ભારતની સૌથી શક્તિશાળી 50 બિઝનેસ વુમનની યાદી જાહેર: અરુંધતી પ્રથમ સ્થાને

09 Nov, 2014

ભારતીય સ્ટેટ બેન્કના ચેરપર્સન અરુંધતી ભટ્ટાચાર્ય દેશના સૌથી શક્તિશાળી મહિલા વ્યવસાયિક છે. ફોર્ચ્યુન ઇન્ડિયાએ ભારતની સૌથી શક્તિશાળી 50 વ્યાવસાયિક મહિલાઓની યાદી બનાવી છે. તેમાં ટોચના ત્રણ સ્થાનો ઉપર બેન્કરોનો કબજો છે. દેશની સૌથી મોટી ખાનગી બેન્ક આઇસીઆઇસીઆઇ બેન્કના એમડી અને સીઇઓ ચંદા કોચર બીજા સ્થાને અને એક્સિસ બેન્કના એમડી અને સીઇઓ શિખા શર્મા ત્રીજા સ્થાને છે. ફોર્ચ્યુન ઇન્ડિયાએ જણાવ્યું છે કે શ્રીમતી ભટ્ટાચાર્યએ બેન્કની નોન પ્રોડક્ટિવ એસેટ ઓછી કરવાનો સતત પ્રયત્ન કરી રહ્યાં છે. એક વર્ષ પહેલા ચેરપર્સનના પદ ઉપર કાર્યભાર સંભાળ્યા પછી તે સતત બેન્કની એસેટ ક્વોલિટી સુધારવા, નુકસાન ઘટાડવા અને બેન્કની રિઇન્વેસ્ટમેન્ટનો પ્રયત્ન કરી રહ્યાં છે.

વિશ્વની ટોપ 5 બિઝનેસ વુમન કોણ

1 ગિની રોમેટી, ચેરપર્સન એન્ડ સીઇઓ, આઇબીએમ
2 મેરી બારા, સીઇઓ, જનરલ મોટર્સ
3 ઇન્દ્રા નુયી, ચેરપર્સન એન્ડ સીઇઓ, પેપ્સિકો
4 મેરિલિન હ્યુસન, ચેરપર્સન એન્ડ CEO, લોકહીડ માર્ટિન
5 એલેન કુલમેન, ચેરપર્સન એન્ડ સીઇઓ, ડ્યુપોંટ


યાદીમાં પ્રથમ વખત

અરુંધતી ભટ્ટાચાર્ય, ચેરપર્સન, એસબીઆઈ
શાહનાઝ હુસૈન, શાહનાઝ ગ્રૂપ ઓફ કંપનીઝ
જરૂન દારૂવાલા, પ્રેસિડન્ટ, ICICI બેન્ક
અર્ચના હિંગોરની, CEO ILFS ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ
વાણી કોલા, એમડી, કલારી કેપિટલ
વેલેરી વેગનર, એમડી, જિપડાયલ

ટોપ 10માં અન્ય

4 નિશી વાસુદેવા, સીએમડી, એચપીસીએલ
5 જિયા મોદી, સહ સંસ્થાપક, એજેડબી પાર્ટનર્સ
6 મલ્લિકા શ્રીનિવાસન, સીઇઓ, ટીએએફઇ
7 અરુણા જયંતી, સીઇઓ, કેપજેમિની ઇન્ડિયા
8 પૃથા રેડ્ડી, એમડી, એપોલો  હોસ્પિટલ
9 કિરણ મજુમદાર, સીએમડી, બાયોકોન
10 શોભના ભરતિયા, ચેરપર્સન, એચટી મીડિયા