૧૦-૧૨ ડિસેંબરે ભારતમાં ગૂગલનો ઓનલાઈન શોપિંગ ફેસ્ટિવલ

24 Nov, 2014

ગૂગલ ઈન્ડિયા કંપની આવતી ૧૦-૧૨ ડિસેંબરે દેશમાં તેના ‘ગ્રેટ ઓનલાઈન શોપિંગ ફેસ્ટિવલ’ની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવાની છે.

આદિત્ય બિરલા મની માયયુનિવર્સે પ્રીફર્ડ પાર્ટનર તરીકે આ વર્ષે GOSF સાથે સહયોગ કર્યો છે.

ગૂગલ ઓનલાઈન શોપિંગ ફેસ્ટિવલ એ સાયબર મન્ડેની ભારતીય આવૃત્તિ છે અને તે ઉદ્યોગક્ષેત્રની પ્રગતિ માટે રોમાંચક પ્લેટફોર્મ છે. છેલ્લા બાર મહિનામાં ઓનલાઈન શોપિંગ કરવામાં ગ્રાહકોનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેને લીધે મોટી મલ્ટિનેશનલ કંપનીઓ તેમજ સ્થાનિક કંપનીઓ, બંને માટે વિકાસની તકો વધી છે.

આગામી મેગા ઓનલાઈન શોપિંગ ફેસ્ટિવલમાં ૪૫૦ પાર્ટનર ૭૨ કલાક માટે તેમના બેસ્ટ સોદાઓ ઓફર કરશે. આ વખતના GOSFમાં મોટોરોલા નેક્સસ-6, એચપી, લેનોવો, ટાટા હાઉસિંગ, કાર્બન, વેન હ્યૂસેન, એશિયન પેઈન્ટ્સ જેવી બ્રાન્ડ તરફથી એક્સક્લુઝિવ ઓફર લોન્ચ કરવામાં આવનાર છે.

ગૂગલે ૨૦૧૨માં GOSF કન્સેપ્ટની શરૂઆત કરી હતી અને તેને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. મોટા ભાગની કંપનીઓના દૈનિક વેચાણમાં જ ૩૫૦ ટકાનો ઉછાળો આવતો હોય છે.

Loading...

Loading...