લગ્ન કાયદાનો મુસદ્દો તૈયાર: છૂટાછેડા પછી સ્થાવર મિલકતમાં પત્નીને ભાગ

16 Nov, 2014

કેન્દ્ર સરકાર લગ્ન સંબંધિત કાયદામાં પરિવર્તન કરવાની તૈયારી કરી લીધી છે. સૂચિત કાયદા હેઠળ છૂટાછેડાની સ્થિતિમાં પતિની સ્થાવર મિલકતમાંથી મહિલા-બાળકોને પણ ભાગ મળશે. તેની રકમ વિશે કોર્ટ નિર્ણય કરશે. કેન્દ્રીય કાયદા મંત્રાલયે લગ્ન સુધારા કાયદા બિલ પર કેબિનેટે નોંધ તૈયાર કરી છે. આ મુસદ્દા અંગે મંત્રાલયો પાસે અભિપ્રાય માગવામાં આવ્યો છે. ફીડબેક મળ્યા પછી નવા કાયદાપ્રધાન ડી.વી. સદાનંદ ગોવડા આ મુસદ્દાને અંતિમ મંજૂરી માટે કેબિનેટમાં લઇ જશે.

ડ્રાફ્ટ બિલ મુજબ છૂડાછેડાના પડતર મામલાઓમાં ઝડપ લાવવા માટે કોર્ટોના અધિકાર પણ વધારી દેવામાં આવ્યા છે. તલાક માટે કોર્ટ પહોંચેલા પતિ કે પત્નીએ મહત્તમ ત્રણ વર્ષમાં અન્ય એક જોઇન્ટ એપ્લિકેશન આપવી પડશે. તેના પર બંને પક્ષોની સહમતી (છૂટાછેડા માટે) હોવી જોઇએ. એવું નહીં થાય તો કોર્ટ પોતે ચુકાદો સંભળાવી શકે છે પરંતુ જો જોઇન્ટ એપ્લિકેશન દાખલ કરી દેવામાં આવે છે તો પતિ-પત્ની માટે છ થી 18 મહિનાનો વેઇટિંગ પિરિયડ કાયમ રહેશે.

યુપીએ સરકાર ચાર વર્ષ સુધી બિલ પસાર કરાવવા માટે સંઘર્ષ કરતી રહી. રાજ્યસભામાં 2010માં પહેલી વાર આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. સુધારાઓ માટે ચાર વાર બિલ તત્કાલીન કેબિનેટમાં ગયું હતું. અંતે ઓગસ્ટ 2013માં સંસદના ઉપલા ગૃહમાં આ બિલ પાસ થયું પરંતુ લોકસભામાં અટકી ગયું હતું. 15મી લોકસભાનું વિસર્જન થતા જ ખરડો રદ થઇ ગયો. હાલનો મુસદ્દો પણ અગાઉના બિલના આધારે જ બન્યો છે. મંત્રાલયોની સલાહ બાદ તેમાં કેટલાક ફેરફાર થઈ શકે છે. આ પ્રસ્તાવ દ્વારા હિન્દુ મેરેજ એક્ટ 1955 અને સ્પેશિયલ મેરેજ એક્ટ 1954માં સુધારા કરાશે. તેમાં પહેલીવાર લગ્ન બચાવવાની તમામ સંભાવનાઓ પૂરી થઈ ગયા બાદ છૂડાછેડાના વિકલ્પને પણ સામેલ કરાયો છે.

Loading...

Loading...