આજથી માસ્ટરશેફ-4ની શરૂઆત, આ બે ગુજરાતી ગર્લ્સ જોવા મળશે

26 Jan, 2015

કુકિંગ વર્લ્ડને ગ્લેમરસ બનાવી મૂકતા કુકિંગ રિયલિટી શો માસ્ટરશેફ ઇન્ડિયાની ર્ફોથ સીઝન આજથી શરૂ થઈ રહી છે. માસ્ટરશેફ સીઝન ફોરના જજ માસ્ટરશેફ સંજીવ કપૂર, ઇન્ટરનેશનલ શેફ વિકાસ ખન્ના અને ફાઇવસ્ટાર શેફ રણવીર બ્રાર છે. આ વખતન સિઝનમાં ફક્ત વેજિટેરિયન કુકિંગ જ હશે જે વેજિટેરિયન ઓડિયન્સને જલસા કરાવશે.

આ સિઝનમાં બે ગુજરાતી ગર્લ્સ
માસ્ટરશેફ ઇન્ડિયા સીઝન ફોરમાં 65 કન્ટેસ્ટન્ટ છે, જેમાંથી બે છોકરીઓ ગુજરાતી છે. અબુધાબીમાં રહેતી નિકિતા ગાંધીએ અમેરિકાથી ફાઇનાન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. નિકિતાને રસોઈનો શોખ છે. તે કહે છે, ‘હું 8 વર્ષની હતી ત્યારથી મારી મમ્મીને રસોઈમાં હેલ્પ કરતી હતી.’

નિકિતાને હોટેલ-મેનેજમેન્ટ જ કરવું હતું, પણ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી માટે તેણે ફાઇનેન્સમાં ગ્રેજ્યુએશન કરી લીધું. યુટયુબ પર તેની રસોઈને લગતી Veggie નામની એક ચેનલ છે. 21 વર્ષની નિકિતાને અબુધાબીમાં પોતાની રેસ્ટોરાં ખોલવી છે. નિકિતાના પિતા મૂળ મોડાસાના છે. અબુધાબીમાં તેમનો ઇન્ટીરિયરનો બિઝનેસ છે.

અંધેરી (વેસ્ટ)ની નેહા શાહ ચાર વર્ષથી દિલ્હીમાં રહે છે. તે એક કેમિકલ કંપનીમાં ફ્લેવરિસ્ટ છે. જુદી-જુદી જાતની ફ્લેવર્સ તે બનાવે છે. 24 વર્ષની નેહા કહે છે, ‘મને ખાવાનું ગમે છે અને બનાવવાનું પણ ગમે છે.’ નેહાની મમ્મી મારવાડી છે. તે બહુ સારું ખાવાનું બનાવે છે. કેકથી લઈને દરેક ચીજ તે ઘરે બનાવતી હતી એમાં તે પણ મદદ કરતી હતી. નેહા દિલ્હીમાં પણ પોતાનું ખાવાનું જાતે જ બનાવે છે. તેના પિતાનો ડાયમન્ડનો બિઝનેસ છે.

Loading...

Loading...