નરેન્દ્ર મોદી સરકારના 6 મહિના; પબ્લિક, ઇકોનોમી અને ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી 20 મહત્વના નિર્ણયો

27 Nov, 2014

દેશમાં મોદી મેજિકને કારણે બનેલી નરેન્દ્ર મોદી સરકારે દિલ્હીમાં 6 મહિના પૂર્ણ કર્યા છે. સામાન્ય જનતા ઉપરાંત ઇન્ડસ્ટ્રીના લોકો પણ નરેન્દ્ર મોદીની સરકારને સકારાત્મક દ્રષ્ટિએ જોઇ રહી છે. ઇન્ડસ્ટ્રીના લોકોનું માનવું છે કે મોદી સરકારનો અત્યાર સુધી દેખાવ સારો રહ્યો છે. સરકારે બધા સેક્ટરમાં સારા પગલા લીધા છે. જીએસટી અને એફડીઆઈ મુદ્દે મોટા નિર્ણયો લેવાયા. અન્ય દેશો સાથેનાં સંબંધ સુધર્યા છે. જો કે નવી સરકાર બાદ ઓર્ડરમાં અને સેન્ટીમેન્ટમાં કોઈ ખાસ ફેર થયો નથી. અલબત્ત કેન્દ્ર સરકારનું કામ છે પોલીસી લાવવાનું. ત્યાર બાદ તેના અમલીકરણ માટે રાજ્ય સરકારે ભૂમિકા ભજવવાની રહે છે.

નરેન્દ્ર મોદી સરકારે લીધેલા પગલાંથી કોર્પોરેટ સેક્ટરમાં વિશ્વાસ આવી ગયો છે. ઘણાં રિફોર્મ્સ કરવામાં આવ્યા છે. જે પ્રોજેક્ટ અટક્યા હતા તેને મંજુરી મળી ગઈ છે. વર્ષ 2014-15માં જીડીપી ગ્રોથ 5.5-6.5% આસપાસ રહેશે. કેટલાક રિફોર્મ્સ છે જેમાં સુધારો થવાથી આર્થીક સુધારો જોવા મળશે.

મોદી સરકારના જે નિર્ણયો અને કાર્યોથી જનતા અને ઉદ્યોગકારો ખુશ છે તેવી 20 મહત્વના નિર્ણયો આ મુજબ છે...

1. સ્વચ્છ ભારત અભિયાનનો પ્રારંભ કરાવવો.
2. મેક ઈન ઈન્ડિયા પોલિસીની જાહેરાત
3. પર્યટકો અને એનઆરઆઈએસ માટે વિઝા ઓન અરાઈવલ.
4. પ્રધાનમંત્રી જનધન યોજનાની જાહેરાત
5. પહેલા બજેટમાં આરઈઆઈટીએસ પર ભાર મુકવા ફોક્સ.

6. 100 સ્માર્ટ સીટી બનાવવાની જાહેરાત.
7. નાગપુર મેટ્રો પ્રોજેકટને મંજૂરી, રૂપિયા 8860 કરોડ મંજૂર કર્યા.
8. નવેમ્બરમાં પેટ્રોલ-ડિઝલ પર એકસસાઇઝ ડયૂટીમાં રૂપિયા 1.5 પ્રતિ લિટર વધારો.
9. હોમ લોન પર વ્યાજ ટેક્સ છૂટ સીમા રૂપિયા 1.5 લાખથી વધારીને રૂપિયા 2 લાખ કરી.
10. કિસાન વિકાસ પત્ર ફરીથી શરૂ. 100 મહિનામાં પૈસા ડબલ થશે.

11. જુનમાં રેલવે ભાડામાં 14%નો વધારો.
12. 1 નવેમ્બરથી ગેસની કિંમત ડૉલર 4.2/mBtu થી વધારીને ડૉલર 6.17/mBtu કરી.
13. 16 માર્ચ સુધીમાં કોલ બ્લોકની ઈ-નિલામી પ્રક્રિયા પૂર્ણ કરવાનું લક્ષ્ય.
14. ડિફેન્સમાં એફડીઆઈના રોકાણની મર્યાદા વધારીને 49% કરી.
15. જુનમાં ઓટો, કન્ઝયુમર ડયુરેબલ પર એકસાઇઝ ડયુટી 6 મહિના માટે વધારી

16. રેલવે ઇન્ફાસ્ટ્રક્ચરમાં એફડીઆઈના રોકાણની મર્યાદા વધારીને 100% કરી.
17. રિયલ એસ્ટેટ, કન્ટટ્રકશનમાં એફડીઆઈના નિયમ સરળ બનાવ્યાં.
18. 18 ઓકટોબરે ડિઝલ ડિકન્ટ્રોલ કરવાનો નિર્ણય.
19. કેબિનેટે ઈન્શ્યોરન્સમાં એફડીઆઈના રોકાણની મર્યાદા વધારીને 49% કરી. જો કે રાજ્યસભામાં બિલ પાસ થવાનું બાકી છે.
20. વડાપ્રધાને પોતાની વિદેશ મુલાકાતોમાં અનેક મૈત્રી કરાર કર્યા છે.

Loading...

Loading...