મેક ઇન ઇન્ડિયા અભિયાનમાં ભારતની મદદ કરશે ઇઝરાયલ

07 Nov, 2014

વડાપ્રધાનની મહત્વકાંક્ષી યોજના મેક ઇન ઇન્ડિયાને દુનિયાના ઘણા દેશોએ સહયોગ પ્રસ્તાવ આપ્યો છે. આજ કડીમાં ઇઝરાયલે પણ આ યોજનાને સફળ બનાવવા માટે ભારતને મદદ કરવાની વાત કહી છે. આના માટે ઇઝરાયલ પોતાના ઉદ્યોગપતિઓના એક પ્રતિનિધિ મંડળને ભારત મોકલશે. નોંધનીય છે કે દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહ ઇઝરાયલના પ્રવાસ પર છે.
ઇઝરાયલની યાત્રા પર ગયેલા ગૃહ મંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂ સાથે ઘણા મહત્વના મુદ્દાઓ પર વાત કરી. બંને નેતાઓએ ક્ષેત્રીય મામલા ઉપરાંત દુનિયાભરમાં પોતાનો પગ પેસારો કરી રહેલા આતંકવાદ પર પણ ચર્ચા કરી. રાજનાથ સિંહે જણાવ્યું કે આતંકવાદ માત્ર ભારત અથવા ઇઝરાયલ માટે નહીં પરંતુ આખી દુનિયા માટે સૌથી મોટો ખતરો છે. જ્યારે બંને દેશોએ આ દિશામાં એકબીજાને સહયોગ પર ચર્ચા કરી.
આ મુલાકાત દરમિયાન રાજનાથ સિંહે રક્ષા ક્ષેત્રમાં પણ ઇઝરાયલને મૂડી રોકાણ માટે આમંત્રણ આપ્યું છે. ઇઝરાયલના વડાપ્રધાને આ અવસર પર રાજનાથ સિંહને ઇઝરાયલના નાગરિક ઉડ્ડયન તથા સીમા સુરક્ષાના ક્ષેત્રમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે જાણકારી આપી. તેમણે જણાવ્યું કે ઇઝરાયલ ભારતને આ પ્રકારની ટેકનોલોજી આપવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે ભારત આ યોજનાને મેક ઇન ઇન્ડિયામાં ઉપયોગ કરીને ઉત્પાદન ખર્ચને ઓછો કરી શકે છે.

Loading...

Loading...