Gujarat

ગુજરાતીની KBCના 12,000 પ્રશ્નોની ડેટાબેંક, ઝીણામાં ઝીણી વિગતો કરી એકત્ર

શહેરના મકરપુરા રોડ પર રહેતા શ્યામ ખટાવકર પાસે કૌન બનેગા કરોડપતિના 12,000થી વધુ સવાલજવાબની માહિતીનો સંગ્રહ છે..એટલું જ નહિ પણ અત્યાર સુધીનાં તમામ સ્પર્ધકો અને તેમણે જીતેલી રકમ તથા સેલિબ્રિટી એપિસોડ સહિતના એપિસોડની  પણ તમામ માહિતીનો સંગ્રહ છે. શ્યામનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નોંધાયું છે.
 નાનપણથી જ સામાન્ય જ્ઞાનના વિષયમાં રુચિ ધરાવનાર 52 વર્ષીય યામ ખટાવકરે 2000ના વર્ષમાં શરૂ થયેલા કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમની ઝીણામાં ઝીણી વિગતો એકત્ર કરી છે.
 
કેબીસીના પહેલા એપિસોડથી હમણાં પૂર્ણ થયેલી કેબીસીની આઠમી સિઝનના છેલ્લા એપિસોડ સુધીમાં પુછાયેલા તમામ સવાલ અને જવાબનો રેકોર્ડ તેમણે તૈયાર કર્યો છે. તમામ સ્પર્ધકોની માહિતી, સ્પર્ધકોએ ફાસ્ટેટ ફિંગર રાઉંડમાં કેટલો સમય લીધો, કેટલી રકમ જીતી તે માહિતી પણ તેમણે એકત્ર કરી છે.શ્યામ ખટાવકરે કેબીસીના 647 એપિસોડમાં પુછાયેલા 12 હજારથી વધુ સવાલોની માહિતી એકત્ર કરવા સાથે અત્યાર સુધી કેબીસીમાં 1 મિલિયન 4 કરોડથી વધુ ચૂકવાયેલી રકમની માહિતીનો સંગ્રહ કર્યો છે. 2003ના વર્ષમાં હ્યુમન હોબી કેટેગરીમાં તેમને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે.

અમિતાભે કામગીરી સરાહી
 નાનાપણથી મને સામાન્ય જ્ઞાનનો શોખ હતો. કેબીસી શરૂ થયા બાદ મને સામાન્ય જ્ઞાનની તમામ માહિતી એકત્ર કરવાની પ્રેરણા થઇ અને મેં કામ શરુ કર્યું. આ શોખના કારણે મને સિદ્ધાર્થ બાસુ અને અમિતાભ બચ્ચનને મળવાનું સૌભાગ્ય મળ્યું. મેં મેન્યુઅલી આ કામ કર્યું હોવાનું જાણીને બંનેએ મારું કામ બિરદાવ્યું હતું.
- શ્યામ ખટાવકર,વડોદરા
 
 પ્રોફાઇલ
નામ : શ્યામ ખટાવકર
ઉંમર : 52
અભ્યસા: BCom.
વ્યવસાય : સ્કૂલમાં નોન ટીચિંગ સ્ટાફ

Releated News