National

આ 9 Tricksથી વૉટ્સએપ પર કરી શકાય છે ઘણુ બધુ, જાણો કેવી રીતે

 વૉટ્સએપનો યૂઝ દરેક યૂઝર્સ કરે છે પણ વૉટ્સએપની કેટલીક એવી ટ્રિક્સ છે જે યૂઝર્સને ખબર નથી હોતી. વૉટ્સએપમાં ચેટિંગ, કોલિંગ ઉપરાંત તમે ઘણું બધી કરી શકો છો. કેટલીક ટ્રિક્સની મદદથી તમે તમારા દોસ્તોની પર્સનલ ચેટ પણ વાંચી શકો છો અને દોસ્તનું ડીપી બદલી શકો છો.

 

અમે તમને બતાવી રહ્યા છીએ એવી 9 ટ્રિક્સ વિશે જેનાથી તમે દોસ્તોનું ડીપી બદલવાથી લઇને વગર નંબરે વૉટ્સએપ ચલાવવું, લાસ્ટ સીન યથાવત યથાવત રાખવો, પીડીએફ મોકલવા સહિતનું કામ કરી શકો છો. 
 
નંબર વગર વૉટ્સએપ ચલાવવું
 

 

તમે નંબર આપ્યા વગર જ વૉટ્સએપ ચલાવવા માંગતા હોય તો પણ વૉટ્સએપ પર આ કામ કરી શકો છો. આ માટેની એક ટ્રિક છે જ્યારે તમે વૉટ્સએપ ડાઉનલોડ કરો ત્યારે વેરિફિકેશન મેસેજ આવે છે, આ મેસેજ આવે તે પહેલા તમારો ફોન ફ્લાઇટ મોડમાં કરી દો. આમ કરવાની સાથે જ વૉટ્સએપ તમને બીજો વિકલ્પ આપશે, આમાં 'verify through message'નો ઓપ્શન સિલેક્ટ કરો અને અહીં તમારી ઇ-મેઇલ આઇડી નાંખો. પછી સેન્ડ પર ક્લિક કરીને સેન્ડિંગ મેસેજને પણ કેન્સલ કરી દો. આમ કરવાથી તમને વૉટ્સએપ પર તમારો મોબાઇલ નંબર નહીં નાંખવો પડે.
 
લાસ્ટ સીન બદલ્યા વિના મેસેજ વાંચો
 
જો તમારે તમારો લાસ્ટ સીન બદલ્યા વિના જ મેસેજ વાંચવો હોય તે તેમા માટે એક સરળ ટ્રિક્સ છે. આવું કરવા માટે તમારે નેટ ઓફ કરીને વૉટ્સઅપ ખોલીને મેસેજ વાંચો, અને તેને રિપ્લાય પણ કરી દો. આમ કરવાથી તમારો લાસ્ટ સીન નહી બદલાય.
 
પીડીએફ ફાઇલ સેન્ડ કરવી 
 
જો તમારે વૉટ્સએપથી પીડીએફ કે બીજી હેવી ફાઇલને વૉટ્સઅપથી સેન્ડ કરવી હોય તો તે પણ કરી શકો છો. તેના માટે તમારે વૉટ્સઅપ ટૂલ્સ ડાઉનલોડ કરવુ પડશે. આની મદદથી તમે વૉટ્સએપમાંથી 1 જીબી સુધીની ફાઇલ શેર કરી શકો છો. 
 
સેન્ડિંગ મેસેજ પહોંચ્યાનો અને વાંચ્યાનો ટાઇમ 
 
તમે મોકલેલો મેસેજ સામેવાળાને ક્યારે પહોંચ્યો અને ક્યારે વાંચ્યો તે જોવું હોય તો તે પણ તમે જોઇ શકો છો. આ માટે એક સરળ ટ્રીક્સ છે. જે મેસેજ સેન્ડ કર્યો હોય તેને સિલેક્ટ કરો. પછી ડિલીટ ઓપ્શનની બાજુમાં ઇન્ફો બટનનું સિમ્બોલ હશે તેને ઓકે કરો. ત્યાં તમને સેન્ડ મેસેજની ઇન્ફો મળશે. મેસેજ ક્યારે પહોંચ્યો અને ક્યારે વંચાયો તેની પણ માહિતી મળશે.
 
કોણે બ્લોક કર્યા તે જાણી શકાય છે
 
જો તમને શક હોય કે કોઇએ તમને બ્લોક કરી દીધા છે. તો તે ચેક કરવાની એક ટ્રિક્સ છે. તે કૉન્ટેક્ટને કોઇએક ગ્રુપમાં એડ કરો, જો તેને તમને બ્લોક કરી દીધા હશે તો એડ નહીં થાય અને ફોટામાં જ છે તેવો જ મેસેજ તમને દેખાશે.
 
ઓનલાઇન હિસ્ટ્રી મેસેજ
 
વૉટ્સએપ તમે કોઇ ખાસ વ્યક્તિને ઓનલાઇન આવવાની રાહ જોતા હોય તો તે પણ કરી શકો છે. કોઇ ખાસ વ્યક્તિ ઓનલાઇન આવે એટલે તરતજ તમને મેસેજ મળી જશે. આ માટે તમારે WhatsApp online history નામની એપને ડાઉનલોડ કરવી પડશે. પછી તે વ્યક્તિ ઓનલાઇન થશે એટલે તમને મેસેજ મળી જશે.
 
ડિલીટ મેસેજ રિક્વર
 
જો તમે ડિલીટ થયેલા મેસેજને રિકવર કરવા માગતા હોય તે તે પણ કરી શકો છો. આ માટે તમારે ફોનના ડેટાબેઝ ફોલ્ડરમાં જવું પડશે. આ માટે SD Card > WhatsApp > Databases। અહીં તમને 'msgstore-2014-01-04.1.db.crypt અને msgstore.db.crypt નામની કેટલીક ફાઇલ્સ મળશે. બીજી એક ફાઇલને backup-msgstore.db.crypt નામથી રિનેઇમ કરો. હવે આ મેસેજ વાળી ફાઇલને ચેન્જ કરવી પડશે. આ ફાઇલનું નામ msgstore.db.crypt કરી દો. ત્યારપછી Setting > Applications > manage applications > WhatsApp પર જઇને અહીં ક્લિયર ડેટાબેઝ ઓપ્શન પર ક્લિક કરો. આખો ડેટા ડિલીટ થઇ જશે. હવે છેલ્લે વૉટ્સઅપ ખોલો અને ડેટા રિક્વર કરશો ત્યારે ડિલીટ કરેલા મેસેજ પાછા મળી જશે. 
 
 

Releated News