આઇફોન 6s vs ગેલેક્સી S6 vs એક્સપીરિયા Z5: કયો ફોન છે બેસ્ટ

21 Nov, 2015

 ટૉપની ટેક કંપનીએ એપલે પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન્સ આઇફોન 6s અને આઇફોન 6s પ્લસને ગ્લોબલી લૉન્ચિંગ કરી દીધા છે. હવે ભારતમાં પણ તેને યૂઝર્સ સરળતાથી ખરીદી શકે છે. આ લેટેસ્ટ ફોન્સને ટક્કર આપી શકે તેવા અન્ય કંપનીના સ્માર્ટફોન પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. જેમાં સેમસંગનો Galaxy S6 અને તાજેતરમાં જ લૉન્ચ થયેલો સોનીનો Xperia Z5 ફોન યૂઝર્સ માટે ઓપ્શન બન્યા છે. આવા સમયે અમે તમને બતાવીએ છીએ આ ત્રણેય હાઇએન્ડ હાઇટેક ફિચર્સવાળા સ્માર્ટફોન વિશે. હવે તમે જ નક્કી કરો કે આ ત્રણમાંથી કયો ફોન વધુ સારો

 
આ ત્રણેય ફોનના કેટલાક ફિચર્સમાં મોટું અંતર જોવા મળ્યું છે જેમા ડિસ્પ્લે, પ્રોસેસર, રેમ અને બીજા ફિચર્સનો સમાવેશ થાય છે. સૌથી પહેલા એપલ, સેમસંગ અને સોનીના આ ત્રણેય ફોનને કમ્પેર કરીએ તો સૌથી મોટો અંતર તેમની ડિસ્પ્લેમાં દેખાય છે. આઇફોન 6Sમાં 4.7 ઇંચની સ્ક્રીન છે, સેમસંગમાં 5.1 ઇંચની સ્ક્રીન છે અને વળી એક્સપીરિયામાં તો 5.2 ઇંચની મોટી સ્ક્રીન આપી છે. 
 
01. સ્ક્રીન અને ડિસ્પ્લે 
 
એપલ આઇફોન 6s : 4.7 ઇંચની LED સાથે બેકલીટ IPS LCD ડિસ્પ્લે, 750 x 1334 પિક્સલની રિઝોલ્યુશન ક્વૉલિટી, મલ્ટી ટચ સ્ક્રીન, પ્રોટેક્શન માટે આયોન સ્ટ્રેઇન્ગ્ડ ગ્લાસનું કૉટિંગ, ફોર્સ ટચ ડિસ્પ્લે, ડિસ્પ્લેને સરળતાથી ઝૂમ કરી શકાય છે.
 
સેમસંગ ગેલેક્સી S6 : 5.1 ઇંચની સુપર AMOLED કેપેસેટિવ ટચસ્ક્રીન ડિસ્પ્લે સ્ક્રીન, 1440 x 2560 પિક્સલની રિઝોલ્યુશન ક્વૉલિટી અને મલ્ટી ટચની સુવિધા, સ્ક્રીન પ્રોટેક્શન માટે કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 4નું પ્રોટેક્શન, આ સાથે કંપનીનું TouchWiz UI યૂઝર ઇન્ટરફેસ છે.
 
સોની એક્સપીરિયા Z5 : 5.2 ઇંચની ડિસ્પ્લે, IPS LCD કેપેસિટીવ ટચસ્ક્રીનવાળી ડિસ્પ્લે સ્ક્રીન, જે 1080 x 1920 પિક્સલની રિઝોલ્યુશન ક્વૉલિટી આપે છે. આ ઉપરાંત 428 ppi ડેન્સિટી છે અને મલ્ટીટચ ફિચર્સ છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે રેસિસ્ટન્ટ ગ્લાસ, ઓલિયોફોલિક કોટિંગનું કવર આપ્યુ છે.
 
 
02. પ્રોસેસર અને રેમ : 
 
એપલ આઇફોન 6s : એપલ આઇફોન 6sમાં કંપનીએ લેટેસ્ટ iOS 9 આપી છે અને તે iOS 9.1થી અપગ્રેડેબલ છે. આ હેન્ડસેટમાં કંપનીનું Apple A9 ચિપસેટ અને ડ્યુલ કોર 1.84 GHz ટ્વીસ્ટર પ્રોસસેર આપ્યું છે, આ ઉપરાંત પાવર VR GT7600નું જીપીયુ આપ્યું છે. ઇનબિલ્ટ મેમરી છે મેમરી કાર્ડનો સ્લોટ નથી, ઇન્ટરનલ સ્ટોરેજમાં 16/64/128 GBનું વેરિએન્ટ ઉપલબ્ધ છે અને 2 GB રેમ છે. 
 
સેમસંગ ગેલેક્સી S6 : ગેલેક્સી S6માં એન્ડ્રોઇડની 5.0.2 લૉલીપૉપ ઓપરેટિંગ સિસ્ટમ આપી છે જેને અપગ્રેડ કરી શકાય છે. પ્રોસેસરમાં Exynos 7420ની સાથે ક્વાડ કોર 1.5 GHzનું કોર્ટેક્સ-A53 પ્રોસેસર છે. તેની સાથે ક્વાડ કોર 2.1 GHz કોર્ટેક્સ-A57 છે. ફોનમાં Mali-T760MP8 જીપીયુ છે, મેમરી કાર્ડ સ્લૉટ નથી. આ ફોન 32/64/128 GB વેરિએન્ટમાં 3 GB રેમ સાથે ઉપલબ્ધ છે.
 
સોની એક્સપીરિયા Z5 : સોની એક્સપીરિયા Z5માં એન્ડ્રોઇડની 5.1.1 લૉલીપૉપ ઓએસ છે, ઉપરાંત ફોનમાં ક્વાલકોમ MSM8994 સ્નેપડ્રેગન 810 પ્રોસેસર છે.  આ ઉપરાંત ક્વાડ કોર 1.5 GHzનું કોર્ટેક્સ -A53, ક્વાડ કોર 2 GHz કોર્ટેક્સ-A57
છે. ગ્રાફિક્સ માટે એડ્રેનો 430 જીપીયુ છે. માઇક્રો એસડી કાર્ડથી મેમરીને 200 GB સુધી વધારી શકાય છે. ફોનની ઇન્ટરનલ મેમરી 32 GB અને 3 GB રેમ છે.
 
03. કેમેરો ફિચર : 
 
એપલ આઇફોન 6s : આઇફોન 6sમાં 12 MPનો પ્રાઇમરી કેમેરો આપ્યો છે જે 4032 x 3024 પિક્સલવાળો છે. તેની સાથે એટોફોકસ, ડ્યુલ-LED ફ્લેશ છે. કેમેરાથી 4K વીડિયો રેકોર્ડ કરી કરી શકાય છે. ઉપરાંત આઇફોનમાં લાઉડ સ્પીકરની સાથે 3.5mmનો ઓડિયો જેક છે.
 
સેમસંગ ગેલેક્સી S6 : સેમસંગ ગેલેક્સી S6માં 16 MPનો રિયર કેમેરો ઓપ્ટિકલ સ્ટેબિલાઇઝેશન ઇમેજ સાથે છે, ફ્રન્ટ કેમેરો 5 MPનો છે જે ડ્યુલ વીડિયોને સપોર્ટ કરે છે. આ હેન્ડસેટમાં પણ લાઇડસ્પીકરની સાથે 3.5mmનો જેક છે.
 
સોની એક્સપીરિયા Z5 : સોનીના આ ફોનમાં 23 MPનો રિયર કેમેરો 5520 х 4140 પિક્સલની રિઝોલ્યુશન ક્વૉલિટીવાળો છે. સાથે ફેસ ડિટેક્શન, ઓટોફોકસ, LED ફ્લેશ છે. ફ્રન્ટ કેમેરો 5.1 MPનો છે. આ ફોનમાં પણ સ્ટિરીયો સ્પીકરની સાથે 3.5mmનો જેક છે.
 
04. કનેક્ટિવિટી : 
 
આઇફોન 6sમાં 12 MPનો પ્રાઇમરી કેમેરો આપ્યો છે જે 4032 x 3024 પિક્સલવાળો છે. તેની સાથે એટોફોકસ, ડ્યુલ-LED ફ્લેશ છે. કેમેરાથી 4K વીડિયો રેકોર્ડ કરી કરી શકાય છે. ઉપરાંત આઇફોનમાં લાઉડ સ્પીકરની સાથે 3.5mmનો ઓડિયો જેક છે.
 
સેમસંગ ગેલેક્સી S6માં 16 MPનો રિયર કેમેરો ઓપ્ટિકલ સ્ટેબિલાઇઝેશન ઇમેજ સાથે છે, ફ્રન્ટ કેમેરો 5 MPનો છે જે ડ્યુલ વીડિયોને સપોર્ટ કરે છે. આ હેન્ડસેટમાં પણ લાઇડસ્પીકરની સાથે 3.5mmનો જેક છે.
 
સોનીના આ ફોનમાં 23 MPનો રિયર કેમેરો 5520 х 4140 પિક્સલની રિઝોલ્યુશન ક્વૉલિટીવાળો છે. સાથે ફેસ ડિટેક્શન, ઓટોફોકસ, LED ફ્લેશ છે. ફ્રન્ટ કેમેરો 5.1 MPનો છે. આ ફોનમાં પણ સ્ટિરીયો સ્પીકરની સાથે 3.5mmનો જેક છે.
 
05. બેટરી અને અન્ય ફિચર્સ:
 
આઇફોનમાં નૉન રિમૂવેબલ Li-Poની 1715 mAh પાવરની બેટરી છે. તેનો સ્ટેન્ડબાય 3G નેટવર્ક પર 240 કલાક અને ટૉકટાઇમ 3G નેટવર્ક પર 14 કલાકનો છે.
ફોનનું બૉડી ડાયમેન્શન 138.3 x 67.1 x 7.1 mmનું છે અને વજન 143 ગ્રામ છે. ફોન નેનો સિમને સપોર્ટ કરે છે.
 
ગેલેક્સી S6માં Li-Ionની 2550 mAh પાવરની નૉન રિમૂવેબલ બેટરી છે. તેનો સ્ટેન્ડબાય 3G નેટવર્ક પર 17 કલાકનો છે.
ફોનનું બૉડી ડાયમેન્શન 143.4 x 70.5 x 6.8 mmનું છે અને વજન 138 ગ્રામ છે. આ ફોન પણ નેનો સિમને સપોર્ટ કરે છે. 
 
એક્સપીરિયા Z5માં પણ 2900 mAh પાવરની નૉન રિમૂવેબલ બેટરી છે. બેટરીનો સ્ટેન્ડબાય ટાઇમ 2G નેટવર્ક પર 520 કલાકનો અને 3G નેટવર્ક પર 540 કલાકનો છે. ટૉકટાઇમ 2G નેટવર્ક પર 13 અને 10 મિનીટનો છે,
બૉડી ડાયમેન્શન 146 x 72 x 7.3 mm છે અને 154 ગ્રામ છે.
 
06. કિંમત અને ઉપલબ્ધતા : 
 
એપલ આઇફોન 6s ત્રણ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે.
તેમાં આઇફોન 6sના 16GB વેરિએન્ટની કિંમત 55,700, 64GB વેરિએન્ટની કિંમત 64,600 અને 128GB 75,900 રૂપિયા છે.
 
સેમસંગ ગેલેક્સી S6ની કંપનીની સાઇટ પર 32GB વેરિએન્ટની કિંમત 36,900 રૂપિયા છે. 
 
સોની એક્સપીરિયા Z5નું 32GB મૉડલ ઓનલાઇન વેબસાઇટ પર 59,990  રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે.