International

ઓસિ.માં ગુજરાતીઓની મોટી સમસ્યાઃ પરણવા પકડવી પડે છે દેશની વાટ

 ભારતના ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સંમેલન માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે ત્યારે વાત ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓની.જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ ઉક્તિને ઓસ્ટ્રેલિયાના ગુજરાતીઓએ સાર્થક કરી બતાવી છે અને આજે ઓસ્ટ્રેલિયામાં એક મીની ગુજરાત ઊભું કરી દીધું છે. ઓસ્ટ્રેલિયામાં અત્યારે પહેલી પેઢીના ગુજરાતીઓ રહે છે. જેને કારણે તેમને ખૂબ સ્ટ્રગલમાંથી પસાર થવું પડ્યું છે. જોકે, હવે તેમના સંઘર્ષના દિવસો પૂરા થયા છે અને સુખભર્યા દિવસો આવ્યા છે.  તેમ ઓસ્ટ્રેલિયામાં વસતા મૂળ ગુજરાતી પરાગ શાહે દિવ્યભાસ્કરડોટકોમ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.
 
પરાગ શાહ મહેસાણા જિલ્લાના સોઝા ગામના વતની છે. તેમજ તેમનો ઉછેર અમદાવાદમાં થયો છે. અત્યારે તેઓ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં રહે છે. પરાગ શાહે ઓસ્ટ્રેલિયાની સમસ્યા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, આમ તો ત્યાં ગુજરાતીઓ સેટ થઈ ગયા છે, પરંતુ તેમના દિકરા-દીકરીઓ યુવાન થતાં તેમના લગ્નનો મોટો પ્રશ્ન છે. વિવાહ લાયક યુવક-યુવતીઓને આજે પણ લગ્ન માટે ભારત તરફ નજર દોડાવવી પડે છે.
 
પરાગ શાહે તાજેતરમાં જ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા છે. આ અંતર્ગત ગુજરાતના ઉભરતા રમતવીરોને ઓસ્ટ્રેલિયામાં જવાનો અને ત્યાં ટ્રેનિંગ મેળવવાનો મોકો મળવાના છે. અહીં ક્રિકેટ, ગોલ્ફ સહિતની રમતો માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.

ત્રણ પ્રકારના ગુજરાતીઓ વસે છે ઓસ્ટ્રેલિયામાં
 
પરાગ શાહે વાત કરતાં જણાવ્યું હતું કે, હું ગુજરાતી સમાજનો પ્રમુખ રહી ચૂક્યો છું, એટલા માટે ઓસ્ટ્રેલિયાના ગુજરાતી સમાજને નજીકથી જાણવાનો અને તેમને સમજવાનો મને મોકો મળ્યો છે. ઓસ્ટ્રેલિયામાં અત્યારે ગુજરાતીઓની પહેલી પેઢી રહે છે. ઓસ્ટ્રેલિયામાં ત્રણ ટાઇપના ગુજરાતીઓ રહે છે. આફ્રિકાથી આવેલા ગુજરાતીઓ, જેઓ પહેલાથી જ રીચ છે. યુકેથી આવેલી ગુજરાતીઓ અને ગુજરાતીથી આવેલા ગુજરાતીઓ- જેમાં વડોદરા-અમદાવાદના ગુજરાતીઓ વધુ છે. તેઓ અત્યારે ઓસ્ટ્રેલિયામાં સંઘર્ષ કરી રહ્યા છે, કેટલાક સંઘર્ષમાંથી બહાર નીકળીને ફ્રેન્ચાઇઝી બિઝનેસ તરફ વળ્યા છે. અહીં ગુજરાતીઓનો સ્ટ્રગલનો ફેઇસ પૂરો થઈ ગયો છે.

ઓસ્ટ્રેલિયાના હેરિર્શપાર્કમાં મળે છે ગુજરાતી ફૂડ
 
પરાગ શાહે ઓસ્ટ્રેલિયાની સમસ્યા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, આમ તો ત્યાં ગુજરાતીઓ સેટ થઈ ગયા છે, પરંતુ તેમના દિકરા-દીકરીઓ યુવાન થતાં તેમના લગ્નનો મોટો પ્રશ્ન છે. વિવાહ લાયક યુવક-યુવતીઓને આજે પણ લગ્ન માટે ભારત તરફ નજર દોડાવવી પડે છે. તેમણે ગુજરાતીઓના શોખ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, અહીં પણ ગુજરાતીઓ ખાણીપીણીના શોખીન છે. અહીં હેર્રિશપાર્ક-ખાણીપીણીનું બજાર છે. જ્યાં ગુજરાતી ફૂડ મળે છે.  એટલું જ નહીં, અહીંના ગુજરાતીઓમાં પણ દાંડિયા ફેમસ છે. અહીં પાંચથી છ નવરાત્રી થાય છે. જેમાં વડોદરાના સિંગરનું વર્ચસ્વ છે. સિડનીમાં 20થી 25 હજાર ગુજરાતીઓ રહે છે.

Releated News