International

આ ઓનલાઈન શોપિંગ કંપનીએ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, એક કલાકમાં કમાણી કરી રૂ. 120 અબજની

ઓનલાઈન શોપિંગ કરતી કંપની અલીબાબાએ ફરી એક વાર વેચાણનો નવો રેકોર્ડ તોડીને સમગ્ર દુનિયાને પરેશાન કરી દીધા છે. અલીબાબાએ ચીનના વાર્ષિક 'સિંગલ્સ ડે'ના પહેલાં જ કલાકમાં રેકોર્ડ તોડીને બે અબજ ડોલર એટલે કે સરેરાશ રૂ. 120 અબજનું વેચાણ કર્યું છે.

પાછલા વર્ષે આ જ દિવસે બપોર સુધી 3.1 અબજ ડોલરનું વેચાણ કરવામાં આવ્યું હતું. આજે અલીબાબાએ તેનો જ રેકોર્ડ તોડી દીધો છે. અત્યાર સુધી તે દિવસને સૌથી વધારે વેચાણનો વર્લ્ડ રેકોર્ડ માનવામાં આવતો હતો. અલીબાબાએ આ વખતે અપેક્ષા રાખી છે કે આ વખતે વેચાણના દુનિયાના બધાં જ રેકોર્ડ તૂટી જશે. કંપનીએ ઓનલાઈન વેચાણ વધારવા માટે ભારે ડિસ્કાઉન્ટની મદદ લીધી હતી.

અલીબાબાના કાર્યકારી ચેરમેન જેકેએ ગયા સપ્તાહમાં કહ્યું હતું કે, આ વખતે ખરીદીનો રેશિયો લોકોને પરિશાન કરી દે તેવો હશે. તેમણે એક અંદાજ રાખ્યો હતો કે આ વખતે મળનાર કુલ ઓર્ડરથી 20 કરોડથી વધારે પેકેટ મોકલવામાં આવશે. પાછલા વર્ષે અલીબાબાએ 15 કરોડથી વધારે પેકેટ મોકલ્યા હતાં. અલીબાબાએ 2009માં ચીનમાં 'સિંગલ્સ ડે' તેમનું વેચાણ વધારવા માટેનો દિવસ નક્કી કર્યો હતો.

અલીબાબા ઘણી બદી ચીજ વસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરે છે. માનવામાં આવે છે કે, 1993માં નાનજિંગ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ વેલેન્ટાઈન-ડેનો વિરોધ કરવા માટે આ વેબસાઈટની શરૂઆત કરી હતી. આ દિવસે એકલા રહેતા લોકો આ વેબસાઈટ પરથી પોતાના માટે ચીજ વસ્તુઓ ખરીદે છે. ચીનમાં ઝડપથી વધતાં ઈ-કોમર્સ બજારમાં આ દિવસ ખૂબ વધારે વેચાણ કરતો દિવસ બની ગયો છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલાં જ અલીબાબા કંપનીએ સૌથી મોટી રકમનો આઈપીઓ બજારમાં લોન્ચ કર્યો હતો.

Source By : Sandesh

Releated News