આ છે 5 બેસ્ટ ફિચરવાળા ક્રેડિટ કાર્ડ, તમારી પાસે આમાંના કોઇ છે કે નહીં

12 Sep, 2015

  ક્રેડિટ કાર્ડ આપણી રોજબરોજની ઝિંદગીનો એક મહત્વનો હિસ્સો બની ગયું છે. ઘરથી બહાર નિકળતાની સાથે જ તેની જરૂર પડવા લાગે છે. પછી ગાડીમાં પેટ્રોલ નંખાવાનું હોય, શોપિંગ કરવાનું હોય, રેસ્ટોરન્ટમાં જમવાનું હોય, કે ઓનલાઇન ખરીદી કરવાની હોય, તો ક્રેડિટ કાર્ડની જરૂરીયાત પડે છે. ક્રેડિટ કાર્ડની વધતી ઉપયોગીતાના કારણે જ હાલના સમયમાં ક્રેડિટ કાર્ડ ધારકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ બધા વચ્ચે એક સવાલ એવો ઉભો થવો સ્વાભાવિક છે કે આપ જે ક્રેડિટ કાર્ડ યૂઝ કરી રહ્યા છો કે લેવા જઇ રહ્યા છો તે આપની જરૂરીયાત પુરી કરી રહ્યું છે કે નહીં.

 
સિટી બેન્ક ટાઇટેનિયમ ક્રેડિટ કાર્ડ
 
સિટી બેન્કનું ટાઇટેનિયમ કાર્ડ ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપથી પેટ્રોલ પુરાવવા પર રિવાર્ડ પોઇન્ટ અને ફ્યૂઅલ સરચાર્જ ઓફર કરે છે. આ કાર્ડથી 150 રૂપિયાનું પેટ્રોલ લેવા પર 4 ટર્બો પોઇન્ટ કાર્ડ હોલ્ડરને મળે છે. 1 ટર્બો પોઇન્ટ 1 રૂપિયા બરાબર હોય છે. કાર્ડ હોલ્ડર ટર્બો પોઇન્ટને ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપથી ઓઇલ લેવા દરમ્યાન રીડિમ કરાવી શકે છે. જો, કાર્ડ હોલ્ડર એક વર્ષમાં 30 હજાર રૂપિયા આ કાર્ડથી ખર્ચ કરે છે તો કાર્ડની વાર્ષિક ફિ 1000 રૂપિયા માફ થઇ જાય છે.
 
આઇસીઆઇસીઆઇ બેન્ક કોરલ ક્રેડિટ કાર્ડ
 
 
આ કાર્ડ ડેલી યૂઝની ખરીદારી માટે સૌથી શ્રેષ્ઠ કાર્ડની કેટેગરીમાં આવે છે. આ કાર્ડથી ડેલી યૂઝની 100 રૂપિયાની ખરીદી કરવાથી 4 રિવાર્ડ પોઇન્ટ મળે છે. દરેક મહિને બૂકમાયશોમાથી બે મૂવી ટિકિટ બિલકુલ મફત બુક કરાવી શકો છો. સાથે જ અંદાજે 800 રેસ્ટોરન્ટ જે આ કાર્ડની સાથે ટાઇઅપ થયેલા છે તેમાં લંચ, ડિનર કે પાર્ટી કરો તો ઓછામાં ઓછું 15 ટકા ડિસ્કાઉન્ટ મળે છે. આ કાર્ડની જોઇનિંગ ફીસ 1000 રૂપિયા છે અને બીજા વર્ષથી વાર્ષિક ફી 500 રૂપિયા થઇ જાય છે.
 
રત્નાકર બેન્ક પ્લેટિનમ મેક્સિમા ક્રેડિટ કાર્ડ
 
રત્નાકર બેન્ક લિમિટેડ (આરબીએલ) પોતાના ક્રેડિટ કાર્ડ હોલ્ડરને 100 રૂપિયા ખર્ચ કરવા પર 2 પોઇન્ટ ઓફર કરે છે. કાર્ડ હોલ્ડર રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાવા, યૂટીલિટી બિલ જમા કરવા અને ગાડીમાં પેટ્રોલ ભરાવવા વગેરે માટે આ પોઇન્ટ પ્રાપ્ત કરી શકે છે. પોઇન્ટને રીડિમ શોપિંગ, ડાઇનિંગ, એન્ટરટેનમેન્ટ અને ટ્રાવેલમાં કરી શકાય છે. કાર્ડથી એક વર્ષની અંદર બે લાખ રૂપિયાનો ખર્ચ કરવા પર બોનસ પણ ઓફર કરવામાં આવે છે. કાર્ડની જોઇનિંગ ફીસ 2000 રૂપિયા છે. જે શોપિંગ કરીને સરળતાથી બચાવી શકાય છે.
 
એચડીએફસી પ્લેટિનમ પ્લસ ક્રેડિટ કાર્ડ
 
એચડીએફસી પ્લેટિનમ પ્લસ કાર્ડ પણ સામાન્ય ફી પર સારી સુવિધા આપે છે. કાર્ડથી 150 રૂપિયાની ખરીદી કરવાથી 2 રિવોર્ડ પોઇન્ટ મળે છે. મહિના દરમ્યાન આ કાર્ડથી પેટ્રોલ પુરાવવા પર પ્રત્યેક બિલ પર 250 રૂપિયાની છૂટ ફ્યુઅલ સરચાર્જ પર મળે છે. બેન્ક નવા ગ્રાહકો પાસેથી ઝીરો જોઇનિંગ ફિ લે છે. આ સાથે વધુ 3 એડ ઓન કાર્ડ લેવાની સુવિધા પણ આપે છે.
 
આઇઆરસીટીસી એસબીઆઇ કાર્ડ
 
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું આ કાર્ડ ટ્રેનથી મુસાફરી કરનારા લોકો માટે એક બેસ્ટ કાર્ડ છે. આ કાર્ડ ટ્રેનથી વધુ યાત્રા કરનારા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ કાર્ડથી એસી ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, એસી-ચેરકાર વગેરેની ટિકિટ બુક કરાવવા પર 10 ટકા કેશબેક મળે છે. આ સાથે જ બિગ બજારથી ખરીદી કરો તો 5 ટકા કેશ બેક મળે છે. 125 રૂપિયાની ખરીદી પર 1 પોઇન્ટ આપે છે.