Gujarat

દરેક માતા-પિતા પોતાના બાળકોથી આ 15 જૂઠ્ઠાણાં બોલે છે.

એક તરફ દરેક મા-બાપ તેમના બાળકોને સાચું બોલવાન, છૂપાવવું ના જોઇએ તેવી સલાહો આપતા રહેતા હોય છે. પણ જ્યારે પોતાની વાત આવે ત્યારે જુઠ્ઠુ બોલવાનો મોકો તે બિલકુલ પણ છોડતા નથી. જોકે માતા-પિતા પોતાના આ જુઠ્ઠાણાને સફેદ જૂઠ સાબિત કરવા માટે હંમેશા એક ઇમોશનલ લાઇન જોડતા હોય છે કે આમ કરીને અમે તમારુ ભલું કરી છીએ! જો કે ધણીવાર બાળકોની ભલાઇ માટે મા-બાપ દ્વારા બોલાયેલા આ જુઠ્ઠાણું ખૂબ જ રસપ્રદ હોય છે. અને કેટલીક વાર બિલકુલ સેન્સલેસ અને અજીબો ગરીબ...ત્યારે મા-બાપ દ્વારા બોલવામાં આવતા આવા જ કેટલાક જુઠ્ઠાણા અમે તમને જણાવાના છીએ. ADVERTISEMENT આમાંથી કેટલાક જુઠ્ઠાણા તમે તમારા નાનપણમાં તમારા મા-બાપના મોઢેથી જરૂરથી સાંભળ્યા હશો. તો વળી કેટલાક જુઠ્ઠાણા તેવા પણ હશે જે તમે તમારા બાળકો આગળ બોલતા હશો. તો જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો કેવા કેવા જુઠ્ઠાણા દરેક મા-બાપ તેમના બાળકો આગળ બોલતા હોય છે...

ચા પીશે તો કાળો થઇ જશે
બાળકો ચાના બદલે દૂધ વધુ જેવી હેલ્થી વસ્તુ પીવે તે માટે મા બાપ ધણીવાર કહેતા હોય છે કે બહુ ચા ના પી કાળો થઇ જશે!.

ઇજેક્શન
ઇજેક્શન લગાવાની વાત આવે એટલે દરેક મા-બાપ કહેતા હોય છે. કીડી કળડે તેટલું જ દુખશે બેટા. તેને ખબર પણ નહીં પડે અને ઇજેક્શન લાગી જશે!.

બસ હમણાં આવી જશે
જ્યારે કોઇ પ્રવાસે કે કોઇ દૂરની જગ્યાએ જવાનું હોય ત્યારે બાળકો વારંવાર પૂછતા હોય છે મમ્મી હજી કેટલી વાર અને તેમનો જવાબ પણ પેટન્ટ હોય છે બસ હમણાં આવી જશે.

ડરવા માટે
સામાન્ય રીતે કોઇ વસ્તુથી ડરવા માટે મોટેભાગે માતા-પિતા બાવા, પોલિસનો સહારો લેતા હોય છે જેમ કે સૂઇ જા નહીં તો બાવો આઇ જશે!

ફળના બીજ
તમે પણ આ નાનપણમાં કોઇને કોઇના મોઢે સાંભળ્યું જ હશે કે ફળનો બી ખાઇ જોવ તો તે ફળનું ઝાડ તમારા પેટમાં ઊગી જશે.

ગેમ્સ, રમકડાં
જો તમારા મા-બાપને તે ગેમ્સ કે રમકડાં તમારી માટે ના જ લેવા હોય તો તે કહી દેશે તે તમારા કરતાં મોટા બાળકોની ગેમ છે. કે પછી તે તો સાવ નાનકડા છોકરા રમે...બેટા હવે તો તું મોટો થઇ ગયો.

ચીંગમ
ચીંગમ ના ખવાય પેટમાં ચોટી જાય. ચીંગમ ના ગળી જવાય તે માટે આ વાત પણ મા-બાપ દ્વારા બોલવામાં આવતી હોય છે.

વિડિયો ગેમ
વળી ધણા મા-બાપ છોકરાઓને આમ કહીને પણ ડરાવતા હોય છે કે બહુ વીડિયો ગેમ સામે બેઠા રહીશને તો તું ઠીંગણો જ રહશે.

પાર્કમાં ના લઇ જવાનું બહાનું
બેટા આજે પાર્કમાં નહીં જઇએ કાલે વાત. પણ તે કાલ બાળકોને જીવનમાં એટલી જલ્દી આવતી નથી.

દારૂ
જ્યારે મોટાને દારૂ પીતા જોઇને કોઇ બાળક પૂછે કે આ શું છે તો તે કહે છે બેટા હું બિમાર છું ને માટે આ કડવી દવા પીવું છું!

સારી આદતો
કેટલીક વાર સારી આદતો નાખવા માટે પણ માતા-પિતા બાળકોને આમ કહેતા હોય છે જેમકે રાતના દૂધ પીને બાળકો મોઢું સાફ કરવા મામલે મા-બાપ બાળકોને ડરાવે છે મોઢું બરાબર ધોઇને સૂજે નહીં તો બિલાડી આવીને તારું મોઢું ચાટી જશે.

રાતના
રાતના બાળક જલ્દી સૂઇ જવા માટે કેટલાક મા-બાપ ધણીવાર આમ પણ કહેતા હોય છે કે જલ્દી સૂઇ જા નહીં તો સપનામાં ભૂત આવી જશે.

કાર્ટૂન
રાતના કાર્ટૂન બંધ કરાવવા માટે...રાતના બધા કાર્ટૂન વાળા સૂઇ જાય તું પણ સૂઇ જા..

દૂધ
દૂધ નહીં પીવે તો તારા બધા દાંત પડી જશે. એમ કહી કહીને તમે પણ અનેક વાર દૂધનો ગ્લાસ પૂરો કર્યો હશે.

મા-બાપનો પ્રેમ
જો કે ખરેખરમાં આ તમામ જુઠ્ઠાણાં પાછળ ખરેખરમાં ક્યાંકને ક્યાંક મા-બાપનો પ્રેમ છૂપાયેલો હોય છે વળી મા-બાપ ઇચ્છે છે કે તેમના બાળકો કદી તેમનાથી કંઇ પણ છૂપાવે નહીં માટે જ તે હંમેશા તેમને તેમની આગળ સાચું બોલવાનું કહેતા હોય છે.

Releated News