવાથી તરત જ તેમના જીવન સાથે જોડાયેલી પરેશાનીઓ ઓછી થઈ શકે છે. ધન, પ્રેમ અને ખુશહાલી પ્રાપ્ત કરવા માટે આ જ્યોતિષિય ઉપાય કરો.
-વાંદરાઓને ચણા કે અન્ય વસ્તુઓ ખાવા આપો.
-ભીની માટીથી તિલક કરો.
-દૂધમાં ખાંડ મેળવીને વડને ચઢાવો.
-દરરોજ પીપળાના ઝાડને જળ ચઢાવો અને પરિક્રમા કરો.
-બ્રહ્મ મૂહુર્તમાં સૂર્યને જળ ચઢાવો.
-પૂર્ણતઃ ધાર્મિક આચરણ રાખો.
-સ્ત્રીઓનું સન્માન કરો.
-ઘરના કોઈ રૂમમાં અંધારું ન રાખો.
-કૂવામાં દૂધ નાખો.
-બ્રાહ્મણ કે અન્ય જરૂરિયાતવાળા વ્યક્તિને ભોજન કરાવો અથવા દાન કરો.
-નદીમાં દારુ પ્રવાહિત કરો.
-માંસ-મદિરાનો ત્યાગ કરો.
-કાળા, વાદળી અને ફિરોજી રંગના કપડા ન પહેરો.
-દરરોજ કેસરનું તિલક કરો.
-માટલીમાં મધ ભરીને કોઈ વિરાન જગ્યાએ જમીનમાં ગાડી આવો.
-દરરોજ શિવમંદિરમાં શિવ આરાધના કરો.
-હનુમાન ચાલીસાનો પાઠ કરો.
-ઘરેથી નિકળતા પહેલા કોઈ ગળી વસ્તુ ખાઈ લો.
 
-----
 
કુંભ રાશિના જ્યોતિષિય ઉપાયોઃ-
 
કુંભ રાશિવાળા માટે શનિની પ્રસન્નતા ખૂબ જરૂરી છે કારણ કે શનિ આ રાશિનો સ્વામી છે. શનિની કૃપાથી જ બધા બગડેલા કાર્ય સારા થઈ જાય છે અને જીવનમાં સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે.
 
-મંગળવાર અને શનિવારે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવો.
-દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો.
-દરરોજ શનિદવેને તેલ ચઢાવો.
-હંમેશા પોતાની સાથે ચાંદીનો 1 નાનો સિક્કો રાખો.
-ઘરની છત ઉપર કોઈ જૂનો સામનો ન રાખો.
-ઘરના અંતિમ ખંડમાં બારી ન લગાવો. ત્યાં બારી હોય તો પડદો રાખી દો.
-પૂર્ણતઃ ધાર્મિક આચરણ કરો.
-સ્ત્રીઓને સન્માન આપો.
-પરિવારના સદસ્યોને ખુશ રાખો.
-રોટલી ઉપર સરસિયાનું તેલ લગાવી ગાયને ખવડાવો.
-દરરોજ ઘરેથી નિકળતા પહેલા કેસરનું તિલક કરો.
-દરરોજ શિવ મંદિરમાં જાઓ અને શિવલિંગ ઉપર જળ ચઢાવો.
-બ્રાહ્ણણ અને જરૂરિયાતમંદ લોકોને દાન આપો.
 
-----
 
મીન રાશિના જ્યોતિષિય ઉપાયોઃ- 
 
-મીન રાશિવાળા માટે કેટલાક એવા ઉપાય છે જેને ધન સંબંધી સમસ્યાઓ તો દૂર થાય જ છે. સાથે જ જીવનમાં સુખ અને સમૃદ્ધિ પણ આવે છે.
-દરરોજ પીપળાના ઝાડની પૂજા કરો, જળ ચઢાવો અને સાત પરિક્રમા કરો.
-મંદિરમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણની પત્નીને વસ્ત્રદાન કરો.
-ગરીબ અને જરૂરિયાતમંદને દાન કરો.
-દેવ ગુરુ બૃહસ્પતિની વસ્તુઓ દાન કરો.
-દરરોજ પક્ષીઓને દાણા નાંખો.
-ગાયને ઘાસ ખવડાવો.
-સોનાના સિક્કાને પીળા વસ્ત્રમાં લપેટીને સદૈવ પોતાની પાસે રાખો.
-દરરોજ તુલસીના પત્તાનું સેવન કરો.
-પૂર્ણતઃ ધાર્મિક આચરણ રાખો અને બુરાઈઓથી બચો.
-સ્ત્રીઓનું અપમાન ન કરો.
-દરરોજ શિવ મંદિરમાં જાઓ અને શિવલિંગ ઉપર જળ, પુષ્પ, અક્ષત વગેરે ચઢાવો.
-રોજ કેસરનું તિલક કરો.
-ઘરેથી નિકળતા પહેલા ગળી વસ્તુ ખાઈને નિકળો.
-હનુમાન ચાલીસાનો પાઠ કરો.
 

Loading...

Loading...