વોટ્સ-એપની ઈમેજ-વિડિયો ગેલેરીમાં ન દેખાય એ રીતે છુપાવતા શીખવું હોય તો કરો ક્લિક

17 Jul, 2015

તમારા વોટ્સ અપ પર દરરોજ ઘણા વિડિયો અને ઈમેજ આવતાં હોય છે. અમુક પર્સનલ વિડિયો અને ઈમેજને આપણો સ્માર્ટફોન કોઈના હાથમાં આવી જશે તેવા ભયને કારણે આપણે ડીલીટ કરી નાંખતા હોઈએ છીએ. પરંતુ હવે ડરવાની જરૂર નથી. વોટ્સએપના વિડિયો અને ઈમેજને તમારા ફોનની ગેલેરીમાં દેખાતા બંધ કરી શકો છો.

તમે કોઈ મનમોહક ઈમેજને ક્લિક કરીને તમારા વોટ્સ અપનું બ્રેકગ્રાઉન્ડ કે ડીપી બનાવવા માગતા હોય તો તમારે ઘણી વાર એવું બને છે કે ઇમેજને ક્રોપ કરવી જરૂરી બને છે, ત્યારે તમને મૂંઝવણ થતી હશે. વાત તમારી વોટ્સ-એપ ઈમેજ અને વિડિયોને પ્રાઈવેટ રાખવાની હોય કે પ્રોફાઈલ પિક્ચરને ક્રોપ કર્યા વિના અપલોડ કરવાની હોય, આ બન્ને હવે શક્ય બનશે. આ માટે તમારે ગુગલ પ્લે સ્ટોરમાંથી ES ફાઈલ એકપ્લોરરને ડાઉનલોડ કરીને તમે તમારા વોટ્સ-એપ વિડિયો અને ઈમેજને છુપાવી શકો છો, આટલું જ નહીં તમારી મનપસંદ તસવીરને ક્રોપ કર્યા વિના ‘સ્ક્વેયર ડ્રોઈડ એપ’ની મદદથી ડીપી તરીકે અપલોડ કરી શકો છો.

Loading...

Loading...