Gujarat

માંગરોળના મોટી પારડી ભરણ ગામે માઈગ્રેટ, દેસકી પક્ષીઓનું આગમન

મોસાલી શિયાળાની ઋતુનો પ્રારંભ થતાં જ માંગરોળ તાલુકાના મોટી પારડી અને ભરણ ગામે આવેલા તળાવોમાં માઈગ્રેટ અને દેશી વિવિધ જાતોના પક્ષીઓનું આ સ્થળોએ શિયાળુ વેકેશન પસાર કરવા માટે આગમન થઈ રહ્યું છે. ભરણ ગામનું તળાવ અંદાજે એક હજાર વીંઘાના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે. આ તળાવોમાં આવતા પક્ષીઓની પ્રજાતિની વિવિધતા સૌથી વધુ જોવા મળી રહી છે.

ખાસ કરીને ચેતવા, લુહાર, પિયાસણા, ભગવી, નાનુ મુરધાબી, ગયણો, સિંગપુર તથા સ્થાનિકમાં ગીરજાબતક, નકતા, ટીલીયાવાળી બતકનો સમાવેશ થાય છે. ઘણી વાર આ વિસ્તારમાં સાપમાર, ઉજરીપટાઈ, પાનપટાઈ, ઈન્ડિયન સ્પોર્ટેડ જેવા શિકારી પક્ષીઓ પણ નજરે પડે છે. સાથે જ દક્ષિણ ગુજરાતમં ભાગ્યે જ પડતા વગડાઉ બદામી રણ ગોધલો, ટીટોડી જેવા પક્ષીઓ આ તળાવોની આસપાસ જોવા મળે છે.

સમગ્ર ગુજરાતમાં જળમરઘાની સૌથી વધુ સંખ્યા દક્ષિણ ગુજરાતના માંગરોળ, હાંસોટ અને અંકલેશ્વર તાલુકામાં છે. અને આ જળમરઘા ચોમાસાની મોસમમાં વધુ જોવા મળે છે. ચમચો, પીળીચાંચ, ઢોક, ફાટીચાંચ ઢોક, સફેદ અને કાળી કાકળસાર, કબુતબગલો, નદી બગલો વગેરે આ વિસ્તારમાં કાયમ નજરે પડે છે. મોટી પારડીના તળાવમાં ભોરિયા, ભગડતું સીસોટીયા બતક, નીલજળ મરઘો, કાળી અને સફેદ જળમાજર વગેરે કાયમ માટે જોવા મળે છે.

Releated News